બલાની સુંદર આ મહિલા પાસેથી છીનવી લેવાયો 7000 કરોડનો બિઝનેસ, પોતાની જ કંપનીમાંથી કાઢી મૂકાઈ

Fri, 19 Apr 2024-3:44 pm,

તમારા અનેક સપનાં હોય છે એ સપનાં પૂર્ણ થયા પછી કોઈ તમારા સપનાંને તોડી નાખે ત્યારે તમને જે ગુસ્સો આવે એવી જ હાલાત આ બ્યુટી વિથ બ્રેનની છે. સખત મહેનત દ્વારા તેણે એક સફળ સ્ટાર્ટઅપ બનાવ્યું અને હજારો કરોડનો બિઝનેસ બનાવ્યો. પછી કંઈક એવું બન્યું કે તેણીને તેની જ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી અને કરોડો રૂપિયાની વસૂલાત માટે કેસ દાખલ કરવામાં આવ્યો.

ઝિલિંગોના (Zillingo) સ્થાપક અને સીઇઓ અંકિતી બોઝની આ વાર્તા છે, અંકિતીએ પોતાના સ્ટાર્ટઅપને નવી ઉંચાઈઓ પર પહોંચાડી હતી, પરંતુ સફળતા હાંસલ કર્યા પછી તેણીએ ઘણી ભૂલો કરી જેના કારણે તેને પરિણામ ભોગવવા પડ્યા.

અંકિતીનો જન્મ દેહરાદૂનમાં થયો હતો અને તેણે મુંબઈની કેમ્બ્રિજ સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. સ્નાતક થયા પછી, મેકેન્ઝી એન્ડ કંપની અને સેક્વોયા કેપિટલ જેવી મોટી કંપનીઓમાં કામ કર્યું. 

બેંગ્લોરના લોકલ માર્કેટમાં ફરતી વખતે તેને સમજાયું કે ઘણા નાના દુકાનદારો છે જેમને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવવાની જરૂર છે. આ પછી, અંકિતીએ સેક્વોઇયા કેપિટલમાં ઇન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ તરીકેની નોકરી છોડી દીધી અને પોતાનું સ્ટાર્ટઅપ ઝિલિંગો (Zillingo) શરૂ કર્યું.

અંકિતિ બોઝે તેની નોકરી છોડી અને તેના ભાગીદાર ધ્રુવ કપૂર સાથે મળીને બહુરાષ્ટ્રીય ટેક્નોલોજી અને કોમર્સ સ્ટાર્ટઅપ ઝિલિંગો (Zillingo) શરૂ કરી. વર્ષ 2019માં આ કંપનીની માર્કેટ વેલ્યુ વધીને 7,000 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

આ સફળતા પાછળ અંકિતીની સખત મહેનત હતી. આ જ કારણ છે કે તેણીને 2018ની ફોર્બ્સ એશિયા 30 અંડર 30 ની યાદીમાં સામેલ કરવામાં આવી હતી અને ફોર્ચ્યુનની 40 અંડર 40 અને 2019 માં બ્લૂમબર્ગની ટોપ 50 ની યાદીમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બધુ બરાબર ચાલી રહ્યું હતું, ત્યારબાદ બોસને વર્ષ 2022માં તેમની કંપનીમાંથી બહાર કરી દેવામાં આવી. તેમને ઝિલિંગોના સીઈઓ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. કંપનીના રોકાણકાર મહેશ મૂર્તિએ અંકિત બોસ સામે 738 કરોડ રૂપિયાની વસૂલાત માટે કેસ પણ દાખલ કર્યો છે. સવાલ એ છે કે તેણે એવું તો શું કર્યું કે જેના કારણે આવી ખરાબ સ્થિતિ સર્જાઈ?  

અંકિતિ બોઝ પર કંપની દ્વારા નાણાકીય ગેરરીતિ અને ગેરવહીવટનો આરોપ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેણે બોર્ડની પરવાનગી લીધા વિના જ પોતાનો પગાર 10 ગણો વધાર્યો હતો. 

આ સિવાય લગભગ 83 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જેના માટે કોઈ હિસાબ રજૂ કરવામાં આવ્યો ન હતો. કંપનીના રોકાણકારોએ આ આરોપો પર રૂ. 700 કરોડથી વધુનો દાવો દાખલ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link