39 પત્નીવાળો વ્યક્તિ મોત બાદ જીવતો થઈ ગયો? અંતિમ સંસ્કાર પહેલા પરિવારે કહ્યું-ધબકારા ચાલે છે

Tue, 15 Jun 2021-3:11 pm,

જો કે હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાયા છતાં પરિવારનું માનવું છે કે જિઓનાના ધબકારા હજુ પણ ચાલે છે અને તેમનું શરીર ગરમ છે. આથી અંતિમ સંસ્કાર અટકાવવામાં આવ્યા છે. 

મિઝોરમના બખ્તવાંગ ગામમાં જિઓના ચાના 39 પત્નીઓ, 89 બાળકો, 14 પુત્રવધુઓ, અને 33 પૌત્ર પૌત્રીઓ સાથે એક 100 રૂમના મોટા ઘરમાં રહેતા હતા. તેમનું ગામ આ પરિવારના કારણે વિસ્તારમાં પર્યટકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. જિઓનાના પરિવારની મહિલાઓ ખેતી પણ કરે છે. જિઓના વ્યવસાયે કારપેન્ટર હતા. 

ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ જિઓના ચાનાની પત્નીઓ, બાળકો અને તેમના પણ બાળકો બધા એક જ ઈમારતમાં અલગ અલગ રૂમમાં રહે છે. પરંતુ બધાનું ખાવાનું એક જ રસોડે તૈયાર થાય છે. પત્નીઓ વારાફરતી રસોઈ બનાવે છે. 

જિઓના ચાનાના પરિવારનો ખર્ચ કોઈ પણ સામાન્ય પરિવાર કરતા અનેકગણો વધારે છે. એક સામાન્ય પરિવારમાં જેટલું રાશન 2થી 3 મહિના ચાલે એટલું તો આ પરિવાર માટે તેમને દરરોજ જરૂર પડે છે. એક દિવસમાં 45 કિલોથી વધુ ચોખા, 30થી 40 મરઘીઓ, 25 કિલો દાળ, ડઝનો જેટલા ઈંડા, 60 કિલો શાકભાજીની જરૂર પડે છે. પરિવારમાં લગભગ 20 કિલો ફળની પણ રોજ જરૂર પડે છે. 

જિઓનાની 17 વર્ષની ઉંમરે પહેલા લગ્ન થયા હતા. તેમની પહેલી પત્ની તે સમયે તેમના કરતા ઉંમરમાં 3 વર્ષ મોટી હતી. જિઓના એક સ્થાનિક ખ્રિસ્તિ સંપ્રદાયના પ્રમુખ હતા, જેમને 'ચાના' કહેવાય છે. જિઓનાની સૌથી મોટી પત્ની મુખિયાની  ભૂમિકા ભજવે છે અને ઘરના તમામ સભ્યોના કામની વહેંચણી કરવાની સાથે જ કામકાજ ઉપર દેખરેખ પણ રાખે છે. 

જિઓનાના નિધનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. તેમનો પરિવાર મિઝોરમમાં ખુબસુરત પહાડીઓ વચ્ચે બકટાવંગ ગામમાં 4 માળની ઈમારતમાં રહે ચે. જેમાં 100 રૂમ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link