Signs of Cheating In Relationship: કોઈપણ સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ કેટલીક વખત પાર્ટનરનો એવો વ્યવહાર જોવા મળે છે જે સંબંધ પર પ્રશ્ન ઊભા કરે છે. એ વાત સો ટકા સાચી છે કે ઓવર થીંકીંગના કારણે પાર્ટનર પર કારણ વિના શંકા કરવી ખોટી વાત છે. પરંતુ જો તમને આ પાંચ લક્ષણ જોવા મળે તો સમયસર ચેતી જવું જોઈએ. આ પાંચ લક્ષણો જણાવે છે કે તમારો પાર્ટનર તમારી સાથે ચીટિંગ કરી રહ્યો છે. આ સંકેત પરથી તમે જાણી શકો છો કે તમારો પાર્ટનર દગાબાજ છે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બીજાને નહીં પહેલા પોતાને ખુશ રાખો... આ ટીપ્સ અપનાવી ટેન્શનને કહી દો બાય બાય...


અચાનક વ્યસ્તતા


જો તમારો પાર્ટનર પહેલા કરતાં વધારે અચાનક જ વ્યસ્ત રહેવા લાગે અને તમારી સાથે સમય ન પસાર કરવાનું કોઈ યોગ્ય કારણ ન હોય તો સમજી લેજો કે તે તમારી સામે ખોટું બોલે છે. અચાનક જ સંબંધમાંથી રસ ઉડી જવો અને વ્યસ્ત હોવાનો દેખાવ કરવો ચીટીંગ નો સંકેત હોઈ શકે છે.


યોગ્ય કારણ ન જણાવવું


જ્યારે કોઈ કારણસર મોડું થઈ જાય તો પાર્ટનર તેનું યોગ્ય કારણ જણાવે છે પરંતુ જો તમારો પાર્ટનર યોગ્ય કારણ ન જણાવે અને વારંવાર લેટ આવે તો તે ચીટીંગ નો સંકેત પણ હોઈ શકે છે.


આ પણ વાંચો: ઝઘડા પછી અબોલા તોડવા બેસ્ટ છે આ 3 ટોપિક, પાર્ટનર બધું ભુલીને વાતચીત કરી દેશે શરુ


આઈ કોન્ટેક્ટ


આઈ કોન્ટેક્ટ સાથે વાતચીત કરવાથી સંબંધ મજબૂત થાય છે. પરંતુ જો તમારો પાર્ટનર તમારી સાથે આઈ કોન્ટેક્ટ કરવાનું ટાળે અને કોઈ વાત સ્પષ્ટ રીતે ન કરે તો તે સંકેત હોઈ શકે છે કે તે ખોટું બોલી રહ્યો છે.


ઈમોશનલ સપોર્ટનો અભાવ


કોઈપણ સંબંધમાં ઈમોશનલ સપોર્ટ પણ મહત્વનો હોય છે જો તમારો પાર્ટનર પહેલા તમારા પ્રતિ ઈમોશનલી કેરિંગ હોય અને પછી તમને ઈમોશનલી સપોર્ટ કરવાનું બંધ કરી દે તો તે ખતરાની ઘંટી હોઈ શકે છે.


આ પણ વાંચો: Relationship Tips: પાર્ટનરના ફોનમાં તાક જાક કરવાની આદત છે ? તો પહેલા જાણી લો આ વાત


વાતચીત ટાળવી


વાતચીત વિના કોઈપણ સંબંધ ટકતો નથી. જો તમારો પાર્ટનર મહત્વપૂર્ણ બાબતોમાં પણ તમારી સાથે વાતચીત કરવાનું ટાળવા લાગે તો તે ચીટીંગનો સંકેત હોઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)