Be Happy Always: બીજાને નહીં પહેલા પોતાને ખુશ રાખો... આ ટીપ્સ અપનાવી ટેન્શનને કહી દો બાય બાય...

Be Happy Always: ઘણી વખત લોકો બીજાને ખુશ કરવાના પ્રયત્નોમાં પોતાને ખુશ રાખવાનું ભૂલી જાય છે. પોતાની ખુશી માટે અને પોતાના માટે જો લાંબા સમય સુધી સમય કાઢવામાં ન આવે તો સ્ટ્રેસ એટલો વધી જાય છે કે શરીરમાં બીમારીઓ પણ વધવા લાગે છે. જો તમે પણ દોડધામ અને જવાબદારીઓના કારણે હસવાનું ભૂલી ગયા છો તો આ ટીપ્સ તમારા માટે કામની છે. આ ટીપ્સ ફોલો કરીને તમે તમારા ચહેરા પર સ્માઈલ અને જીવનમાં ખુશીઓ લાવી શકો છો. 

પોતાને ખુશ રાખો

1/6
image

જવાબદારીઓના કારણે લોકો પાસે આરામથી બેસીને પોતાના માટે વિચારવાનો પણ સમય નથી હોતો. અલગ અલગ પ્રકારના ટેન્શનને તો એક સાથે દૂર નથી કરી શકાતા પરંતુ દિવસ દરમિયાન બધું જ ભૂલીને થોડો સમય પોતાના માટે કાઢો. તમને ખુશી મળે એવું એક કામ દિવસ દરમિયાન કરી લેવું. બીજાને ખુશ રાખવાને બદલે પહેલા પોતાને ખુશ રાખો. 

ચહેરા પર સ્માઈલ

2/6
image

સ્ટ્રેસ દૂર કરવા માટે રોજ 15 મિનિટ પોતાના માટે કાઢો અને એકલા વોક પર નીકળી જાઓ. આ સમય દરમિયાન કામનું ટેન્શન છોડીને તમને ખુશી મળે તેવી વાત પર ધ્યાન આપો. આ 15 મિનિટના સમય કોઈપણ જાતનું ટેન્શન લેવું નહીં. આ 15 મિનિટના સમયમાં તમે તમારા ચહેરા પર સ્માઈલ લાવી શકો છો.

પોતાની ઈચ્છા પૂરી કરો

3/6
image

જો તમે સતત ટેન્શનમાં રહો છો તો સૌથી પહેલા પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનું રાખો. તમને ભાવતી કોઈ વાનગી બનાવીને ખાવ કે પછી તમને ગમતા ગીતો સાંભળો. દિવસ દરમિયાન થોડો સમય આ કામ કરી લેશો તો તમે દિલથી ખુશ રહેવા લાગશો.

ગુસ્સો

4/6
image

જો તમને વાત વાત પર ગુસ્સો આવવા લાગે છે અને કામના ટેન્શનમાં આવું વારંવાર થાય છે તો નિયમિત રીતે યોગ અને મેડીટેશન કરવાની શરૂઆત કરી દો. તેનાથી મન શાંત રહેશે. કારણ કે તમે એ લોકોને તો બદલી શકતા નથી જેના પર તમને ગુસ્સો આવે છે પરંતુ ગુસ્સો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમારા મનને શાંત કરે તેવી એક્ટિવિટી કરો.

પુસ્તક વાંચો

5/6
image

ખાલી બેસીને મોબાઇલ ફોનમાં કે વધારે વિચાર કરીને ચિંતા કરવાની બદલે કોઈ સારું પુસ્તક વાંચવાની ટેવ પાડો. નિયમિત રીતે પુસ્તક વાંચવાનું શરૂ કરશો તો તમારા મનમાંથી ઉદાસી દૂર થઈ જશે અને ખુશીઓ આવશે.

6/6
image