Motivational Thought: જયા કિશોરી પોતાના કથા વાંચનના ગુણ અને સાથે જ સરળ વ્યક્તિત્વ માટે પ્રખ્યાત છે. તે જીવન જીવવાની પ્રેરણાત્મક વાતો પણ જણાવે છે. તેમની કેટલીક વાતો એવી છે જેને જીવનમાં અપનાવવામાં આવે તો વ્યક્તિ સુખી જીવન જીવી શકે છે. જયા કિશોરી યુવાનોમાં લોકપ્રિય છે. તેમણે કેટલીક મહત્વની વાતો જણાવી છે જેને અપનાવવામાં આવે તો વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને સાથે જ સામાજિક રીતે પણ વ્યક્તિ સન્માનથી જીવી શકે છે. નવા વર્ષની શરૂઆત પણ તમારે સકારાત્મકતા સાથે કરવી હોય અને જીવનને સુખી અને સફળ બનાવવું હોય તો આ 5 વાતોને અપનાવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ


સકારાત્મક વિચારો 


જયા કિશોરીનું માનવું છે કે દરેક દિવસની શરૂઆત સકારાત્મકતા સાથે કરવી જોઈએ. દરેક નવો દિવસ નવો અવસર લઈને આવે છે તેથી રોજ સવારે ભગવાનનો આભાર માનો અને સકારાત્મક વિચારો. તેનાથી આખો દિવસ સારો જશે અને જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂરા થશે. 


આ પણ વાંચો: મગજમાં આવતા નકામા વિચારને બહાર ફેંકવાની ટેકનિક શીખી લો, 2025 માં રહેશો ખુશખુશાલ


સાચા મનથી કામ કરો 


જયા કિશોરી જણાવે છે કે જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવું હોય તો મહત્વપૂર્ણ છે કે તમે જે પણ કામ કરો તે સાચા મનથી કરો. દરેક કામને સો ટકા પ્રયત્નો આપો. જો તમે સાચા મન અને નિષ્ઠાથી કામ કરશો તો સારું રિઝલ્ટ ચોક્કસથી મળશે. 


આ પણ વાંચો: પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો


માતા-પિતાનો આદર કરો 


જયા કિશોરી કહે છે કે દરેક વ્યક્તિએ માતા-પિતા અને વડીલો સન્માન કરવું જોઈએ. જીવનમાં સુખ અને સફળતાનો આધાર આ સદગુણ અને સંસ્કાર છે. તેથી માતા-પિતાનો અનાદર ક્યારેય ન કરો. 


ધીરજ રાખો 


મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાથી મુશ્કેલીનું સામનો કરવાની મદદ મળે છે. દરેક સમસ્યાનું સમાધાન નક્કી જ છે તેથી થોડા સમય માટે ધીરજ રાખો. તમારા જીવનમાં આવેલી સમસ્યાનું નિરાકરણ પણ થશે પરંતુ ધીરજ રાખવી જરૂરી છે. 


આ પણ વાંચો: Wedding In Winter: ભારતમાં શિયાળામાં શા માટે થાય છે સૌથી વધુ લગ્ન? આ છે 5 મુખ્ય કારણ


બીજાની મદદ કરો 


જયા કિશોરી જણાવે છે કે બીજાની સેવા કરવી અને મદદ કરવી સૌથી મોટો ધર્મ છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. પોતાની ક્ષમતા અનુસાર હંમેશા મદદ કરતા રહેવું જોઈએ. તમારા કારણે જો કોઈના ચહેરા પર સ્મિત આવે છે તો તે સૌથી મોટી ઉપલબ્ધ છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)