Wedding In Winter: ભારતમાં શિયાળામાં શા માટે થાય છે સૌથી વધુ લગ્ન ? આ છે 5 મુખ્ય કારણ

Wedding In Winter: આખા વર્ષમાં સૌથી વધુ લગ્ન શિયાળામાં હોય છે. શિયાળાની સીઝનમાં એટલા લગ્ન હોય છે કે હોલથી લઈ હનીમૂન ડેસ્ટિનેશન પણ હાઉસફુલ થઈ જાય છે. આવું શા માટે છે તેના કારણો આજે તમને જણાવીએ.

Wedding In Winter: ભારતમાં શિયાળામાં શા માટે થાય છે સૌથી વધુ લગ્ન ? આ છે 5 મુખ્ય કારણ

Wedding In Winter: ભારતમાં શિયાળો એટલે લગ્નની સીઝન. શિયાળામાં સૌથી વધુ લગ્ન થાય છે. છેલ્લા કેટલાક સમયથી લગ્નને લઈ લે લોકોનો ક્રેઝ પણ વધી ગયો છે જેના કારણે લોકો લાખો, કરોડો રૂપિયા બાળકોના લગ્નમાં ખર્ચી નાખે છે. શિયાળાની ઋતુમાં એટલા લગ્ન હોય છે કે મેરેજ હોલથી લઈને હનીમુન ડેસ્ટીનેશન પણ હાઉસફુલ જોવા મળે. ત્યારે પ્રશ્ન ચોક્કસથી થાય કે ભારતમાં શિયાળામાં સૌથી વધુ લગ્ન શા માટે થાય છે ? આજે તમને તેના પાંચ મુખ્ય કારણ જણાવીએ. 

શુભ મુહૂર્ત 

ભારતીય સંસ્કૃતિમાં લગ્ન શુભ મુહૂર્ત જોઈને કરવાના હોય છે. લગ્ન માટેના શુભ મુહૂર્ત મોટા ભાગે નવેમ્બર ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં આવે છે. આ 3 મહિનામાં સૌથી વધારે લગ્નના મુહૂર્ત હોય છે. 

વાતાવરણ અનુકૂળ 

શિયાળાની ઋતુ લગ્ન માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે આ સમયે ગરમી અને વરસાદની ચિંતા રહેતી નથી. વાતાવરણમાં ઠંડક હોવાને કારણે ભારે કપડાં પહેરવામાં સરળતા રહે છે અને મેકઅપ પણ લાંબો સમય ટકી રહે છે 

આર્થિક સ્થિરતા 

ભારતમાં એક મોટો વર્ગ ખેતી પર નિર્ભર હોય છે. શિયાળા સુધીમાં ખરીફ પાકો ઉતરી ગયા હોય છે અને ખેડૂતો તેમજ તેમના પરિવારની આર્થિક સ્થિરતા વધી ચૂકી હોય છે જે લગ્નના ખર્ચને હેન્ડલ કરવામાં મદદ કરે છે. 

ખાવા પીવાનો આનંદ 

શિયાળાની ઋતુમાં ખાવા પીવાનો આનંદ બમણો થઈ જાય છે. આ ઋતુ એવી હોય છે જ્યારે મીઠાઈથી લઈને ફરસાણમાં અલગ અલગ ગરમાગરમ પકવાન પીરસી શકાય છે. ઠંડા વાતાવરણમાં ભોજનની વસ્તુ જલ્દી ખરાબ પણ થતી નથી. 

રજાઓ 

શિયાળાની ઋતુ દરમ્યાન સ્કૂલ કોલેજથી લઈને ઓફિસમાં પણ ઘણી બધી રજાઓ આવતી હોય છે. જેના કારણે પરિવાર સાથે સારી રીતે સમય પણ પસાર કરી શકાય છે અને લગ્ન માટે સરળતાથી સમય કાઢી શકાય છે. 

રોમેન્ટિક જીવન 

શિયાળાની ઋતુ કપલ લગ્ન માટે એટલે પણ પસંદ કરે છે કે આ વાતાવરણ કપલ્સ માટે પરફેક્ટ હોય છે. ઠંડક ભર્યું વાતાવરણ રોમેન્ટિક રિલેશનને આગળ વધારવા માટે અનુકૂળ હોય છે કપલ વિન્ટર હનીમૂનને એન્જોય કરવા માટે પણ આ સીઝનમાં લગ્ન કરતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news