Live In Relationship: સમાજમાં લગ્નને લઈને અલગ અલગ માન્યતા પ્રવર્તે છે. જેને સમય અને સંજોગ અનુસાર લોકો બદલે છે. પહેલાનો સમય હતો જ્યારે લગ્ન પહેલા યુવક અને યુવતી સાથે રહે તો તેને યોગ્ય ગણવામાં આવતું નહીં. પરંતુ હવે લિવ ઇન રિલેશનશિપ સામાન્ય વાત છે. એટલું જ નહીં કેટલાક પરિવારમાં તો માતા-પિતાની અનુમતિ સાથે બાળકો લગ્ન પહેલા સાથે સમય પસાર કરે છે. બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી ઝીનત અમાન પણ રિલેશનશિપની સલાહ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સંબંધમાં ખરેખર પ્રેમ છે પાર્ટનર તમારો કરે છે ઉપયોગ.. આ વાતો પરથી સમજો


72 વર્ષે અભિનેત્રી ઝીનત અમાન તેની બોલ્ડનેસના કારણે બોલીવુડમાં ફેમસ રહી છે. તાજેતરમાં જ એક મુલાકાત દરમિયાન તેણે યુગલને લગ્ન પહેલાં સાથે રહેવાની સલાહ આપી હતી. સાથે જ તેણે એમ પણ જણાવ્યું કે તેના બંને દીકરા લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. ઝીનત અમાને લગ્ન પહેલા સાથે રહેવાના કેટલાક એવા ફાયદા જણાવ્યા જેને કોઈ નકારી ન શકે. 


લગ્ન પહેલા સાથે રહેવું 


આ પણ વાંચો: આ આદતોને છોડી દેશો તો જ જીવનમાં થશો સફળ, વ્યક્તિની નિષ્ફળતાનું કારણ હોય આ આદતો


અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું કે તેના એક ચાહકે રિલેશનશિપ એડવાઈઝ માંગી હતી જેનો જવાબ આ છે. અભિનેત્રીએ જણાવ્યું કે જો તમે કોઈ રિલેશનશિપમાં હોય તો લગ્ન કરતા પહેલા પાર્ટનર સાથે રહેવું જરૂરી છે તે આ સલાહ તેના બંને દીકરાઓને પણ આપે છે. 


એકબીજાને સમજવું જરૂરી 


આ પણ વાંચો: કુંવારા છોકરાઓ શું કામ કરે છે પરણિત મહિલા સાથે અફેર ? કારણ જાણી લાગશે આંચકો


અભિનેત્રીએ જણાવ્યું કે લગ્ન પહેલા સાથે રહેવું સારો આઈડિયા છે. તેણે તેનું લોજીક આપતા જણાવ્યું કે બે લોકો લગ્ન કરીને પરિવારને પણ પોતાના સંબંધમાં જોડે તે પહેલા બે વ્યક્તિ એકબીજાને સારી રીતે સમજે તે જરૂરી છે. લગ્નનો નિર્ણય કરતા પહેલા પોતાના સંબંધનો ટેસ્ટ કરવો જરૂરી છે. 


લીવ ઇન રિલેશનશિપના ફાયદા 


આ પણ વાંચો: Relationship Mistakes: લોકો વારંવાર ઉઠાવતા હોય તમારો લાભ તો તુરંત બદલો આ 4 આદત


અભિનેત્રીએ લીવ ઇન રિલેશનશિપના ફાયદા જણાવતા કહ્યું કે, દિવસના થોડા કલાક સાથે રહેવું અને સારી રીતે રહેવું ખૂબ જ સરળ છે. પરંતુ લગ્ન જેવો નિર્ણય કરતા પહેલા એ સમજી લેવું જરૂરી છે કે શું તમે તમારું ટોયલેટ શેર કરી શકો છો ? એકબીજાના ખરાબ મૂડને હેન્ડલ કરી શકો છો ? બેડરૂમમાં રોમાન્સ છે ? શાંતિથી કોઈ વાતનો નિર્ણય લઈ શકો છો ? આવી નાની નાની ઘણી બાબતો છે જેને જાણ્યા પછી જ જીવનભર સાથે રહેવા લગ્ન કરવાનો નિર્ણય કરવો યોગ્ય ગણાય છે. 


આ પણ વાંચો: Relationship tips: પાર્ટનર તમારી પાછળ લટ્ટુ થઈ ફરશે, બસ કરો આ 3 કામ અને જુઓ જાદુ


સમાજ શું કહેશે ? 


સમાજ શું કહેશે તે વાત પર ઝીનત અમાને કહ્યું કે, સોસાયટીમાં લગ્ન પહેલા સાથે રહેવું પાપ ગણાય છે પરંતુ સૌથી પહેલા તો એ સમજો કે લોકોને કઈ વાતથી પ્રોબ્લેમ છે તેનાથી તમને શું ફરક પડે છે ? 


લગ્ન મહત્વનો અને મોટો નિર્ણય છે. તેથી લગ્નમાં બંધાતા પહેલા બે લોકો એકબીજા માટે કેટલા યોગ્ય છે તે ચેક કરવું જરૂરી છે. જોકે આ વાત જાણવા માટે લિવ ઈન રિલેશનશિપમાં રહેવું જ પડે તેવું પણ જરૂરી નથી. પરંતુ જો બે વ્યક્તિ પોતાની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લગ્ન પહેલાં થોડો સમય સાથે રહેવાનો નિર્ણય કરે છે તો તેમાં કાંઈ ખોટું નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)