One Sided Relationship: સંબંધમાં ખરેખર પ્રેમ છે પાર્ટનર તમારો કરે છે ઉપયોગ.. આ વાતો પરથી સમજો
One Sided Relationship: ઘણા રિલેશનશિપ એક તરફી પ્રેમ પર ટકેલા હોય છે. આવા સંબંધોમાં બંને વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતા નથી માત્ર એક વ્યક્તિ પોતાના પ્રેમથી તે સંબંધ ચલાવે છે. બીજી વ્યક્તિ સંબંધમાં પોતાની આર્થિક સુવિધા માટે જ હોય છે. તેવામાં પ્રશ્ન મનમાં એવો થાય કે કેવી રીતે જાણવું કે પાર્ટનર તમને પ્રેમ કરે છે કે માત્ર તમારો ઉપયોગ કરે છે?
Trending Photos
One Sided Relationship:રિલેશનશિપમાં ઘણી વખત એવું લાગે છે કે પાર્ટનર તમને પ્રેમ કરે છે પરંતુ ઘણા રિલેશનશિપ એક તરફી પ્રેમ પર ટકેલા હોય છે. આવા સંબંધોમાં બંને વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતા નથી માત્ર એક વ્યક્તિ પોતાના પ્રેમથી તે સંબંધ ચલાવે છે. બીજી વ્યક્તિ સંબંધમાં પોતાની આર્થિક સુવિધા માટે જ હોય છે. તેવામાં પ્રશ્ન મનમાં એવો થાય કે કેવી રીતે જાણવું કે પાર્ટનર તમને પ્રેમ કરે છે કે માત્ર તમારો ઉપયોગ કરે છે? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે. સંબંધમાં પાર્ટનર તમને પ્રેમ કરે છે કે પોતાની સુવિધા માટે તમારી સાથે છે તે તેની આદતો પરથી જાણી શકાય છે.
કામ પડે ત્યારે જ યાદ
જો તમારો પાર્ટનર તમને ત્યારે જ યાદ કરે જ્યારે કંઈ કામ પડે બાકી પોતાના કામમાં જ વ્યસ્ત રહે તો સમજી લેજો કે તે તમને પ્રેમ નથી કરતો ફક્ત ઉપયોગ કરે છે. જો આખો દિવસ નીકળી જાય પણ તમારો પાર્ટનર તમારા હાલ ચાલ પણ ન પૂછે તો સમજી લેજો કે સંબંધમાં એક તરફી પ્રેમ છે.
વાતચીત
જો તમારા પાર્ટનરને તમારી સાથે વાત કરવામાં રસ ન હોય તો સમજી લેજો કે સંબંધમાં કંઈક ગડબડ છે. તો પાર્ટનર ઓછું બોલાવાનો નેચર ધરાવતો હોય તો તેને વાત કરવામાં રસ ન હોય તેવું શક્ય બને. પરંતુ જો તે ફક્ત તમારી વાતને જ ન ધ્યાને લેતો સમજી લેવું કે સંબંધમાં એક તરફી પ્રેમ છે.
લાગણી ન હોવી
રિલેશનશિપનો મતલબ ફક્ત હરવું ફરવું જ ન હોય. રિલેશનશિપમાં એકબીજા પ્રત્યે ભાવનાત્મક સંબંધ પણ હોવા જરૂરી છે. જો તમારો પાર્ટનર તમારી લાગણીઓને ન સમજે અને તમારી જરૂરતને ન સમજે તો સમજી લો છો કે તે તમારી સાથે દિલથી નથી.
પેમેન્ટ તમારે કરવાના
જો તમારો પાર્ટનર તમને બહાર લઈ જાય શોપિંગ કરાવે પછી દર વખતે ખર્ચા તમારે ચુકવવાના હોય તો સમજી લેજો કે તમારો પાર્ટનર આર્થિક સુવિધા માટે તમારો લાભ ઉઠાવે છે. આ વાતો યુવક અને યુવતી બંને પર લાગુ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે