Secret For Stress Free Life: આપણા જીવનમાં અને સંબંધોમાં સૌથી મોટી સમસ્યા આપણા મગજમાં ચાલતા નકામા વિચારોના કારણે સર્જાતી હોય છે. ઘણા લોકોને તો વધારે પડતું અને નકામું વિચારવાની આદત પડી ગઈ હોય છે. તેઓ પોતે પણ આ સમસ્યાથી મુક્ત થવા માંગતા હોય છે. પરંતુ મગજના ખરાબ વિચારોને કંટ્રોલ કેવી રીતે કરવા અને તેને મગજમાંથી દૂર કેવી રીતે કરવા તે અંગે લોકો જાણતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો


ગણતરીના દિવસોમાં વર્ષ 2024 પૂરું થઈ જશે અને નવા વર્ષનો પ્રારંભ થશે. જો તમારે ખરા અર્થમાં વર્ષ 2025 માં જીવનની નવી શરૂઆત કરવી છે તો આજે તમને એક જોરદાર ટેકનિક વિશે જણાવીએ. જો તમે પણ આ ટેકનિકને અપનાવી લેશો તો તમે તમારા મગજમાં ચાલતા નકામા વિચારોને દૂર કરી શકશો અને જીવનનો ખરેખર આનંદ માણી શકશો. 


આ પણ વાંચો: પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો


બ્રેડ ડમ્પીંગ 


દરેક વ્યક્તિના મનમાં દિવસ દરમિયાન હજારો વિચારો આવતા હોય છે. પરંતુ તેમાંથી મોટાભાગના વિચારો નકામા અને ચિંતા કરાવે એવા હોય છે. મનમાં આવતા વિચારોને કંટ્રોલ નથી કરી શકાતા પરંતુ બ્રેડ ડમ્પીંગની મદદથી તમે તમારા વિચારો જે કોઈ જ કામના નથી તેને મગજમાંથી દૂર કરી શકો છો. ટૂંકમાં કહીએ તો તમે તમારા મગજમાંથી એવા વિચારોને દૂર કરી શકો છો જે તમને ચિંતા કરાવતા હોય. બ્રેન ડમ્પીંગ એવી ટેકનીક છે જેની મદદથી આ કામ થઈ શકે છે. બ્રેન ડમ્પીંગમાં કોઈ કાગળ કે ડિજિટલ નોટ પર તમારે બધા જ વિચારો લખવાના રહેશે. જે વિચારને કારણે તમને ચિંતા થતી હોય તે વિચારને પણ કાગળ પર લખો. જ્યારે તમે તમારા મનના વિચારો ને કોઈ વસ્તુ પર લખી લેશો તો મન હળવું થઈ જશે. 


આ પણ વાંચો: EX ઝડપથી Move ON થઈ જાય તો દુ:ખી ન રહો, મનની મુંજવણમાંથી દુર કરવા આ વાતો રાખો યાદ


કેવી રીતે કરવું બ્રેન ડમ્પીંગ ?


બ્રેન ડમ્પીંગ કરતાં પહેલાં સૌથી પહેલાં શાંત અને કમ્ફર્ટેબલ જગ્યા પર બેસો. ત્યાર પછી ડિજિટલ નોટ્સમાં કે કાગળ પર મનમાં ચાલતા નકામા વિચારો લખી કાઢો. ત્યાર પછી તમે લખેલી વાતો વાંચો અને જે કામ ખરેખર કરવાના છે તેના પર માર્ક કરો. સાથે જ જે વિચારો નકામા છે તેને દૂર કરી નાખો. જ્યારે તમે આ કામ કરશો તો જોશો કે મનમાં ચાલતા મોટાભાગના વિચારો નકામા છે આ વાત જાણીને જ તમારું મન શાંત થઈ જશે. 


આ પણ વાંચો: Parenting Tips: બાળક વાત ન માને તો શું કરવું? ટ્રાય કરો આ 5 રીત, દરેક વાત માનશે બાળક


બ્રેન ડમ્પીંગથી થતા ફાયદા 


- બ્રેન ડમ્પીંગ એટલે કે મનમાં ચાલતા વિચારોને લખી લેવાથી જે સમસ્યાઓ અને ચિંતાઓ હોય છે તે દૂર થાય છે અને મન શાંત થવા લાગે છે. 


- આ એવી ટેકનીક છે જેની મદદથી તમારા મનના વિચારો તમારી સામે કાગળ પર હશે તેથી તમે સરળતાથી નક્કી કરી શકશો કે આમાંથી કયું કામ કરવાનું છે અને કઈ બાબત વિશે ભૂલી જવાનું છે. 


આ પણ વાંચો: ફ્રેન્ડ્સ વિથ બેનિફીટ એટલે શું ? આ રિલેશનશીપમાં કપલે કઈ વાતોનું રાખવું ધ્યાન ?


- વિચારોને કાગળ પર લખી લેવાથી મહત્વના કામોને તમે પ્રાધાન્ય આપતા થશો અને તેના માટે યોજના બનાવવામાં પણ મદદ મળશે. 


- લખવાની આદત પાડવાથી રચનાત્મકતા વધશે. જે બાબતે સતત ચિંતા થતી હોય તે બાબત મનમાંથી દૂર થશે અને સમસ્યાનું સમાધાન પણ ઝડપથી મળવા લાગશે. 


- વિચારોને લખી લેવાથી બિનજરૂરી વસ્તુ પરથી ફોકસ હટાવી શકાય છે અને જરૂરી વસ્તુ પર ફોકસ સાથે કામ કરી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)