ખૂબ જ દર્દનાક છે આ યુવતીના હનીમૂનની કહાની... ફોટો જોઈને લોકો પણ થયા ભાવુક
Honeymoon Trip: હનીમૂલ માટે દરેક કપલ ઘણા સપના જોતા હોય છે. કેનેડામાં એક કપલને પણ એવું જ કર્યું, પરંતુ ત્યારબાદ જે થયું તેને જાણીને લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા, લૌરા મર્ફીએ તેમના હનીમૂનની તસવીરો શેર કરીને પૂરી કહાની જણાવી છે.
Couple on Honeymoon: કેનેડાની યુવતીએ તેમના હનીમૂનની કહાની સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે શેર કરી છે. લૌરા મર્ફી નામની યુવતીની કહાની સાંભળીને લોકોને આધાત લાગ્યો અને તેની હિંમતના વખાણ પણ કરી રહ્યા છે. લૌરા મર્ફીએ તેમના પાર્ટનર સાથે મળીને તેમના હનીમૂન માટે ઘણા સપના જોયા હતા. પરંતુ બાદમાં એવું થયું કે મર્ફીને એકલા જ જવું પડ્યું હતું.
મંગેતરનું થયું મૃત્યુ
લૌરા મર્ફીના હનીમૂનની કહાની ખૂબ જ દર્દનાક છે. લગ્નના એક મહિના પહેલા તેનો પાર્ટનર ડેવોનનું મૃત્યુ થયું હતું. તેના કારણે તેનું ભવ્ય લગ્ન અને હનીમૂન પર જવાનું સપનું અધૂરું રહી ગયું છે. જ્યારે કપલે તેમના હનીમૂન માટે ઘણા સમય પહેલા જ પ્લાન કરી લીધો હતો. TikTok પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લૌરા કહે છે કે, 'આ મારી જિંદગીનો આઘાત છે. અમે લગ્ન પહેલા હનીમૂન પ્લાન કર્યું હતું. ભાવિ પતિને લંડન ગમ્યું. પરંતુ હવે તે હનીમૂન પર જવા માટે મારી સાથે નથી.'
અહીં ભાડા પર મળી રહી છે ખૂબસૂરત પત્નીઓ! ટૂરિસ્ટમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર
એકલી ગઈ હનીમૂન પર
તેના ભાવિ પતિના મૃત્યુ પછી, મર્ફી તેની યાદમાં એકલી તેના હનીમૂન પર ગઈ હતી. મર્ફીએ તેના હનીમૂનના ફોટા શેર કર્યા છે, જેમાં તે એકલી મુસાફરી કરતી જોવા મળી રહી છે. મર્ફી કહે છે કે, 'દુઃખ તમને ખૂબ જ એકલા કરી દે છે. એટલા માટે મેં મારી મુસાફરી રેકોર્ડ કરવાનો નિર્ણય લીધો. કદાચ આ મને ડેવોન સાથે જોડવામાં મદદ કરશે જે હવે આ દુનિયામાંથી બહાર છે. આ વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લૌરાની વાર્તા સાંભળીને નેટીઝન્સ ભાવુક છે. સાથે જ તેને કહે છે કે તેનામાં ખૂબ જ હિંમત છે.