Chanakya Niti: ચાણક્ય નીતિ વિશે તો તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ જીવનના અનુભવો અને જ્ઞાનનો સંગ્રહ કર્યો છે. જેની મદદથી લોકો દુનિયામાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને ખુશ પણ રહી શકે છે. ચાણક્ય નીતિને સફળતાની ચાવી પણ કહેવામાં આવે છે. જો તેમાં જણાવેલી નીતિઓનું પાલન કરવામાં આવે તો વ્યક્તિને સફળ થતાં કોઈ અટકાવી શકતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...


આચાર્ય ચાણક્ય એ પોતાના જીવનના અનુભવોને પુસ્તક વડે લોકો સુધી પહોંચાડ્યું છે. ચાણક્ય નીતિમાં ફક્ત સફળતા માટેના જ નહીં પરંતુ લગ્નજીવનને ખુશહાલ રાખવાના રહસ્ય પણ જણાવ્યા છે. જીવનને ખુશહાલ કેવી રીતે બનાવવું તે પણ ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય એ કહ્યું છે કે ખુશહાલ દાંપત્યજીવન માટે લોકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ તો પતિઓ માટે એવું કહેવાયું છે કે જો લગ્ન પછી તેમણે ખુશ રહેવું હોય તો ચાર વાતોને પત્ની સાથે ક્યારેય શેર કરવી નહીં. 


પત્નીથી કઈ વાતો છુપાવવી ?


આ પણ વાંચો: Stress: વધારે પડતી ચિંતા કરવાની આદત સંબંધ ખરાબ કરે તે પહેલા આ રીતે મેનેજ કરો સ્ટ્રેસ


1. આચાર્ય ચાણક્ય અનુસાર પતિએ પોતાની નબળાઈ શું છે તે હંમેશા પત્નીથી છુપાવીને રાખવી જોઈએ. જો પત્નીને નબળાઈની ખબર પડી જાય તો તે પોતાનું કામ કઢાવવા માટે ફાયદો પણ ઉઠાવી શકે છે સાથે જ જો નબળાઈ સામે આવી જાય તો પરિવાર કે સમાજમાં અપમાનજનક સ્થિતિમાં પણ મુકાવું પડે છે. 


આ પણ વાંચો: કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો આવું રાખવું વર્તન, નહીં તો બની જશો અણગમતા મહેમાન


2. ચાણક્ય નીતિમાં જણાવાયું છે કે પતિએ ભૂલથી પણ પોતાની કમાણી કેટલી છે તે બધું જ પત્નીને ન જણાવું. સામાન્ય રીતે તો પત્ની બચત કરી લેતી હોય છે પરંતુ જો પતિની આવક વધારે છે તે વાત જાણી લે તો ઘણી વખત ખર્ચો કરવામાં કંટ્રોલ કરતી નથી જેના કારણે ખર્ચા કારણ વિના વધી શકે છે. 


3. દાન કરવું સૌથી મોટું પુણ્ય છે. દરેક વ્યક્તિએ સમયે સમયે યથાશક્તિ દાન કરવું જોઈએ. પરંતુ દાન હંમેશા ગુપ્ત રીતે કરવું. તમે શું દાન કરો છો અને ક્યારે કરો છો તે પત્નીને પણ જણાવવું નહીં. જો તમે પત્નીને પણ આ વાત જણાવો છો તો દાનનું મહત્વ સમાપ્ત થઈ જશે. 


આ પણ વાંચો: Relationship Tips: સાવ નજીકનું માણસ હોય તો પણ આ બાબતો પર ન ટોકવા ક્યારેય


4. માણસે પોતાના અપમાન કે ભૂલ વિશે પત્નીને ક્યારેય જણાવું નહીં. કારણ કે કોઈ પણ પત્ની પોતાના પતિનું અપમાન સહન કરતી નથી. અને તેના મનમાં બદલાની ભાવના ઉત્પન થાય છે જેના કારણે ઘણી વખત વિવાદ પણ થઈ જાય છે. તેથી પ્રયત્ન કરો કે કોઈ સાથે ઝઘડો થયો હોય કે અપમાનજનક સ્થિતિ સર્જાઈ હોય તો તેના વિશે પત્નીને જાણ ન થાય.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)