Chanakya Niti: આચાર્ય ચાણક્યએ મહિલાઓની ઉન્નતિ માટે અનેક વિચારો શેર કરેલા છે. આ વિચારોને જો યોગ્ય સમય પર યોગ્ય રીતે અમલમાં લાવવામાં આવે તો સફળતા જરૂર મળે છે. શાસ્ત્રોમાં તો સ્ત્રીને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. પરંતુ ચાણક્યએ જણાવ્યું છે કે મહિલાઓની સૌથી મોટી શક્તિ કઈ છે. એક શ્લોક દ્વારા ચાણક્યએ મહિલાઓ ઉપરાંત બ્રાહ્મણો, રાજા (લીડર)ની સૌથી મોટી તાકાતનો ઉલ્લેખ કરેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રહ્યો એ શ્લોક


बाहुवीर्यबलं राज्ञो ब्राह्मणो ब्रह्मविद् बली।


रूप-यौवन-माधुर्यं स्त्रीणां बलमनुत्तमम्।।


બ્રાહ્મણની શક્તિ
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ બ્રાહ્મણનું જ્ઞાન જ તેની સૌથી મોટી તાકાત અને પૂંજી છે. જેના દમ પર તે સમાજમાં પદ અને પ્રતિષ્ઠા મેળવી શકે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જ્ઞાન ફક્ત બ્રાહ્મણ જ નહીં પરંતુ દરેક વ્યક્તિની શક્તિ હોય છે. વિપરિત સંજોગોમાં જ્ઞાન જ એ શક્તિ છે જે સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. 


સ્ત્રીની સૌથી મોટી તાકાત
આચાર્ય ચાણક્ય કહે છે કે મહિલાઓ માટે તેમની સૌથી મોટી તાકાત છે મધુર વાણી. આ ઉપરાંત મહિલાઓના સૌંદર્યને પણ તેમની શક્તિ  ગણાવી છે. પરંતુ મધુર વાણી આગળ શારીરિક સુંદરતાને ઓછી આંકવામાં આવે છે, જે યોગ્ય છે. મધુર વાણીના દમ પર મહિલાઓ દરેકને પોતાના ચાહક બનાવી શકે છે. મધુર વાણી બોલતી સ્ત્રીનું દરેક જગ્યાએ સન્માન થાય છે. સ્ત્રીનો આ ગુણ તેનું માન વધારે છે અને આ શક્તિના દમ પર ઘરની અનેક પેઢીઓને સારા સંસ્કાર મળે છે. 


રાજાની તાકાત
રાજાનું લાંબા સમય સુધી સત્તામાં રહેવું તે તેના બાહુબળ પર નિર્ભર કરે છે. રાજાની પાસે તમામ મંત્રી-સંત્રી હોય છે પરંતુ આમ છતાં જો રાજા દુર્બળ હોય તો તે વધુ દિવસ સુધી રાજગાદી પર ટકી શકતો નથી. રાજા સ્વયં શક્તિશાળી હશે તો તે પોતાનું શાસન પણ યોગ્ય રીતે ચલાવી શકશે. લીડર તરીકે સમજો તો જ્યાં સુધી લીડર માનસિક અને શારિરીક રીતે મજબૂત નહીં હોય ત્યાં સુધી મેનેજમેન્ટ યોગ્ય નહીં રહે કે તેના રાજપાટની પ્રગતિ પણ થઈ શકશે નહીં. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube