Divorce: ડિવોર્સ પછી કપલે એકબીજા માટે ન કરવી ખરાબ વાતો, જાણો શા માટે ?
Mistakes After Divorce:ડિવોર્સ પછી પણ કપલ એકબીજાના સન્માનનું ધ્યાન રાખવું જોઈએ. પોતાના સંબંધોનું સન્માન મેળવવા માટે ડિવોર્સ પછી પણ દંપતિએ એકબીજાને લઈને ગોસેપ કરવી નહીં. એકબીજા માટેની ખરાબ વાતો શા માટે ન કરવી તેના કારણ જાણી લો.
Mistakes After Divorce: જ્યારે બે લોકો લગ્નના બંધનમાં બંધાય છે તો તે પોતાના પાર્ટનને જીવનભર સાથ નિભાવવાનો કમિટમેન્ટ આપે છે. પરંતુ કેટલાક કપલના સંબંધો નાજુક હોય છે અને નાનકડી ભૂલના કારણે પણ સંબંધ તૂટી જતા હોય છે. ઘણા કપલના લગ્ન થોડા સમયમાં જ ડિવોર્સ સુધી પહોંચી જાય છે. આવું તાજેતરમાં જ હાર્દિક પંડ્યા અને નતાશા સાથે જોવા મળ્યું. લગ્નના થોડા જ વર્ષમાં અલગ થઈ જવું તે દંપત્તિનો અંગત નિર્ણય હોય છે. જોકે ડિવોર્સ પછી પણ કપલ એકબીજાના સન્માનનું ધ્યાન રાખવું જોઈએ. પોતાના સંબંધોનું સન્માન મેળવવા માટે ડિવોર્સ પછી પણ દંપતિએ એકબીજાને લઈને ગોસેપ કરવી નહીં. એકબીજા માટેની ખરાબ વાતો શા માટે ન કરવી તેના કારણ જાણી લો.
આ પણ વાંચો: આ ફોટોમાં સૌથી પહેલા શું નોટિસ કર્યું ? તમારો જવાબ જણાવશે કેવી છે તમારી પર્સનાલિટી
અંગત બાબત
લગ્નજીવનની સમસ્યાઓ અને ડિવોર્સ એ કોઈપણ વ્યક્તિની અંગત બાબત છે. તેનાથી અન્ય વ્યક્તિને કોઈ જ ફરક પડતો નથી. લોકો બસ તમારી પાસે આવી ગોસિપ કરવા માટે જ સંબંધો વિશે ચર્ચા કરે છે. તેથી આ ભૂલ કરવી નહીં. ડિવોર્સ પછી પણ શક્ય હોય ત્યાં સુધી અંગત જીવનને અંગત જ રહેવા દો ડિવોર્સને લઈને બધા લોકો સાથે વાતચીત ન કરો.
આ પણ વાંચો: જે પતિ-પત્ની ભગવત ગીતાની આ 4 વાતોને સમજી લે તેના સંબંધોમાં ક્યારેય ન આવે સમસ્યા
ઈમોશનલ ડેમેજ
જ્યારે કોઈ વ્યક્તિ છુટાછેડાના દર્દમાંથી પસાર થતી હોય છે ત્યારે તે ઈમોશનલી સૌથી વધારે નબળી હોય છે. આવી સ્થિતિમાં શરૂ થઈ જાય તો વ્યક્તિને ઈમોશનલ ડેમેજનો સામનો કરવો પડે છે. શક્ય છે કે તમારી પાસેથી વાતો જાણીને લોકો અન્ય લોકોને શેર કરે તેનાથી ઘોષિત કરનારને તો કોઈ જ ફરક નહીં પડે પરંતુ જે બે વ્યક્તિ છૂટા પડવાની તકલીફ થવાની કરી રહ્યા છે તેમની તકલીફ વધી જશે.
આ પણ વાંચો: Extra Marital Affairs: શા માટે લગ્ન પછી બીજા પુરુષ સાથે લફરું કરે છે પરિણીત મહિલા ?
સાઈડ લેવાનું ચલણ
જો તમે ડિવોર્સને લઈને ચર્ચાઓ કરવા લાગશે તો તમારી વાતો સાંભળનાર વ્યક્તિ તમે જ વ્યક્તિને છો તે રીતે તમારો સાથ આપશે અને સામેની વ્યક્તિની ભૂલ કાઢશે અને તેના પર લાંછન લગાડશે. જોકે હકીકતમાં સંબંધ તૂટવા પાછળ બંને વ્યક્તિ જવાબદાર હોય છે તેથી કોઈ એક વ્યક્તિને બ્લેમ કરવું યોગ્ય નથી.
આ પણ વાંચો: Hardik-Natasa Divorce: માતા-પિતાના છૂટાછેડાની બાળક પર પડે કેવી અસર ?
કોઈ ફાયદો નથી
એ વાત સમજી લેવી જરૂરી છે કે ડિવોર્સ થયા પછી તમે સામેની વ્યક્તિને લઈને ગોસિપ કરશો તો પણ તેનો કોઈ જ ફાયદો નથી. સોશિયલ મીડિયા પર કે લોકોની સામે પણ તે વ્યક્તિની બુરાઈ કરવાથી સંબંધ ફરીથી જોડાશે નહીં અને તમારી જિંદગીમાં ફરક પણ નહીં આવે તેથી આ કામ કરવાથી બચવું.
આ પણ વાંચો: મનમાં નકારાત્મક વિચારો વધવા લાગે ત્યારે કરો આ કામ, 5 મિનિટમાં થઈ જશો હળવાફૂલ જેવા
મુવ ઓન કરવું મુશ્કેલ
ડિવોર્સ પછી પણ લગ્ન સંબંધને લઈને ગોસિપમાં જ પડ્યા રહેશો તો તમે પાસ્ટમાંથી બહાર આવી શકશો નહીં. લોકોને તો ગોસિપ જ કરવી હોય છે તેવામાં તમે જો ડિવોર્સને લઈને બધા પાસે ચરર્ચા કરતા રહેશો તો લોકો તો ગોસિપ કરીને જતા રહેશે પરંતુ તમે મુવ ઓન નહીં કરી શકો.