Extra Marital Affairs: શા માટે લગ્ન પછી પણ પરપુરુષ સાથે લફરું કરે છે પરિણીત મહિલા ? જાણો 4 મુખ્ય કારણ

Extra Marital Affairs: લગ્ન પછી પુરુષ કે સ્ત્રી કોઈએ એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાં પડવું જોઈએ નહીં. મોટાભાગની મહિલાઓ આ વાતને સમજતી પણ હોય છે તેમ છતાં ભૂલ કરી બેસે છે. પરિણીત મહિલાઓ પતિ અને બાળકોને ભૂલીને બીજા પુરુષના પ્રેમમાં કયા કારણથી પડે છે ચાલો તે પણ તમને જણાવીએ. 

Extra Marital Affairs: શા માટે લગ્ન પછી પણ પરપુરુષ સાથે લફરું કરે છે પરિણીત મહિલા ? જાણો 4 મુખ્ય કારણ

Extra Marital Affairs: પતિ પત્નીના સંબંધને ભારતીય સમાજમાં પ્રેમ અને વિશ્વાસનો પર્યાય કહેવામાં આવે છે. પ્રેમ અને વિશ્વાસના આધારે જ પતિ પત્ની જીવનભર એકબીજાનો સાથ નિભાવે છે. પરંતુ કેટલાક લગ્ન જીવનમાં પતિ પત્નીને લગ્નના થોડા સમય પછી એકબીજામાં રસ રહેતો નથી. તો વળી લગ્ન જીવનમાં આવતા ઉતાર ચઢાવ દરમિયાન પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થઈ જાય છે. જ્યારે પતિ પત્નીના સંબંધોમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય તો એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકોને લાગે છે કે સૌથી વધુ એક્સ્ટ્રા મેરિટલ અફેર પરિણીત પુરુષો જ કરતા હોય છે પરંતુ એક્સ્ટ્રા મેરિટલ અફેરની બાબતમાં મહિલાઓ પણ પાછળ નથી. લગ્ન પછી કેટલાક કારણોને લીધે પરિણીત મહિલાઓ પણ પતિને દગો આપે છે અને પર પુરુષ સાથે અફેર ચલાવે છે. 

એક્સ્ટ્રા મેરિટલ અફેર પુરુષ કરે કે મહિલા તે લગ્નજીવનને બરબાદ કરે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર ફક્ત પતિ પત્નીના સંબંધોને જ નહીં પરંતુ પરિવારને પણ વેરવિખેર કરી નાખે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે બાળકો પર પણ અસર પડે છે. લગ્ન પછી પુરુષ કે સ્ત્રી કોઈએ એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાં પડવું જોઈએ નહીં. મોટાભાગની મહિલાઓ આ વાતને સમજતી પણ હોય છે તેમ છતાં ભૂલ કરી બેસે છે. પરિણીત મહિલાઓ પતિ અને બાળકોને ભૂલીને બીજા પુરુષના પ્રેમમાં કયા કારણથી પડે છે ચાલો તે પણ તમને જણાવીએ. 

એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણો 

ઈમોશનલ સપોર્ટનો અભાવ 

એક શોધ અનુસાર 28% મહિલાઓના અફેર ત્યારે થાય છે જ્યારે તેને પતિ તરફથી ઈમોશનલ સપોર્ટ મળતો નથી. પતિ તરફથી સપોર્ટ ન મળતો હોય તેવામાં જો ત્રીજી વ્યક્તિ મહિલાને ઈમોશનલી સપોર્ટ કરવા લાગે તો તે પુરુષ તરફ આકર્ષિત થઈ જાય છે. 

સ્વભાવમાં પરિવર્તન 

લગ્ન પછી પતિ પર ઘર અને બાળકોની જવાબદારી વધી જાય છે. આ કારણે ઘણા પુરુષોનો સ્વભાવ પહેલા જેવો રોમેન્ટિક રહેતો નથી. લગ્નની શરૂઆતમાં જે રોમાન્સ હોય તે પતિ પત્ની વચ્ચે ધીરે ધીરે ઘટી જાય છે. ઘણી વખત પુરુષ પત્નીને સમય પણ આપી શકતા નથી આવી સ્થિતિમાં મહિલાઓ બીજા પુરુષ તરફ આકર્ષિત થઈ જતી હોય છે. 

શારીરિક સુખનો અભાવ 

40 વર્ષ પછી પરિણીત મહિલાના એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થવા પાછળ મુખ્ય કારણ શારીરિક સુખનો અભાવ હોય છે. વધતી ઉંમરે જ્યારે પાર્ટનર તરફથી મહિલાને શારીરિક સુખ મળતું ઓછું થઈ જાય છે આવી સ્થિતિમાં જો અન્ય કોઈ તેની નજીક આવે તો તે ઝડપથી તેની તરફ આકર્ષિત થઈ શકે છે. 

ઘરની પરેશાનીઓ 

જો ઘરમાં રોજ પતિ સાથે લડાઈ ઝઘડા થતા હોય કે પરિવારમાં પણ માથાકૂટ રહેતી હોય તો મહિલાઓ ઘરેલુ સમસ્યાથી અને સ્ટ્રેસથી કંટાળી ઘરની બહાર પ્રેમ શોધવા લાગે છે. આવી સ્થિતિમાં જો તેની નજીક કોઈ આવે અને તેને પ્રેમ આપે તો તે ઝડપથી આકર્ષિત થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news