Married Life: લગ્ન જીવનમાં પ્રેમ, ખુશીઓ અને વિશ્વાસ ભરપુર હોય છે. પરંતુ કેટલીક વખત સુખી લગ્નજીવનમાં પણ ઉતાર ચઢાવ આવે છે. મુશ્કેલી ભર્યા સમયમાં સંબંધ નબળો પડી શકે છે. આવી સ્થિતિમાં ચિંતા કરવાની બદલે થોડા પ્રયત્નો કરવા જોઈએ. લગ્નજીવનમાં ચાલતા મુશ્કેલ સમયને પાર કરવો પણ સરળ છે. મુશ્કેલ સમયમાં દરેક કપલે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ બાબતોને ધ્યાનમાં રાખશો તો લગ્નજીવનનો મુશ્કેલ સમય પણ પાર પડી જશે અને સંબંધ પહેલા કરતા પણ વધારે મજબૂત બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઘર કી મુરગી દાલ બરાબર જેવું છે તમારે પણ? આ રીતે પાર્ટનરના જીવનમાં વધારો તમારું મહત્વ


એકબીજા સાથે દિલની વાત કરો 


દરેક વ્યક્તિને સારો અને ખરાબ બંને પ્રકારનો સમય જોવો પડે છે. પરંતુ તેની અસર સંબંધ પર થવા લાગે તો એકબીજા સાથે વાતચીત કરો. ઘણી વખત લગ્નજીવનની સમસ્યાઓ એટલા માટે વધતી હોય છે કે પાર્ટનર એકબીજા સાથે ખુલીને વાત કરતા નથી અને મનમાં રહેલી સમસ્યાઓ દૂર થતી નથી. તેથી જીવનમાં કોઈ તકલીફ હોય તો એકબીજા સાથે એ બાબતે ચર્ચા કરી લો. 


આ પણ વાંચો: I Love You.. કહેવાની જરૂર નહીં પડે, બસ આ 4 કામ કરો, પાર્ટનર સમજી જાશે તમારા પ્રેમને


સમસ્યાનું નિવારણ લાવો તેને ટાળો નહીં 


સમસ્યાઓનો સામનો કરવો જ એકમાત્ર ઉપાય છે. પરંતુ જ્યારે તમે કોઈ સમસ્યાથી દૂર ભાગવાના પ્રયત્ન કરો છો તો તેનાથી જીવનમાં અશાંતિ ઊભી થાય છે. કોઈપણ પરિસ્થિતિથી ભાગવાથી તેનું નિરાકરણ નથી આવતું. એકબીજા પર આરોપ લગાવવાથી પણ સમસ્યાનું સમાધાન નહીં આવે. એના માટે બંનેએ સાથે મળીને પ્રયત્ન કરવા પડશે. 


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડને કરવી હોય ઈંપ્રેસ તો આ 4 વાતનું રાખવું ધ્યાન, તમારા પર થઈ જાશે લટ્ટુ


એકબીજાનું સન્માન કરો 


લગ્ન જીવનમાં સન્માન ખૂબ જ જરૂરી છે. ખાસ તો પોતાના જીવનસાથીની પસંદ નાપસંદનું ધ્યાન રાખવું અને તેના નિર્ણયનો આદર કરવો. શક્ય છે કે એક વસ્તુ પર તમારા બંનેના વિચાર અલગ હોય તેથી એકબીજાને બંનેના વિચારનું સન્માન કરવું જોઈએ. 


આ પણ વાંચો: દરેક વ્યક્તિને ખુશ કરવા જશો તો પોતે રહેશો દુ:ખી, આ 4 ટીપ્સ ફોલો કરી બદલી દો સ્વભાવ


સાથે સમય પસાર કરો 


આજની વ્યસ્ત જીવનશૈલીમાં કપલ એકબીજાને પણ સમય આપી શકતા નથી જેના કારણે ધીરે-ધીરે સંબંધોમાં પણ અંતર વધી જાય છે. લગ્નજીવનમાં સમયના અભાવના કારણે જ સમસ્યાઓ થતી હોય તો તમારા બીજી શિડ્યુલમાંથી પણ થોડો સમય પાર્ટનર માટે કાઢો. આ સમય દરમિયાન મોબાઈલને પણ સાઈડમાં રાખો અને પાર્ટનર સાથે શાંતિથી સમય પસાર કરો. જીવનની મોટાભાગની સમસ્યાઓ અને ફરિયાદો દૂર થઈ જશે.