People Pleasing: દરેક વ્યક્તિને ખુશ કરવા જશો તો પોતે રહેશો દુ:ખી, આ 4 ટીપ્સ ફોલો કરી બદલી દો સ્વભાવ
People Pleasing: બીજા લોકોને ખુશ કરવા માટે દિવસ રાત એક કરતાં લોકો પોતે પરેશાન રહેતા હોય છે. આવા લોકોનો સ્વભાવ જ હોય છે કે તે ઘરના દરેક વ્યક્તિને ખુશ કરવા અને રાજી રાખવા પોતે એડજસ્ટ કરતા રહે છે. આ આદત બીજાને તો સારી લાગે છે પરંતુ જે વ્યક્તિ આવો સ્વભાવ ધરાવે છે તે ખુશ હોતી નથી.
Trending Photos
People Pleasing:પીપલ પ્લીઝિંગ એટલે કે બીજા લોકોને ખુશ કરવા માટે દિવસ રાત એક કરતાં લોકો પોતે પરેશાન રહેતા હોય છે. આવા લોકોનો સ્વભાવ જ હોય છે કે તે ઘરના દરેક વ્યક્તિને ખુશ કરવા અને રાજી રાખવા પોતે એડજસ્ટ કરતા રહે છે. આ આદત બીજાને તો સારી લાગે છે પરંતુ જે વ્યક્તિ આવો સ્વભાવ ધરાવે છે તે ખુશ હોતી નથી.
મોટાભાગે એવું જોવા મળે છે કે બીજાને ખુશ કરવાના પ્રયત્નો કરતા વ્યક્તિ પોતે દુઃખી અને પરેશાન રહે છે. આવા લોકો બીજાને હર્ટ ન થાય તે માટે ઘણી બધી બાબતોમાં એડજસ્ટ કરતા હોય છે. લાંબા સમય સુધી જો આ સ્થિતિ રહે તો વ્યક્તિ માનસિક રીતે બીમાર બની શકે છે. પરંતુ નાનપણથી જ જેનો સ્વભાવ આવો હોય તેઓ ઝડપથી સ્વભાવમાં પરિવર્તન કરી શકતા નથી.
આજે તમને ચાર એવી સરળ ટિપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો તમે સરળતાથી જ પોતાનો સ્વભાવ બદલી શકશો અને બીજાને ખુશ કરવાને બદલે પોતાની ખુશી પર ધ્યાન આપવાની શરૂઆત કરશો.
ના કહેતા શીખો
બીજાને ખરાબ ન લાગે તેના ચક્કરમાં ઘણી વખત લોકો તેમની મદદ કરવાની કે કામ કરવાની ના કહી શકતા નથી. કોઈપણ કામ કરવા માટે તત્પર રહે છે. પરંતુ જો તમે ના કહેવાની આદત પાડશો તો જ પીપલ પ્લીઝ સ્વભાવમાંથી બહાર નીકળી શકો છો. શરૂઆતમાં આ કામ મુશ્કેલ લાગશે પરંતુ જો એક વખત તમે આ કામ કરી લીધું તો મેન્ટલ હેલ્થ સુધારવા લાગશે.
પોતાની પ્રાયોરિટી સમજો
બીજાને ખુશ કરવાના ચક્કરમાં પોતાની પ્રાયોરિટીને ક્યારેય ઇગ્નોર કરવી નહીં. આવું કરશો તો લોકો તમારો લાભ લેવા લાગશે. તેથી પોતાની જરૂરિયાતો, પોતાની પ્રાયરિટીને મહત્વ આપો. આવું કરવાથી તમે સ્વાર્થી નહીં બની જાઓ પરંતુ પીપલ પ્લીઝરનું ટેગ હટી જશે.
મર્યાદા નક્કી કરો
જો બીજાને ખુશ કરવાના ચક્કરમાં તમને ન ગમતા કામ તમે લાંબા સમય સુધી કરો છો તો તમે અંદરને અંદર ક્રોધિત સ્વભાવના થઈ જાવ છો. આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થાય છે અને તે તમને પણ નુકસાન કરે છે. તેથી બીજાને ખુશ કરવા માટે એવા કામ ન કરો જે તમને ગમતા નથી. પોતાના કામની મર્યાદા નક્કી કરી લો. તે મર્યાદાથી આગળ વધીને કોઈની મદદ કરવી નહીં.
દરેકને ખુશ કરવા શક્ય જ નથી
આ વાતને સારી રીતે સમજી મગજમાં ઉતારી લો. તમે લાખ પ્રયત્ન કરશો તેમ છતાં સામેની વ્યક્તિને ખુશ રાખવી શક્ય નથી. કારણકે સામેના વ્યક્તિની જરૂરિયાતો અને માંગ પૂરી થવાની જ નથી. તમે ક્યારેય કોઈને સો ટકા ખુશ કરી શકતા નથી. તો પછી તે વાતને લઈને તમારે દુઃખી રહેવાની જરૂર નથી. તમે તમારી ખુશીઓને સાઈડમાં રાખીને બીજાને ખુશ કરવા જશો તો તે તમને પણ અંતે નુકસાન જ કરશે. તેથી આ વાતને ધ્યાનમાં રાખીને પોતાની ખુશીઓ સાથે સમજૂતી કરવાનું બંધ કરી દો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે