Personality Development: જો તમે પણ વ્યવસ્થિત દિનચર્યા ફોલો કરવા માંગો છો અને પર્સનાલિટી પણ ડેવલપ કરવા માંગો છો તો બે વસ્તુ ખૂબ જ મહત્વની છે. પહેલી કે નિયમિત આઠ કલાકની ઊંઘ લેવાની શરૂઆત કરો. સારી ઊંઘ કરવી ખૂબ જ જરૂરી છે. અપૂરતી ઊંઘની અસર દિનચર્યા અને વ્યક્તિત્વ પર પણ થાય છે. પર્સનાલિટીને સુધારવી હોય તો બીજી વસ્તુ મહત્વની છે બેડ ટાઈમ હેબિટસ. એટલે કે સુતા પહેલાની આદતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Relationship Tips: જો પાર્ટનરમાં હોય આ 7 આદતો, તો લગ્ન કરતા પહેલા 100 વખત વિચારજો


સુતા પહેલા તમે શું કરો છો તેની અસર ઊંઘ પર પણ થાય છે અને બીજા દિવસ પર પણ થાય છે. આજે તમને કેટલીક હેલ્ધી બેડ ટાઈમ પ્રેક્ટિસ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો ઊંઘ પણ સારી આવશે અને તમારી પર્સનાલિટી પણ સુધરશે. 


સુતા પહેલા કરવા આ 4 કામ 


આ પણ વાંચો: બોલિવૂડના આ ટોચના હીરો છેતરી ચુક્યા છે પત્નીને, લફરાંના કારણે એક હીરોનુ ભાંગ્યું ઘર


1. સુતા પહેલા લખવાની શરૂઆત કરો. દિવસ દરમિયાન તમારી સાથે જે પણ સારું અને ખરાબ થયું હોય તેની નોંધ કરો. જે પણ સારું થયું હોય તે તમને બીજા દિવસ માટે પોઝિટિવ રહેવામાં મદદ કરશે અને જે નેગેટિવ હોય તેને સુધારવાનો પ્રયત્ન કરો. આ પ્રેક્ટિસ રોજ કરવાથી તે મારી પર્સનાલિટીમાં ફેરફાર થવાની શરૂઆત થશે. 


2. સુવાનો ટાઈમ નક્કી કરી લો. જો તમે સૂવાનો ટાઈમ નક્કી કરી લેશો તો રોજ તમને ગાઢ ઊંઘ આવશે. સાથે જ તમે બીજા દિવસે તાજગીથી ભરપૂર અનુભવ કરશો. આ રૂટીન ફોલો કરવાથી તમે પંક્ચુઅલ બનશો જે સારી પર્સનાલિટીનો ગુણ હોય છે. 


આ પણ વાંચો: મિત્ર પાસેથી રિલેશનશીપ ટીપ્સ લેવી જીવનની સૌથી મોટી ભુલ, જાણો શા માટે ?


3. ઘણા લોકોને સુતા પહેલા ખાવા પીવાની આદત હોય છે. આવી આદત બદલવી જોઈએ. સુવાના લગભગ બે કલાક પહેલા કંઈ પણ ખાવું નહીં. કંઈ પણ વસ્તુ ખાય પી ને તુરંત સુઈ જવાથી પાચન સંબંધિત સમસ્યા થાય છે. 


4. સુવાના એક કલાક પહેલા ફોન કે ટીવી થી દૂર રહો. આ બંને વસ્તુ ઊંઘને પ્રભાવિત કરે છે. સૌથી બેસ્ટ રહે છે કે તમે સુતા પહેલા પુસ્તક વાંચવાનો શરૂ કરો. તેનાથી ઊંઘ પણ આવશે અને તમારી વિચારવાની શક્તિ પણ વધશે.
 
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)