Extra Marital Affairs: બોલિવૂડના આ 5 ટોચના હીરો અફેર કરી છેતરી ચુક્યા છે પત્નીને, લફરાંના કારણે એક હીરોનુ ભાંગ્યું ઘર

Bollywood Stars Extra Marital Affairs: ફિલ્મોમાં તો તમે જોયું જ હશે કે પ્રેમમાં લોકો બધી જ હદ પાર કરી લેતા હોય છે. પરંતુ ફિલ્મોમાં અભિનય કરતાં કેટલાક હીરો આ કામ હકીકતમાં કરી ચુક્યા છે. આજના સમયમાં જે અભિનેતાઓનું નામ ટોચના હીરોની યાદીમાં આવે છે તે કલાકારો પણ પોતાની પત્નીઓને છેતરી ચુક્યા છે. જ્યારે આ અભિનેતાઓના અફેર્સની વાત સામે આવી ત્યારે રીતસર ખળભળાટ મચી ગયો હતો. જો કે આ કલાકારોમાંથી અફેરના કારણે ફક્ત એકનું ઘર ભાંગ્યું છે. બાકીના કલાકારોની પત્નીઓએ તેના અફેર ભુલી લગ્નજીવનને તુટતા બચાવી લીધું છે.

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા

1/6
image

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડાનું નામ આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે. જ્યારે તેમના અફેરની ખબરો સામે આવી તો લોકોને પણ આશ્ચર્ય થયું હતું. ફિલ્મ ડોનમાં સાથે કામ કર્યા પછી પ્રિયંકા અને શાહરૂખ એકબીજાની નજીક આવી ગયા હતા. પ્રિયંકા ચોપડાના કરિયર પર પણ પડી હતી. 

ઋત્વિક રોશન-કંગના રનૌત

2/6
image

ફિલ્મ ક્રિષ 3 ના શૂટિંગ દરમિયાન ઋત્વિક રોશન અને કંગના રનૌત વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. આ વાતની ખબર સુજેન ખાનને પડતા તેને ઋત્વિક રોશનને ડિવોર્સ આપી દીધા. ત્યાર પછી કંગના અને ઋત્વિક વચ્ચેની લવ સ્ટોરી પણ ખૂબ ચર્ચામાં અને વિવાદમાં રહી.

અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા 

3/6
image

પ્રિયંકા ચોપડાનું નામ અક્ષય કુમાર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. અક્ષય અને પ્રિયંકાનું અફેર 2003માં સામે આવ્યું હતું. બંનેએ એક પછી એક ત્રણ ફિલ્મો સાથે સાઇન કરી લીધી હતી. તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ટ્વિંકલને પરેશાન કરવા લાગી અને પછી અક્ષય અને પ્રિયંકાએ સાથે કામ કરવાનું બંધ કરી એકબીજાથી દૂર રહેવાનું શરૂ કર્યું. 

અમિતાભ બચ્ચન અને રેખા 

4/6
image

લવસ્ટોરીની વાત આવે અને આ જોડીનું નામ ન આવે એવું તો શક્ય જ નથી.. બોલીવુડમાં સૌથી લોકપ્રિય જોડી અમિતાભ બચ્ચન અને રેખાની હતી. જોકે બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીની સાથે ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી પણ જોરદાર હતી. જયા બચ્ચન સાથે લગ્ન પછી પણ અમિતાભ બચ્ચન રેખાને ભૂલી શક્યા નહીં અને તેમની વચ્ચે અફેરની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી. 

ડિમ્પલ કાપડિયા અને સની દેઓલ

5/6
image

સની દેઓલના લગ્ન પૂજા દેઓલ સાથે થઈ ગયા હતા પરંતુ તેમ છતાં તેને ડિમ્પલ કાપડિયા સાથે પ્રેમ થઈ ગયો. તે સમયે ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના અલગ થઈ ચૂક્યા હતા. પરંતુ પરિણિત સની દેઓલ એ વર્ષો સુધી ડિમ્પલ કપાડિયા સાથે સંબંધ રાખ્યા હતા.

6/6
image