Divorce: ડિવોર્સનો નિર્ણય લેતા પહેલા કરો આ 5 કામ, દાંપત્યજીવન થઈ શકે છે ખુશહાલ, સુધરી જશે સંબંધ
Divorce: ડિવોર્સનો નિર્ણય કોઈપણ કપલ માટે સરળ નથી હોતો. આ સ્થિતિ સંબંધોનો સૌથી મુશ્કેલ સમય હોય છે. પરંતુ આ હદ સુધી ખરાબ થયેલા સંબંધોને પણ સુધારી શકાય છે. આ 5 વાતોને અપનાવીને તમે સંબંધને મજબૂત બનાવી શકો છો.
Divorce: ડિવોર્સનો નિર્ણય કોઈપણ કપલ માટે સરળ નથી હોતો. આ એવો સમય હોય છે જ્યારે લાગણી નિરાશા અને ચિંતા એક સાથે આવે છે. તાજેતરમાં જ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના ડિવોર્સની ચર્ચાઓ જોરશોર થી થઈ રહી છે. બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધા છે. ક્રિકેટર યુઝવેન્દ્રએ સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરીને કેટલીક વાતો પણ કહી છે. જોકે ડિવોર્સનો અંતિમ નિર્ણય લેતા પહેલા જો કપલ કેટલીક સરળ વાતોને પણ અપનાવે તો સંબંધ ફરીથી સુધરી શકે છે. તો ચાલો તમને જણાવીએ ડિવોર્સ સુધી પહોંચેલી વાતને કેવી રીતે સુધારવી.
આ પણ વાંચો: Bed Time Mistakes: સંબંધ બનાવતી વખતે મોટાભાગની મહિલાઓ કરે છે આ 5 ભુલ, તુરંત બદલો આદત
એકબીજા સાથે મુક્ત મને વાત કરો
મોટાભાગની સમસ્યાઓ એવી હોય છે જે ગેરસમજના કારણે ઊભી થઈ હોય છે. તમે ડિવોર્સ લેવાનું નક્કી કરી લો છો તે પહેલા પોતાના પાર્ટનર સાથે બેસીને શાંતિથી બધા જ મુદ્દા પર ચર્ચા કરો. શક્ય છે કે આ ચર્ચા દરમિયાન તમારા પ્રશ્નોનું સમાધાન થઈ જાય.
કાઉન્સેલિંગ કરો
જો તમે બંને એકબીજા સાથે વાત કરવામાં અસહજ અનુભવતા હોય તો રિલેશનશિપ એક્સપર્ટ અથવા તો નજીકના કોઈ વ્યક્તિને વચ્ચે રાખીને વાતચીત કરો. આ રીતે વાત કરવાથી સંબંધને ફરીથી એક નવી દિશા મળી શકે છે.
આ પણ વાંચો: હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
એકબીજાના દ્રષ્ટિકોણને સમજો
છુટાછેડા લેતા પહેલા પોતાના પાર્ટનરના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરો. એ સમજવું જરૂરી છે કે તેના જીવનમાં અને લાગણીમાં શું ચાલી રહ્યું છે. જો તમે સામેના પક્ષનો વિચાર કરશો તો તમારા વિચાર પણ બદલી જશે.
થોડો સમય અલગ રહો
સતત થતા ઝઘડાથી બચવા માટે થોડો સમય એકબીજાથી બ્રેક લો. જ્યારે તમે એકબીજાથી થોડો સમય માટે અલગ રહેશો તો ખરેખર વિચારી શકશો અને સમજી શકશો કે સંબંધ પૂરો કરી દેવાની જરૂર છે કે એક તક આપવાથી સંબંધ સુધરી શકે એમ છે.
આ પણ વાંચો: Relationship Tips: લગ્નજીવનને બર્બાદ કરે છે આ 5 બિહેવિયર, સંબંધો માટે છે રેડ ફ્લૈગ
યાદોને તાજી કરો
લગ્ન પછી તમે જે ક્ષણ એકબીજાની સાથે ખુશી ખુશી પસાર કરી હોય તે ક્ષણને યાદ કરો. એકબીજાને ફરીથી એ પ્રેમનો અનુભવ કરાવો. ડિવોર્સનો નિર્ણય લેતા પહેલા આ કામ કરવું જરૂરી છે જેથી તમે તમારા સંબંધને બચાવી શકો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)