Bed Time Mistakes: સંબંધ બનાવતી વખતે મોટાભાગની મહિલાઓ કરે છે આ 5 ભુલ, તુરંત બદલવી આ આદત

Mistakes Women make in Bed: પાર્ટનર સાથે ઈંટીમેટ થતી વખતે મોટાભાગની મહિલાઓ કેટલીક ભુલ કરે છે જેના કારણે તેમની સેક્સુઅલ લાઈફ ધીરેધીરે ખરાબ થવા લાગે છે. આજે તમને આ ભુલો વિશે જણાવીએ. 

Bed Time Mistakes: સંબંધ બનાવતી વખતે મોટાભાગની મહિલાઓ કરે છે આ 5 ભુલ, તુરંત બદલવી આ આદત

Mistakes Women make in Bed: ખુશહાલ લગ્નજીવન માટે પતિ અને પત્ની બંન્નેની ઈમોશનલ અને ફિઝિકલ નીડ પુરી થાય તે જરૂરી હોય છે. કપલ્સ વચ્ચે ફિઝિકલ ઈંટિમસી જેટલી સારી હોય તેમનો સંબંધ પણ એટલો જ ખાસ બની જાય છે. જો વાત મહિલાઓની કરીએ તો પાર્ટનર સાથે બેડ પર પસાર કરેલી દરેક ક્ષણ સ્ત્રી માટે ખાસ હોય છે. પરંતુ મોટાભાગે મહિલાઓ જ ઈંટિમસી દરમિયાન કેટલીક ભુલો કરે છે જેના કારણે તેમની સેક્સુઅલ લાઈફ પર પણ ધીરેધીરે અસર થવા લાગે છે. આજે તમને આવી ભુલો વિશે જણાવીએ. 

શરીરની બનાવટ પર ધ્યાન આપવું

ઘણીવાર મહિલાઓ પોતાના શરીરને લઈને નેગેટિવ થઈ જાય છે. તેના મનમાં ઈંટિમસી દરમિયાન સતત વિચારો આવતા રહે છે કે તેનો પાર્ટનર તેના શરીર, અંગ, રંગ અને સ્મેલ વિશે શું વિચારતો હશે. આ વિચારના કારણે તે અંગત પળોને બરાબર માણી પણ શકતી નથી. 

ફેક ઓર્ગેઝમ

ઘણી મહિલાઓ આવું કરે છે. સેક્સુઅલ પ્લેઝર માણવું પતિ માટે જરૂરી હોય છે એટલું જ જરૂરી પત્ની માટે પણ હોય છે. અને જો તેને માણવું હોય તો ક્યારેય ફેક ઓર્ગેઝ્મ શો ન કરો. જે તમને લાગે છે તે જ વ્યક્ત કરો. પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરો. 

લુબ્રિકેંટ ન વાપરવું

ઘણી મહિલાઓ માટે સેક્સુઅલ એક્ટિવિટી પેઈનફુલ હોય છે. તેમને લગ્નના વર્ષો પછી પણ દુખાવો થાય છે. આવું વજાઈનલ ડ્રાયનેસના કારણે થાય છે. તેમ છતા મહિલાઓ પાર્ટનર સાથે આ અંગે વાત કરીને લુબ્રિકેંટ વાપરવાથી ડરે છે. આ ભુલ કરવી જોઈએ નહીં.

પાર્ટનરની હા માં હા

મોટાભાગની મહિલાઓ સેક્સને લઈને પોતાની પસંદ નાપસંદને મહત્વ આપતી નથી. તે પોતાના પાર્ટનરની હા માં હા કરે છે. આ અંગે વાત કરવામાં પણ મહિલાઓ સંકોચ અનુભવે છે. સેક્સુઅલ ઈંટિમસી દરમિયાન જરૂરી છે કે તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો અને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરો. 

સામેથી એફર્ટ ન કરવા

ઘણી મહિલાઓના મનમાં ધારણા હોય છે કે સેક્સ દરમિયાન ફક્ત પુરુષોએ જ બધું કરવાનું હોય છે. પરંતુ મહિલાઓ પણ સામેથી એફર્ટ કરે તે જરૂરી છે. સ્પેશિયલ મોમેંટ ક્રિએટ કરવી, સ્પેશિયલ કપડા પહેરવા, પ્રેમ વ્યક્ત કરવો, વાત કરવી જેવા કામ મહિલાઓએ પણ કરવા જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news