Trust Issues: કોઈપણ સંબંધ હોય તેમાં વિશ્વાસ સૌથી વધારે જરૂરી હોય છે. ખાસ કરીને પ્રેમ સંબંધમાં એકબીજા પર વિશ્વાસ ન હોય તો સંબંધ તકતા નથી. લગ્નજીવનમાં પણ જો પતિ પત્નીને એકબીજા પર વિશ્વાસ ન હોય તો સંબંધ જોખમમાં મુકાઈ જાય છે. વિશ્વાસનો અભાવ હોય તો પ્રેમ પણ ધીરે ધીરે ગાયબ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંબંધો ને મજબૂત બનાવવા હોય તો વિશ્વાસ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે. જોકે ઘણા પતિ-પત્ની એકબીજાને લઈને એટલા સંવેદનશીલ હોય છે કે તેમને નાની મોટી વાતમાં પણ શંકા જતી હોય છે. આવી સ્થિતિમાં પાર્ટનર નો વિશ્વાસ જીતવા માટે તમે કેટલાક કામ કરી શકો છો. જો બે માંથી કોઈ એક પાર્ટનરને પણ સંબંધોને લઈને શંકા રહેતી હોય તો વિશ્વાસ જીતવા માટે તમે આ પાંચ કામ કરી શકો છો.


આ પણ વાંચો: 


આ 4 ફેરફાર જોવા મળે તો સમજી લેજો તમારો બેસ્ટ ફ્રેન્ડ પડી ગયો તમારા પ્રેમમાં...


પત્નીથી ખુશ ન હોય પુરુષ ત્યારે કરે છે આવી વિચિત્ર હરકતો, ચોથી હરકત છે સૌથી ખરાબ


લગ્નજીવનમાં આ 4 ખામી હોય તો પત્ની પડે છે પરપુરુષના પ્રેમમાં, પતિ સાથે કરે છે બેવફાઈ


માફી માંગવી


માફી માંગવી સરળ નથી પરંતુ તેમાં કંઈ ખોટું પણ નથી. જો તમારાથી કોઈ ભૂલ થાય તો વાત છુપાવવા ને બદલે તેને લઈ માફી માંગી લેવી. જો તમે ખુલીને પોતાની ભુલ સ્વીકારી માફી માંગી લેશો તો પાર્ટનર નો વિશ્વાસ તમારા પર જળવાઈ રહેશે.


જવાબદારી સ્વીકારો


જો તમારાથી કોઈ ભૂલ થઈ છે તો તેની જવાબદારી પણ સ્વીકારવાનું શીખો. પોતાના પાર્ટનરની સાથે વાત કરીને પોતાની થયેલી ભૂલ વિશે સ્પષ્ટતા કરી અને તેની જવાબદારી સ્વીકારી આગળ વધો.


પાર્ટનરની વાત સાંભળો


એ ખૂબ જ જરૂરી છે જ્યારે તમારા પાર્ટનર તમારી સાથે વાત કરતા હોય તો તેની વાતમાં તમારો ધ્યાન હોય. જો તમારા પાર્ટનર તમારી સાથે વાત કરતા હોય અને તમારું ધ્યાન અન્ય કોઈમાં હોય તો તેનાથી પણ મનમાં શંકા ઉદ્ભવે છે. 


સોરી બોલતા શીખો


જ્યારે તમારાથી એવી કોઈ ભૂલ થઈ જાય જેનાથી તમારા પાર્ટનરને દુઃખ થાય તો ચિઠ્ઠીમાં સોરી લખી તેને મનાવો. પ્રેમ ભરેલી ભાષામાં લખેલો લેટર પાર્ટનરને વિશ્વાસ મજબૂત કરવામાં મદદ કરશે.


ઝઘડો કરવાનો ટાળો


પોતાની ભૂલ હોય તો પાર્ટનર સાથે ઝઘડો કરવાનું ટાળવું જોઈએ. પાર્ટનર નો વિશ્વાસ ને તોડવાનું કામ ઝઘડો કરે છે. જો તમારી વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થયો છે તો તે વાતનો મુદ્દો બનાવી ઝઘડો કરવાની બદલે શાંતિથી વાત કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)