Relationship Tips: જીવનમાં જો એક સારો મિત્ર મળી જાય તો પછી જિંદગી સુધરી જાય છે. મિત્ર એ વ્યક્તિ હોય છે જેને તમે દિલની કોઈ પણ વાત કરી શકો છો, ખરાબ સમયમાં મિત્રો હંમેશા સાથે રહે છે. આવું ત્યારે થાય છે જ્યારે જીવનમાં સારી વ્યક્તિ મિત્ર બને છે. કેટલાક મિત્ર પીઠ પાછળ ઘા કરનાર પણ હોય છે. ખાસ કરીને બહેનપણીઓમાં આ વાતનું ધ્યાન રાખવું પડે છે. ત્રણ પ્રકારની બહેનપણીઓ એવી હોય છે જે પોતાની જ ખાસ મિત્રનું લગ્નજીવન બરબાદ પણ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Relationship Tips: શું તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ છે? તો આ ટીપ્સ છે સમસ્યાનું સમાધાન


જો જીવનમાં આ 3 પ્રકારના સ્વભાવ ધરાવતી બહેનપણીઓ હોય તો તેનાથી દૂર રહેવાનું આજથી જ શરૂ કરી દેજો. આ ત્રણ પ્રકારની બહેનપણીઓ જીવનમાં હશે તો તે તમારા લગ્નજીવન માટે ખતરો બની જશે. આ સિવાય તે તમારી સફળતા અને ખુશીઓ પણ જોઈ શકશે નહીં. તો ચાલો તમને જણાવીએ એવી બહેનપણીઓ વિશે જે તમારા જીવન બરબાદ કરી શકે છે. 


પતિની નજીક આવનાર 


આ પણ વાંચો: 40 વર્ષની ઉંમરે પણ લગ્નજીવનમાં રહેશે લગ્નના પહેલા વર્ષ જેવો રોમાંચ, ફોલો કરો આ ટીપ્સ


આદર્શ સ્થિતિ તો એ હોય છે કે તમારી બહેનપણી ફક્ત તમારી સાથે જ ક્લોઝ રિલેશન રાખે. જો તમારા ઘરે આવતી તમારી બહેનપણી તમારા પતિની સાથે ઓવર ફ્રેન્ડલી થવા લાગે તો પછી તેની સાથે તમારી મિત્રતા પૂરી કરી દેજો. જ્યારે કોઈપણ બહેનપણી તમારા કરતાં વધારે ઇન્ટરેસ્ટ તમારા પતિમાં દાખવવા લાગે તો તેને બહારનો રસ્તો તુરંત દેખાડી દેવો. 


ખોટી વસ્તુઓ શીખવાડનાર 


આ પણ વાંચો: Open Marriage: ઓપન મેરેજ એટલે શું ? જાણી લો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમ વિશે


જો તમારી મિત્ર ઘર ચલાવવાથી લઈને દરેક બાબતમાં તમારી ભૂલ કાઢતી રહે અને પોતે બેસ્ટ હોય તે રીતે તમને સલાહ આપતી હોય તો સાવધાન થઈ જવું. આવા મિત્રો હંમેશા ખોટી વસ્તુઓ શીખવાડે છે. એ ધીરે ધીરે તમારી જિંદગીને પોતાના કાબુમાં કરે છે. આવી સ્થિતિમાં તેની સલાહ પર ચાલશો તો તમે તમારા પરિવારથી દૂર થઈ જશો. 


હંમેશા ભડકાવનાર


જ્યારે તમે તમારી સમસ્યાની વાત તેને કરો અને તે તમને શાંત કરવાને બદલે તમને વધારે ભડકાવે તો સમજી લેજો તેને તમારી સ્થિતિ સુધરે તેમાં નહીં પણ તમારું ઘરે ભાંગે તેમાં મજા આવે છે. આવી મિત્ર હોય તો ઘરમાં થયેલી નાની વાતને પણ તે મોટી બનાવી દે છે. આવી મહિલા મિત્રથી હંમેશા દુર રહેવું.