Open Marriage: ઓપન મેરેજ એટલે શું ? જાણી લો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમ વિશે પણ

Open Marriage: ઓપન મેરેજમાં લગ્ન કરનાર કપલ એ વાતથી સહમત હોય કે બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ એક્સ્ટ્રા મેરિટલ અફેર કે રોમેન્ટિક અફેર રાખી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓપન મેરેજમાં પતિ ગર્લફ્રેન્ડ પણ રાખી શકે અને પત્ની બીજો બોયફ્રેન્ડ પણ બનાવી શકે. તેમની સાથે તેઓ ખુલ્લેઆમ લવ રિલેશનશિપ રોકટોક વિના પોતાના પાર્ટનરની સામે પણ ચલાવી શકે. 

Open Marriage: ઓપન મેરેજ એટલે શું ? જાણી લો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમ વિશે પણ

Open Marriage: આજના સમયમાં ઓપન મેરેજનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઓપન મેરેજ શબ્દ તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે આ કેટલી ખતરનાક વસ્તુ છે. ઓપન મેરેજની શરૂઆત હાઈ સોસાયટી કે અલ્ટ્રા રીચ લોકોમાં થઈ હતી. પરંતુ આજના સમયમાં મિડલ ક્લાસ કપલ પણ ઓપન મેરેજને ફોલો કરે છે. ભારતીય સમાજમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. તેવામાં આ ઓપન મેરેજનો કોન્સેપ્ટ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ અને સાથે જ જણાવીએ કે આ પ્રકારના લગ્નમાં કઈ સમસ્યા સૌથી વધુ નડે છે. 

ઓપન મેરેજ એટલે શું ?

ઓપન મેરેજમાં લગ્ન કરનાર કપલ એ વાતથી સહમત હોય કે બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ એક્સ્ટ્રા મેરિટલ અફેર કે રોમેન્ટિક અફેર રાખી શકે છે. તેને બેવફાઈ માનવામાં નહીં આવે. એટલે કે એક્સ્ટ્રા મેરિટલ અફેરની પરવાનગી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ઓપન મેરેજમાં આપવામાં આવે છે. બેમાંથી કોઈપણ વ્યક્તિ જો અફેર કરે તો તેનાથી બીજા પાર્ટનરને કોઈ જ સમસ્યા ન હોય. ટૂંકમાં કહીએ તો ઓપન મેરેજમાં પતિ ગર્લફ્રેન્ડ પણ રાખી શકે અને પત્ની બીજો બોયફ્રેન્ડ પણ બનાવી શકે. તેમની સાથે તેઓ ખુલ્લેઆમ લવ રિલેશનશિપ રોકટોક વિના પોતાના પાર્ટનરની સામે પણ ચલાવી શકે. 

ઓપન મેરેજના 5 સૌથી મોટા નુકસાન 

ડર

આ પ્રકારના લગ્નમાં છૂટ બધી જ મળતી હોય છે પરંતુ મનમાં હંમેશા ડર હોય છે. જેમકે ઓપન મેરેજ પછી જો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને તમારી ખરેખર ઈમોશનલ અટેચમેન્ટ થઈ જાય તો શું કરવું ? આ સિવાય ઓપન મેરેજને સમાજમાં માન્યતા મળતી નથી જેના કારણે મેન્ટલ હેલ્થ પર પણ અસર પડે છે.

ઈર્ષા 

ઓપન મેરેજમાં કપલ એકબીજાને એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવાની છૂટ આપે છે પરંતુ તેમ છતાં જીવનમાં એવી ક્ષણ તો આવે જ છે જ્યારે તેને ઈર્ષા થવા લાગે અને ઈન્સિક્યોરિટીની ભાવના વધી જાય. ઘણી વખત ઈર્ષા એટલી વધી જાય છે કે ઘરેલુ અપરાધનું કારણ બની જાય છે. 

યૌન રોગ 

સ્વાભાવિક વાત છે કે ઓપન મેરેજમાં વ્યક્તિ હોય તો તે એક કરતાં વધારે પાર્ટનર બનાવે છે. તેમની સાથે રોમેન્ટિક રિલેશન પણ ડેવલપ થાય છે. એક કરતાં વધારે પાર્ટનર સાથે યૌન સંબંધો બનાવવાથી યૌવ રોગ થવાનું જોખમ પણ વધી જાય છે. 

વધારે ખર્ચ 

ઓપન મેરેજ કરનાર વ્યક્તિને ખર્ચ પણ વધારે ભોગવવો પડે છે. જ્યારે લગ્ન સિવાય પણ કોઈ પાર્ટનર રાખેલા હોય તો તેના રિલેશનશિપને મેન્ટેન કરવા માટે પણ ખર્ચ કરવો પડે છે. ઓપન મેરેજમાં હોવા છતાં જો ગર્લફ્રેન્ડ હોય તો તેની સાથે ડેટિંગ, ગીફ્ટિંગ કે હોલીડે પર જવાનો ખર્ચ પણ કરવો પડે છે. 

બાળકો પર સૌથી ખરાબ અસર 

જો માતા-પિતા ઓપન મેરેજમાં હોય તો બાળકો માટે તે સૌથી ખરાબ છે. બાળકોને સમાજમાં શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે જેના કારણે બાળકોની મેન્ટલ હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ સિવાય બાળકો પેરેન્ટ્સની રિસ્પેક્ટ પણ કરતા નથી. સૌથી ખરાબ બાબત એ છે કે માતા-પિતાની ખરાબ આદતને બાળક પણ ફ્યુચરમાં ફોલો કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news