Parenting Tips: દીકરીના લગ્ન થાય ત્યારે દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેનું લગ્નજીવન ખુશહાલ રહે. માતાપિતા અનેક અરમાન અને આશીર્વાદ સાથે દીકરીને સાસરે વિદા કરે છે. લગ્ન પછી લાડકોડથી ઉછરેલી દીકરીને સાસરામાં એક સાથે ઘણી જવાબદારીઓ નિભાવવી પડે છે. દીકરી લગ્ન પછી સાસરામાં કેટલી ખુશ રહે છે તેનો આધાર પણ માતાપિતાના સંસ્કાર અને શિખામણ પર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને માતાની જવાબદારી વધી જતી હોય છે. દરેક માતાએ લગ્ન પહેલા તેની દીકરીને અનેક વસ્તુઓ સમજાવવાની અને શીખવાડવાની હોય છે. જો કે બધું શિખવાડવું તો શક્ય ન બને પરંતુ કેટલીક વાતો છે જે દરેક માતાએ પોતાની દીકરીને શિખવાડી દેવી જોઈએ. જો દીકરીને આ વાતોની સમજ હશે તો તે કોઈપણ પરિસ્થિતિને હેન્ડલ કરી લેશે અને તેનું જીવન ખુશહાલ રહેશે.


આ પણ વાંચો: પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં થતી ટીકાને હેન્ડલ કરવાની આ રીતે છે સૌથી બેસ્ટ


યોગ્ય નિર્ણય


દરેક માતાએ તેની દીકરીને જીવનમાં યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો તે સમજાવવું જોઈએ. તેને સારા અને ખરાબ વચ્ચે તફાવત સમજી અને યોગ્ય નિર્ણય લેવાની સમજ પૂરી પાડવી જોઈએ. સાથે જ દીકરીને સમજાવું જોઈએ કે લગ્ન પછી તેનું સાસરુ તેનું ઘર છે. તેણે એવા નિર્ણય લેવા જોઈએ જેમાં તેના પરિવારનું ભલું થાય.


સંબંધ નિભાવો


દરેક માતાએ પોતાની દીકરીને શીખવવું જોઈએ કે દરેક સંબંધમાં ઉતાર ચઢાવ આવે છે, ઝઘડા પણ થાય છે પરંતુ આવી સ્થિતિમાં પણ પરિસ્થિતિને સારી રીતે સંભાળી સંબંધ નિભાવવો જોઈએ. કોઈ ભૂલ થાય તો સંબંધ તોડવાને બદલે તેને સુધારીને આગળ કેવી રીતે વધવું તે શીખવાડવું જરૂરી છે.


આ પણ વાંચો: Relationship Tips: બ્રેકઅપ કરવું છે પણ નથી કરી શકતા વાત? તો આ ટીપ્સ તમને લાગશે કામ


સંયમ અને સમજદારી


દીકરીને લગ્ન પહેલા માતાએ સમજાવવું જોઈએ કે લગ્ન પછી પરિવારનો સમય સારો હોય કે ખરાબ ધીરજ રાખી પરિવારની સાથે રહેવું જોઈએ. મુશ્કેલ સમયમાં સંયમ અને સમજદારીથી કામ લઈને પરિવારની સાથે રહી દરેક પડકારનો સામનો કરવો જોઈએ.


આ પણ વાંચો: બીજાને નહીં પહેલા પોતાને ખુશ રાખો... આ ટીપ્સ અપનાવી ટેન્શનને કહી દો બાય બાય...


દીકરીને બનાવો આત્માનિર્ભર


આજના સમયમાં દીકરી પણ આત્મનિર્ભર હોય તે ખૂબ જ જરૂરી છે. દીકરીને શીખવાડવું જોઈએ કે મહેનત કરીને પોતે પણ આગળ આવે અને પરિવારને પણ આગળ લઈ આવે. સમજદારી અને વિશ્વાસથી જીવન જીવતા દીકરીને શીખવાડવું જોઈએ.