Relationship: પત્ની સુંદર હોય તો પણ પરિણીત પુરુષો બીજાની પત્ની પર શા માટે લટ્ટુ હોય ? આ રહ્યો જવાબ
Relationship: મોટાભાગના કપલમાં એવું જોવા મળે છે કે પુરુષને પોતાની પત્ની કરતાં બીજા પુરુષની પત્ની વધારે સારી લાગતી હોય છે. પોતાના ઘરમાં અપ્સરા જેવી સુંદર અને સર્વગુણ સંપન્ન પત્ની હોય તો પણ તેની નજર બીજાની પત્ની પર હોય છે. ઘણા પુરુષો તો પત્ની સામે તેના વખાણ પણ કરતા હોય છે. પરિણીત પુરુષો આવું શા માટે કરે છે આજે તેનો જવાબ તમને જણાવીએ.
Relationship: લગ્ન પછી દરેક કપલની લાઈફમાં ફેરફાર થઈ જાય છે. મેરિડ લાઈફ શરુ થાય એટલે કપલ એ બધી હરકતો બંધ કરી દેતા હોય છે જે કુંવારા હોય ત્યારે કરવામાં આવે છે. કારણ કે લગ્ન પછી તેના જીવન સાથે અન્ય એક વ્યક્તિ પણ જોડાય જાય છે. આ વ્યક્તિ પ્રત્યે તેની જવાબદારી વધી જાય છે. ખાસ કરીને પરિણીત પુરુષો લગ્ન પછી ઘણા બદલાય જાય છે. પરંતુ એક આદત તે ક્યારેય બદલતા નથી. આ આદત હોય છે ઘરની બહાર ફાંફાં મારવાની... આ આદતથી પત્નીઓ પરેશાન હોય છે.
આ પણ વાંચો: આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...
મોટાભાગના કપલમાં એવું જોવા મળે છે કે પુરુષને પોતાની પત્ની કરતાં બીજા પુરુષની પત્ની વધારે સારી લાગતી હોય છે. પોતાના ઘરમાં અપ્સરા જેવી સુંદર અને સર્વગુણ સંપન્ન પત્ની હોય તો પણ તેની નજર બીજાની પત્ની પર હોય છે. ઘણા પુરુષો તો પત્ની સામે તેના વખાણ પણ કરતા હોય છે. આ વાતથી પત્ની પરેશાન રહે છે અને ઘણીવાર ઝઘડા પણ થાય છે. પરિણીત પુરુષો આવું શા માટે કરે છે આજે તેનો જવાબ તમને જણાવીએ.
આ પણ વાંચો: લવ મેરેજ કરનાર પતિ પરસ્ત્રીના પ્રેમમાં કેમ પડે ? પુરુષોના અફેર પાછળ આ 3 કારણ જવાબદાર
લગ્ન પહેલા પુરુષ કોઈપણ પ્રકારની રોક ટોક વિના બિંદાસ્ત જીવન જીવતા હોય છે. જ્યારે આવવું હોય ત્યારે ઘરે આવવું, જ્યાં જવું હોય ત્યાં જવાની આઝાદી હોય છે. કોઈ તેમને રોકવા કે ટોકવા વાળું હોતું નથી. તેમને કોઈને જવાબ આપવો પડતો નથી. આવી લાઈફ જીવ્યા પછી જ્યારે તેના લગ્ન થાય છે તો પત્ની તેના માટે બંધન બની જાય છે. ઘણા પુરુષો આ ફેરફારને સારી રીતે સ્વીકારે છે પરંતુ કેટલાક પુરુષો આ વાતને સ્વીકારતા નથી અને તેના પર આવેલી જવાબદારીનું કારણ તેની પત્નીને માનવા લાગે છે. પરિણીત પુરુષો માને છે કે તેની આઝાદી છીનવાઈ જવાનું કારણ તેની પત્ની છે. તે પોતાની પત્નીને પોતાના બંધન માટે જવાબદાર ગણવા લાગે છે. તેવામાં તેને પોતાની પત્ની સારી લાગતી નથી અને આખી દુનિયાની સ્ત્રીઓ સારી લાગવા લાગે છે.
આ પણ વાંચો: Relationship: કુંવારા છોકરાઓને પરિણીત મહિલા વધારે શા માટે ગમે ? આ છે સાચું કારણ
પરિણીત પુરુષને શા માટે બીજાની પત્ની લાગે સારી ?
1. લગ્ન પછી ઘણા પુરુષોને એ કામ કરવા પડે છે જેમાં તેમને રસ નથી હોતો. ઘરના કામ, જવાબદારીથી કંટાળીને પુરુષો પત્નીથી દુર રહેવા લાગે છે. લગ્નજીવનમાં કંટાળાજનક કામ કરવા પડતા હોય ત્યારે પુરુષને પોતાના કરતાં બીજાની પત્ની વધારે સારી લાગવા લાગે છે.
આ પણ વાંચો: Extra Marital Affairs: શા માટે લગ્ન પછી બીજા પુરુષ સાથે લફરું કરે છે પરિણીત મહિલા ?
2. દરેક પુરુષને એવી ઈચ્છા હોય કે તેની પત્ની સીધી, સાદી અને તેની હા માં હા કરે તેવી હોય. જેથી પુરુષ તેની મરજી પ્રમાણે લગ્ન પછી પણ જીવી શકે. પરંતુ જો આવી પત્ની ન મળે તો પતિ પત્ની વચ્ચે લડાઈ થયા કરે છે. પત્ની ઘણી વાતમાં પતિને ટોકે છે. તેનાથી વિરુદ્ધ જો તેના મિત્રના ઘરમાં સીધી, સાદી સ્ત્રી હોય તો તેને મિત્રને પત્ની પોતાની પત્ની કરતા વધુ સારી લાગે છે.
આ પણ વાંચો: Extramarital Affair: પતિ અને બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે લફરું ચાલતું હોય તો શું કરવું ?
3. પુરુષની ઈચ્છા હોય છે કે તેની પત્ની તેનું ધ્યાન રાખે, તેને પ્રેમ આપે પરંતુ જ્યારે પત્ની પ્રેમ કરનાર કે ધ્યાન રાખનાર ન હોય તો પણ પરિણીત પુરુષને બીજાને પત્ની સારી લાગવા લાગે છે. કારણ કે તે તેના પતિને પ્રેમ કરનાર અને ધ્યાન રાખનાર હોય છે. આવી સ્થિતિમાં પતિ બીજાની પત્નીના વખાણ પણ કરે છે અને પોતાની પત્નીને તેનું ઉદાહરણ પણ આપે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)