Relationship Tips: શું તમારી પત્નીને પણ વારંવાર આવે છે ગુસ્સો ? તો આ રીતે શાંત કરો ગુસ્સે થયેલી વાઈફને
Relationship Tips: પત્ની કોઈપણ વાતથી ગમે એટલી નારાજ હોય પરંતુ જો પતિ પ્રેમથી તેની સાથે વર્તન કરે છે તો તે ખુશ પણ ઝડપથી થઈ જાય છે અને તેનો ગુસ્સો પણ શાંત થઈ જાય છે. તેથી પત્નીને હંમેશા પ્રેમથી ટ્રીટ કરો.
Relationship Tips: લગ્નજીવન રોજ એક જેવું નથી હોતું. પતિ પત્ની વચ્ચે ક્યારેક પ્રેમ તો ક્યારેક તકરાર પણ થઈ જાય છે. ગુસ્સો પતિ કે પત્ની કોઈને પણ આવી શકે છે. પરંતુ આજે તમને પત્નીના ગુસ્સાને શાંત કરવાની જોરદાર ટ્રીક જણાવીએ.
ઘણા લોકોની પત્ની શોર્ટ ટેમ્પર હોય છે. કોઈ વાતને લઈને તે ઝડપથી ગુસ્સે થઈ જાય છે. જો પત્નીનો સ્વભાવ ગુસ્સાવાળો હોય તો પતિએ કેવી રીતે શાંત રહીને સિચ્યુએશનને કંટ્રોલ કરવી આજે તમને તે જણાવીએ. મહિલાઓને ગુસ્સો આવવાનું કારણ એ હોય છે કે તેઓ વધારે ઈમોશનલ હોય છે. તેના કારણે ઘણી વખત ગુસ્સો પણ વધારે આવી જાય છે. જો તમારી કોઈ વાતને લઈને પત્ની ખીજાઈ ગઈ હોય તો તમે તેને આ રીતે મનાવી શકો છો.
આ પણ વાંચો: Relationship Tips: બ્રેકઅપ કરવું છે પણ નથી કરી શકતા વાત? તો આ ટીપ્સ તમને લાગશે કામ
ગુસ્સે થયેલી પત્નીને બનાવવાની ટીપ્સ
- જ્યારે પત્ની હદ કરતાં વધારે નારાજ થઈ ગઈ હોય અને ગુસ્સામાં તમારી સાથે વાત પણ ન કરતી હોય તો તેની સામે ગુસ્સો કરવાનું ટાળો. જો તમે ગુસ્સાથી સમજાવશો તો વાત બગડશે. તેથી શાંત રહીને તેને મનાવો.
- પત્ની ગુસ્સે હોય અને તમારી કોઈ વાતથી નારાજ હોય તો પોતાની ભૂલ સ્વીકારી સોરી કહી દેવાથી પણ પત્ની શાંત થઈ જશે. જો સોરીની સાથે તમે તેની પસંદની કોઈ વસ્તુ તેને ગિફ્ટ તરીકે આપશો તો તે બધી જ વાત ભૂલી પણ જાશે.
આ પણ વાંચો: Signs of Cheating: આ 5 આદતો જણાવે છે કે તમારો પાર્ટનર છે દગાબાજ, સમય રહેતા ચેતી જાવુ
- પત્ની કોઈપણ વાતથી ગમે એટલી નારાજ હોય પરંતુ જો પતિ પ્રેમથી તેની સાથે વર્તન કરે છે તો તે ખુશ પણ ઝડપથી થઈ જાય છે અને તેનો ગુસ્સો પણ શાંત થઈ જાય છે. તેથી પત્નીને હંમેશા પ્રેમથી ટ્રીટ કરો.
- જો કોઈ વાતમાં તમારી ખરેખર ભૂલ હોય અને પત્ની ગુસ્સે થઈ હોય તો ઈગોને સાઈડમાં મુકીને પોતાની ભૂલ સ્વીકારી અને જણાવો કે તમને તમારી ભૂલનો ખરેખર પસ્તાવો છે.
આ પણ વાંચો: બીજાને નહીં પહેલા પોતાને ખુશ રાખો... આ ટીપ્સ અપનાવી ટેન્શનને કહી દો બાય બાય...
- ઘણી વખત પત્નીની સાથે થોડા કામ કરવાથી કે તેને મનપસંદ એક્ટિવિટી કરવાથી પણ તેનો ગુસ્સો શાંત થઈ જાય છે. રોજ પત્ની જ તમને ચા નાસ્તો કરાવતી હોય છે. ત્યારે નારાજ પત્નીને મનાવવા માટે તમે પણ કોક દિવસ ચા કે નાસ્તો બનાવી તેનો મૂડ બનાવી શકો છો.
- દરેક મહિલાને સરપ્રાઈઝ ખૂબ જ પસંદ હોય છે. ઝઘડાના કારણે ગુસ્સે થયેલી પત્નીને મનાવવાની આ જોરદાર ટ્રીક છે. તમે પત્ની માટે સરપ્રાઈઝ ડીનર ડેટ પ્લાન કરી શકો છો અથવા તો મૂવી ટિકિટ બુક કરાવી શકો છો. આ રીતે તેને સરપ્રાઈઝ આપશો તો તે ઝડપથી ઝઘડો ભૂલી જશે.
આ પણ વાંચો: ઝઘડા પછી અબોલા તોડવા બેસ્ટ છે આ 3 ટોપિક, પાર્ટનર બધું ભુલીને વાતચીત કરી દેશે શરુ
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)