રિલેશનશિપ માટે જરૂરી છે આ જૂઠ, એકવાર કરો ટ્રાય, જિંદગીભરની થઈ જશે શાંતિ!
![રિલેશનશિપ માટે જરૂરી છે આ જૂઠ, એકવાર કરો ટ્રાય, જિંદગીભરની થઈ જશે શાંતિ! રિલેશનશિપ માટે જરૂરી છે આ જૂઠ, એકવાર કરો ટ્રાય, જિંદગીભરની થઈ જશે શાંતિ!](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2025/01/28/634745-relationship-zee.png?itok=z8c_Qx66)
Is It Okay To Lie In Relationship: તમારા સંબંધને મજબૂત બનાવવા માટે દરરોજ પ્રયાસ કરવાની જરૂર હોય છે. સત્યની સાથે ક્યારેક-ક્યારેક અસત્યનો પણ સહારો લેવો પડે છે. અહીં તમે આ ઉદાહરણોની મદદથી સમજી સકો છો.
Is It Okay To Lie In Relationship: આ વાત સાચી છે કે કોઈની સાથે જીવન પસાર કરવા માટે ઈમાનદારી ખૂબ જ જરૂરી છે. પરંતુ આનો અર્થ એ નથી કે વ્યક્તિએ હંમેશા સાચું બોલવું જોઈએ. કેટલીકવાર સંબંધને મજબૂત કરવા માટે લાગણીઓને ઠેસ ન પહોંચાડવા માટે થોડું "સફેદ જૂઠ" બોલવું જરૂરી છે.
પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, આ જૂઠ્ઠાણા કોઈ ભૂલ છુપાવવા માટે નહીં, પરંતુ પ્રેમ અને ખુશી ફેલાવવા માટે હોવું જોઈએ. ઓક્સફર્ડ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક રોબિન ડનબરને એક રિચર્સમાં જાણવા મળ્યું કે, સંબંધમાં લાગણીઓને બચાવવા માટે બોલવામાં આવેલું અસત્ય વાસ્તવમાં સંબંધને મજબૂત બનાવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા જૂઠાણા વિશે જણાવી રહ્યા છીએ જે તમારા સંબંધો માટે ખૂબ જ હેલ્ધી છે.
કર્મચારીઓ માટે ખુશખબર, 4 દિવસ કામ કરો અને 3 દિવસ મોજ; આ કંપનીઓએ લીધો મોટો નિર્ણય
તમે સૌથી સુંદર દેખાઈ રહ્યા છો
દરેક વ્યક્તિ પોતાના પાર્ટનર માટે સુંદર દેખાવા માંગે છે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનરને ખુશ કરવા હંમેશા તેની પ્રશંસા કરો, પછી ભલે તે ઘણી હદ સુધી સત્ય ન હોય.
તમે વસ્તુઓ ખૂબ સારી રીતે સમજો છો
જો તમે તમારા જીવનસાથીની દરેક વાત સાથે સહમત ન હોય પરંતુ તેમ છતાં પણ જ્યારે તે સાચા હોય ત્યારે તેના દૃષ્ટિકોણની પ્રશંસા કરો. ક્યારેક-ક્યારેક તમારા જીવનસાથી સાથે સંમત થવું અને તેને કહેવું કે તે સાચા છે તે તમારા સંબંધને મજબૂત બનાવી શકે છે.
હું તને ખૂબ જ પ્રેમ કરું છું
તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો તે જણાવવામાં ક્યારેય સંકોચ ન કરો. આ શબ્દો સાંભળીને તમારો પાર્ટનર હંમેશા તમારી નજીક રહેશે. વર્ષો સુધી સંબંધમાં રહ્યા પછી હંમેશા પાર્ટનર ઘણીવાર એકબીજાને જાદુઈ શબ્દો કહેવાનું બંધ કરી દે છે. પરંતુ આ એક નાનકડો શબ્દ હંમેશા સંબંધને મજબૂત બનાવવાનું કામ કરે છે, પછી ભલે તે અસત્ય જ કેમ ન હોય.
લગ્ન પછી આખરે કેમ અન્ય પુરૂષોના પ્રેમમાં પડી જાય છે મહિલાઓ? કારણ જાણીને થઈ જશો હેરાન
આ બાબતો રાખો ધ્યાન
આ જૂઠાણાંનો ઉપયોગ ફક્ત પ્રેમ અને ખુશી ફેલાવવા માટે કરો.
તેનો ઉપયોગ છેતરવા કે ચાલાકી કરવા માટે કરશો નહીં.
પ્રામાણિક અને ખુલ્લી વાતચીત હંમેશા કોઈપણ સંબંધનો પાયો છે.