Breakup Depression: જ્યારે તમે કોઈ વ્યક્તિને દિલથી પ્રેમ કરો અને તે તમને છોડી જતી રહે તો તે આઘાતમાંથી બહાર આવવું સૌથી મુશ્કેલ હોય છે. બ્રેકઅપ કરીને જતી રહેનાર વ્યક્તિ માનસિક રીતે તૈયાર હોય શકે છે પરંતુ જેણે બ્રેકઅપ વિશે વિચાર્યું પણ ન હોય તેના માટે બ્રેકઅપના સમયના હેન્ડલ કરવો મુશ્કેલ થઈ જાય છે. જ્યારે સંબંધ તુટે છે તો તેની અસર વ્યક્તિની માનસિક સ્થિતિ પર સૌથી વધુ થાય છે. આ સમયમાં વ્યક્તિ ડિપ્રેશનમાં રહેવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: તમારા લગ્નજીવનમાં પણ ફિઝિકલ ઈન્ટિમસીની છે ખામી ? આ ટીપ્સ જીવનને ભરી દેશે રોમાન્સથી


જ્યારે વ્યક્તિને બ્રેકઅપનું ડિપ્રેશન હોય છે તો તેને કંઈપણ કરવું ગમતું નથી. વ્યક્તિ કોઈ સાથે વાત કરતી નથી અને એકલી જ રહે છે. ના ભુખ લાગે ન તરસ લાગે. આ સમય સૌથી મુશ્કેલ હોય છે કારણ કે આ સમયે સમજાતું જ નથી કે બ્રેકઅપની તકલીફમાંથી બહાર કેવી રીતે આવવું અને તે વ્યક્તિને ભુલીને આગળ કેવી રીતે વધવું ? બ્રેકઅપના કારણે જે ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ હોય તેમાંથી બહાર આવવા માટે આ 5 સ્ટેપ્સ ફોલો કરી શકાય છે. આ 5 સ્ટેપ્સની મદદથી તમે ડિપ્રેશનમાંથી બહાર આવી શકો છો. 


બ્રેકઅપ પછીના ડિપ્રેશનમાંથી આ રીતે આવો બહાર


આ પણ વાંચો: Marriage Tips: લગ્નના પહેલા વર્ષમાં આ ભુલો કરશો તો જીવનભર પસ્તાવાનો વારો આવશે


1. એકલા રહેવાનું ટાળો. એક વાત યાદ રાખો કે જે વ્યક્તિ તમને છોડીને ગઈ છે તેને તમારી કદર ન હતી તો તેના માટે દુ:ખી રહેવાનો કોઈ અર્થ નથી. તેના વિચારમાં દુ:ખી રહેવાને બદલે પોતાના પરિવાર અને મિત્રોને સમય આપો. એક વ્યક્તિના જવાથી તમારું જીવન અટકવાનું નથી. 


2. પોતાની મનપસંદ વસ્તુઓ કરો. પોતાની પસંદનું કામ કરવાથી મગજ શાંત થશે અને એકલતા પણ નહીં લાગે. વારંવાર એક જ વ્યક્તિ વિશે ન વિચારો. વિચાર કરવાથી ડિપ્રેશન વધે છે. 


આ પણ વાંચો: ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં


3. પોતાના શોખ અને ઈચ્છાઓને પુરી કરો. પોતાના માટે સમય કાઢો. યાદ રાખો કે તે વ્યક્તિ તમારા જીવનમાં આવી તે પહેલા પણ તમે જીવન સારી રીતે જીવી જ રહ્યા હતા. 


4. સમય પસાર કરવા માટે 10-15 દિવસના વેકેશન પર જવાનું રાખો. ફરવાથી, નવા લોકોને મળવાથી મન હળવું થશે. જો તમારું કોઈ કામ અધુરું કે અટકેલું છે તો તેને પુરું કરો. 


આ પણ વાંચો: Love Slangs: કફિંગ સીઝનથી લઈ ફ્લીબૈગિંગ સુધીના Gen-Z સ્લેંગ્સના શું થાય છે અર્થ જાણો


5. બ્રેકઅપ પછી બીજા રિલેશનશીપમાં પડવાની ઉતાવળ ન કરો. પોતાના માટે સમય કાઢો. પોતાના જીવન વિશે વિચારો. ભવિષ્યમાં શું કરવું છે તે નક્કી કરો. બીજા સંબંધમાં જોડાઈ જવાથી બ્રેકઅપનું ડિપ્રેશન દુર નહીં થઈ જાય. ઘણીવખત સ્થિતિ ખરાબ પણ થઈ જાય છે. તેથી આ ભુલ કરવી નહીં. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)