Relationship Tips: તમારા લગ્નજીવનમાં પણ ફિઝિકલ ઈન્ટિમસીની છે ખામી ? તો આ ટીપ્સ લગ્નજીવનને ભરી દેશે રોમાંસથી

Relationship Tips: કેટલાક કપલ એવા હોય છે જેમની વચ્ચે ફિઝિકલ ઈન્ટિમસી જોઈએ એટલી સારી હોતી નથી. જો લાંબા સમય સુધી આવું રહે તો લગ્નજીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. તેથી આજે તમને કેટલીક એવી સરળ ટિપ્સ વિશે જણાવીએ જે સંબંધોમાં ઈન્ટિમસી વધારશે.
 

Relationship Tips: તમારા લગ્નજીવનમાં પણ ફિઝિકલ ઈન્ટિમસીની છે ખામી ? તો આ ટીપ્સ લગ્નજીવનને ભરી દેશે રોમાંસથી

Relationship Tips: સુખી લગ્નજીવનમાં ફિઝિકલ ઈન્ટિમસી મહત્વની ભૂમિકા ભજવે છે. ફિઝિકલ ઈન્ટિમસી બે વ્યક્તિને એકબીજાની નજીક લાવે છે અને સંબંધોને સુધારે છે. જોકે કેટલાક કપલ એવા હોય છે જેમની વચ્ચે ફિઝિકલ ઈન્ટિમસી જોઈએ એટલી સારી હોતી નથી. જો લાંબા સમય સુધી આવું રહે તો લગ્નજીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. તેથી આજે તમને કેટલીક એવી સરળ ટિપ્સ વિશે જણાવીએ જે સંબંધોમાં ઈન્ટિમસી વધારશે. આ ટીપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને વધારે મજબૂત અને રોમેન્ટિક બનાવી શકો છો. 

ખુલીને વાત કરો 

સંબંધોમાં ફિઝિકલ ઈન્ટિમસી વધારવા માટે કોમ્યુનિકેશન મહત્વનું હોય છે. લગ્ન પછી પણ એકબીજાની સાથે વાત કરવામાં સંકોચ રાખશો તો ઈન્ટિમસી ક્યારે આવશે નહીં. લગ્ન પછી પોતાના સાથીને પોતાના વિચારો લાગણીઓ અને ઈચ્છાઓ વિશે ખુલીને વાત કરો. વાત કરતી વખતે મનમાં એવો વિચાર પણ ન લાવો કે તે તમારા વિશેષ શું વિચારશે. લગ્ન પછી દરેક કપલ એ એકબીજાની વાત સાંભળવા માટે સમય કાઢવો જોઈએ. 

ક્વોલિટી ટાઈમ પસાર કરો 

ફિઝિકલ ઈન્ટિમસી સ્ટ્રોંગ થાય તે માટે જરૂરી છે કે કપલ રોજ એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે. કપલ એકબીજાની સાથે કયા સમયે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વિના સમય પસાર કરે તે નક્કી કરી લેવું જોઈએ. જો રોજ સમય ફાળવવો શક્ય ન હોય તો વિકેન્ડ માટે ખાસ પ્લાનિંગ કરવું જોઈએ. આ ક્વોલિટી ટાઈમમાં એવા કામ કરો જેમાં બંનેને આનંદ આવતો હોય. સાથે જ નક્કી રાખો કે ફોન અને ટીવીનો ઉપયોગ પણ આ સમય દરમિયાન ન થાય.

પ્રેમ વ્યક્ત કરો 

સંબંધોમાં ફિઝિકલ ઈન્ટિમસી વધે તે માટે પ્રેમને વ્યક્ત કરવો ખૂબ જ જરૂરી હોય છે. લગ્ન પછી પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો હોય તો તેને ગળે લગાડો, માથા પર કિસ કરો, હાથ પકડીને ચાલો, પાસે બેસાડો, કામમાં મદદ કરો. આ રીતે પ્રેમ વ્યક્ત કરવાથી પાર્ટનર તમારી સાથે વધારે કમ્ફર્ટેબલ થશે અને રોમાન્સ વધશે. 

સહાનુભૂતિ અને સમજ 

લગ્નજીવનમાં ફિઝિકલ ઈન્ટિમસી વધારવી હોય તો આ બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે. પાર્ટનર માટે સ્વભાવમાં ધીરજ હોવી જોઈએ, તેને મદદ કરવાની લાગણી હોવી જોઈએ અને તેના પ્રત્યે દયા ભાવ પણ હોવો જોઈએ. ખાસ કરીને પુરુષોએ પોતાની પત્નીની ભાવનાઓને સમજવું જોઈએ અને સાથે જ તેના દ્રષ્ટિકોણથી સ્થિતિને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news