Ahmedabad News : આજકાલ માનવ સંબંધોમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણે વ્યાપક સ્તરે  વધ્યું છે. હવે પતિ પત્ની ઔર વોના એવા કિસ્સાઓ સામે આવે છે, જે સાંભળીને પગ નીચેથી જમીન સરકી જાય. આવો જ એક કિસ્સો અમદાવાદની એક પ્રખ્યાત હોટલમાં થયો હતો. આ હોટલના રૂમમાં એવો તાયફો થયો કે, સૌ કોઈ તેની ચર્ચા કરી રહ્યા હતા. બન્યું એવુ હતું કે, પતિએ પ્રેમિકાને બદલે હોટલનું લોકેશન ભૂલથી પત્નીને મોકલી દીધું હતું. જેને કારણે પ્રેમિકા પહેલા પત્ની હોટલના રૂમમાં પહોંચી હતી. પછી જે થયું તે તમને ફિલ્મી સીન જેવું લાગશે. ભાભી-2 ની વાત આવતા જ પત્નીએ જે કર્યું તે જોઈને તમને રણબીર કપૂરની ફિલ્મ એનિમલ યાદ આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, અમદાવાદના એક વેપારીએ પત્ની સાથે જાણીતી હોટલમા એક રૂમ બુક કરાવ્યો હતો. પરંતું બીજી તરફ પતિએ તેની પ્રેમિકા માટે પણ અહી જ હોટલમાં રૂમ બૂક કરાવ્યો હતો. પરંતુ પતિએ ભૂલથી પ્રેમિકાને બદલે પત્નીના મોબાઈલ પર રૂમનું લોકેશન મોકલી દીધુ હતું.


વાત ત્યારે વણસી જ્યારે, પત્ની હોટલના જ રૂમમાં હોવા થતા પતિએ તેને હોટલના લોકેશનનો મેસેજ મોકલ્યો હતો. આથી પત્નીને શંકા ગઈ હતી. તેથી પત્નીએ એક ટ્રીક કરી. નાસ્તો કરવાના બહાને તે પતિ સાથે થોડા સમય માટે અલગ થઈ હતી. બાદમાં તે હોટલના રૂમમા પહોંચી તો પતિ ત્યા હાજર ન હતો. તેથી તેણે પતિના મોબાઈલ પર ફોન લગાવ્યો. તો ફોન બાજુના રૂમમાં વાગ્યો હતો. 


ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો : વરસાદની આગાહી રેડમાંથી યલો એલર્ટ પર ખસી


આમ, પત્નીએ ચેક કરવા માટે બાજુના રૂમની ડોરબેલ વગાડી હતી. જોકે, પ્રેમિકા કે પતિ કોઈએ આ દરવાજો ખોલ્યો ન હતો. બીજી તરફ, બે કલાક સુધી રાહ જોયા બાદ પત્નીએ 181 અભયમનો સંપર્ક કર્યો હતો. આ બાદ અભયમની ટીમ તાત્કાલિક હોટેલ પર દોડી આવી હતી. 


અભયમની ટીમે કડકાઈથી હોટલનો રૂમ ખોલતા અંદરથી પતિ અને પ્રેમિકા ઝડપાયા હતા. આમ, પત્નીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પતિ રંગેહાથ પ્રેમિકા સાથે ઝડપાયો હતો. આ બાદ પત્નીએ સંબંધીઓને પણ હોટલ પર બોલાવ્યા હતા. જેથી મામલો વધુ ઉગ્ર બન્યો હતો. 


વાત અહી અટકી ન હતી.  પતિ,પત્ની અને વો વચ્ચેનો ઝઘડો આખરે લાંબો ચાલતા ૧૮૧ની ટીમ હોટલ નર્મદાથી ત્રણેયને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી બાદમાં તેમનું કાઉન્સેલિંગ કરતા વેપારી પતિ અને પ્રેમિકાએ પ્રેમસંબંધ નહીં રાખે તેવી પરિણીતાને ખાતરી આપતા અંતે સમાધાન થયું હતું.


શ્રાવણમાં અહીં મહાદેવને રોજ ચઢાવાય છે 11 હજાર રોટલીઓ... ગુજરાતનું અનોખું શિવ મંદિર