EX ઝડપથી Move ON થઈ જાય તો તમે દુ:ખી ન રહો, મનની મુંજવણમાંથી દુર કરવા આ વાતો રાખો યાદ
How To Move On: જ્યારે ડિવોર્સના થોડા જ સમય પછી નાગા ચૈતન્ય તેની લાઇફમાં આગળ વધી ગયો અને તાજેતરમાં જ તેને અભિનેત્રી શોભિતા સાથે બીજા લગ્ન પણ કરી લીધા. રિલેશનશિપની બાબતમાં ઘણા સાથે આવું થતું હોય છે. જેમાં બ્રેકઅપ કે ડિવોર્સ પછી એક પાર્ટનર મૂંઝવણમાં રહે છે અને બીજો પાર્ટનર બધું જ ભુલાવીને આગળ પણ વધી જાય છે.
How To Move On: સાઉથ અભિનેતા નાગા ચૈતન્ય એ અભિનેત્રી શોભીતા ધુલીપાલા સાથે બીજા લગ્ન કર્યા છે. થોડા દિવસ પહેલા જ બંનેના લગ્ન ધાર્મિક રીત રિવાજ સાથે સંપન્ન થયા. જોકે નાગા ચૈતન્યના બીજા લગ્નથી તેની એક્સ વાઈફ સામાંથા રુથ પ્રભુ પણ ચર્ચામાં આવી હતી. સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય એ વર્ષ 2017 માં લગ્ન કર્યા અને વર્ષ 2021 માં ડિવોર્સની જાહેરાત કરી. ડિવોર્સ પછી સામાંથા એ કામમાંથી પણ બ્રેક લઈ લીધો હતો અને તેને આ સંબંધમાંથી બહાર નીકળતા પણ સમય લાગ્યો હતો.
આ પણ વાંચો: Parenting Tips: બાળક વાત ન માને તો શું કરવું? ટ્રાય કરો આ 5 રીત, દરેક વાત માનશે બાળક
જ્યારે ડિવોર્સના થોડા જ સમય પછી નાગા ચૈતન્ય તેની લાઇફમાં આગળ વધી ગયો અને તાજેતરમાં જ તેને અભિનેત્રી શોભિતા સાથે બીજા લગ્ન પણ કરી લીધા. રિલેશનશિપની બાબતમાં ઘણા સાથે આવું થતું હોય છે. જેમાં બ્રેકઅપ કે ડિવોર્સ પછી એક પાર્ટનર મૂંઝવણમાં રહે છે અને બીજો પાર્ટનર બધું જ ભુલાવીને આગળ પણ વધી જાય છે. એક્સ ને આગળ વધી જતા જોઈને પણ ઘણી વખત બ્રેકઅપના દુઃખમાંથી બહાર ન આવી શકનાર પાર્ટનર વધારે દુઃખી થઈ જાય છે.
આ પણ વાંચો: Breakup: બ્રેકઅપના ડિપ્રેશનમાંથી બહાર આવી મુવ ઓન કરવા ફોલો કરો આ 5 ટીપ્સ
દુનિયામાં દરેક વ્યક્તિ અલગ હોય છે. તેથી જ કેટલાક લોકો પોતાના પાસ્ટને ભૂલીને મુવઓન કરી શકતા નથી અને કેટલાક લોકો ખૂબ જ સરળતાથી બીજા સાથે આગળ વધી જાય છે. જ્યારે પોતાનો એક્સ પાર્ટનર અન્ય કોઈની સાથે મુવઓન કરી લે છે ત્યારે પ્રશ્ન એવો પણ થાય કે એક સંબંધમાંથી બહાર આવ્યા પછી ઝડપથી બીજા વ્યક્તિની નજીક કેવી રીતે આવી શકાય ? તેની સાથે જીવન કેવી રીતે શરૂ કરી શકાય. આજે તમને એ કારણો વિશે જણાવીએ જેને લઈને એક્સ ઝડપથી મુવ ઓન કરી લેતા હોય છે
આ પણ વાંચો: ફ્રેન્ડ્સ વિથ બેનિફીટ એટલે શું ? આ રિલેશનશીપમાં કપલે કઈ વાતોનું રાખવું ધ્યાન ?
વ્યક્તિગત અનુભવ અને ભાવનાત્મક જરૂરિયાતો
કેટલાક લોકો બ્રેકઅપ પછી એકલતાથી બચવા માટે નવા સંબંધમાં ઝડપથી આવી જાય છે. તેને રિબાંઉડ રિલેશનશિપ કહેવાય છે. દરેક વ્યક્તિનો પ્રેમ અને સંબંધ પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ અલગ હોય છે. ભાવનાત્મક જરૂરિયાતો માટે નવા સંબંધ શરૂ થાય તેમાં ગાઢ પ્રેમ હોય એવું પણ જરૂરી હોતું નથી.
આ પણ વાંચો: પરિણીત લોકોનું લફરું સૌથી વધુ આ 4 જગ્યાએથી શરુ થાય, પાર્ટનરને ગમતી હોય તો ચેતી જાવું
બ્રેકઅપ પહેલા જ લાગણી પૂરી થઈ હોય
શક્ય છે કે બ્રેકઅપ કે ડિવોર્સ પહેલા જ બે વ્યક્તિ વચ્ચેના સંબંધો અને લાગણીનો અંત આવી ગયો હોય. પરંતુ જ્યારે તેઓ માનસિક રીતે તૈયાર હોય છે ત્યારે આગળ વધવાનો નિર્ણય કરે છે. આવી સ્થિતિમાં વ્યક્તિનું મન પહેલાથી જ સંબંધમાં કે પોતાના પાર્ટનર સાથે હોતું નથી જેના કારણે તે સરળતાથી બીજા વ્યક્તિની નજીક આવી શકે છે
આ પણ વાંચો: આ દેશમાં યુવતીઓ ઘર અને વસ્તુની જેમ બોયફ્રેન્ડને રાખે ભાડે, કારણ જાણીને આશ્ચર્ય થશે
એક્સને ભુલાવી મુવ ઓન કેવી રીતે કરવું ,?
- એક્સને આગળ વધતા જોઈને દુઃખી થવાને બદલે પોતાની જિંદગી વિશે વિચારવું. પોતાના શોખ અને પસંદને પ્રાથમિકતા આપી જીવનમાં આગળ વધો.
- બ્રેકઅપ અને ડિવોર્સ જેવી સ્થિતિમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હોય છે. તેથી સૌથી પહેલા પોતાના માટે સમય કાઢીને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું શરૂ કરો.
- જુના સંબંધોમાં થયેલી ભૂલ અને એક્સને યાદ કરીને દુઃખી થવાને બદલે પોતાના જીવન પર ધ્યાન આપી ભવિષ્યને ઉજવળ બનાવવાનું વિચારો.
- સૌથી વધારે જરૂરી છે કે પોતાની સ્થિતિ વિશે પોતાના નજીકના લોકો અથવા તો કાઉન્સેલર સાથે વાતચીત કરીને તેમની મદદ લેવી.