Chef Kunal Kapur Divorce: સેલિબ્રિટી શેફ કુનાલ કપુર તેના ડિવોર્સ કેસના કારણે ચર્ચામાં છે. આજના સમયમાં ડિવોર્સ થવા તે મોટી વાત નથી પરંતુ શેફ કુનાલ કપૂરનો મામલો ખાસ છે. આ ઘટનામાં શેફ કુનાલ કપૂરે તેની પત્નીના વ્યવહારના કારણે ડિવોર્સ લીધા છે. અને કોર્ટે તેમના કારણોને મંજૂર રાખી ડિવોર્સ મંજૂર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ અનુસાર શેફ કુનાલ કપુરની પત્ની એકતા કપૂરે તેના પતિને પબ્લિકલી ડિસ રીસ્પેક્ટ કરતી વાત કરી હતી. આ ઘટના પછી શેફ કુનાલ કપૂરે ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી. જોકે ફેમિલી કોર્ટે તેની અરજી નામંજૂર કરી હતી. ત્યાર પછી શેફ કુનાલ કપૂરે દિલ્હી હાઇકોર્ટમાં આ જ તર્ક પર ડિવોર્સ માટે અરજી કરી. હાઇકોર્ટે આ અરજીને મંજૂરી આપી. 


આ પણ વાંચો: Online જીવનસાથી શોધતી વખતે આ રીતે આગળ વધશો તો તમને કોઈ છેતરી નહીં શકે..


હાઇકોર્ટમાં આ ડિવોર્સ અરજીને એ ગ્રાઉન્ડ પર મંજૂરી મળી કે પત્નીનું આચરણ વિવાહ અધિનિયમની કલમ હેઠળ આવે છે. જો પત્ની પોતાના પતિ સાથે સારું વર્તન કરતી ન હોય તો પતિ ડિવોર્સ લઈ શકે છે. આજે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવીએ. જો મહિલા પોતાના પતિ સાથે આ પ્રકારનું વર્તન કરતી હોય તો પતિ તેને આધાર બનાવીને ડિવોર્સ માટે અરજી કરી શકે છે. 


પતિને પ્રાથમિકતા ન આપવી


જીવનમાં સ્થિતિ સતત બદલતી રહે છે. બદલતા સમયની સાથે લોકોની પ્રાયોરિટી પણ બદલે છે. આવી સ્થિતિમાં મહિલા જો પોતાના પતિને સમય ન આપી શકે અને સંબંધોમાં અંતર વધી જાય તો પતિ ડિવોર્સ લેવાનું મન બનાવી શકે છે. 


આ પણ વાંચો: Friendship Tips: આવા મિત્ર હોય તો દુશ્મનની જરૂર ન પડે, 4 આદતોવાળા મિત્રોથી રહો બચીને


વાતચીત ન કરવી


વાતચીત ન કરવી સંબંધોમાં સૌથી મોટી ભૂલ છે. પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત ન કરવી પોતાના વિચારો વ્યક્ત ન કરવા રોજની વાતો શેર ન કરવી.. આ આદતના કારણે સંબંધોમાં અંતર વધી જાય છે. આ સ્થિતિમાં ઘણી વખત પુરુષો ઈમોશનલ સપોર્ટ ઘરની બહાર શોધવા લાગે છે. પરિણામે વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે. 


સન્માન ન કરવું


દરેક સંબંધનો આધાર એકબીજા પ્રત્યેના સન્માન પર હોય છે. જે રીતે પુરુષે પોતાની પત્ની નું સન્માન જાળવવું જોઈએ અને પાર્ટનરની મજાક ઉડાવવી ન જોઈએ. તેવી જ રીતે પત્ની એ પણ પોતાના પતિનું સન્માન જાળવવું જોઈએ. જો કોઈ પત્ની પોતાના પતિની ઈજ્જત ન કરે અને સમાજમાં તેનું સન્માન ન કરે તો પુરુષ ડિવોર્સનો નિર્ણય લઈ શકે છે. 


આ પણ વાંચો: Married Life Tips: પતિના અફેર કરતાં પણ વધારે ગુસ્સો પત્નીને આવે છે પતિની આ 3 વાતો પર


સતત ફરિયાદ કરવી


ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ આવા સંબંધમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. પુરુષ પોતાની પત્ની માટે જે પણ પ્રયત્ન કરે તેને ધ્યાનમાં લેવામાં ન આવે અને પત્ની સતત ફરિયાદો જ કરતી રહે તો પતિને પોતાની પત્નીમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય છે કારણ કે તે દરેક વસ્તુમાં બસ ફરિયાદ જ કરતી હોય છે.


આ પણ વાંચો: Dating સમયે થતો આ અનુભવ રિલેશનશીપ માટે છે Green Flags, બિંદાસ વધી શકો છો આગળ


રોમાન્સનો અભાવ


પતિ પત્નીના સંબંધને મજબૂત બનાવી રાખવા હોય તો બંને વચ્ચે રોમાન્સ હોય તે જરૂરી છે. શારીરિક સંબંધની સાથે ફ્લર્ટિંગ પણ સંબંધને મજબૂત બનાવે છે. જો પત્ની પતિ સાથે રોમાન્સ ન કરે તો પણ ડિવોર્સ થાય તેવી સંભાવના વધી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)