Online જીવનસાથી શોધતી વખતે આ રીતે આગળ વધશો તો તમને કોઈ છેતરી નહીં શકે..
Matrimonial Fraud: મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા જીવનસાથીની પસંદગી સુવિધાજનક તો બની છે પરંતુ તેની સાથે જ કેટલાક જોખમ પણ ઊભા થયા છે. ઘણી વખત મેટ્રિમોનિયલ સાઈટ પર લોકો લગ્નના નામે છેતરપિંડી પણ કરતા હોય છે.
Trending Photos
Matrimonial Fraud: આજના સમયમાં યુવક અને યુવતીઓ ઓનલાઇન ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઈટ પરથી પોતાના લાઇફ પાર્ટનર પસંદ કરવા લાગ્યા છે. મેટ્રિમોનિયલ સાઈટ વડે લાઇફ પાર્ટનર પસંદ કરવો સામાન્ય વાત બની ગઈ છે. મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા જીવનસાથીની પસંદગી સુવિધાજનક તો બની છે પરંતુ તેની સાથે જ કેટલાક જોખમ પણ ઊભા થયા છે.
ઘણી વખત મેટ્રિમોનિયલ સાઈટ પર લોકો લગ્નના નામે છેતરપિંડી પણ કરતા હોય છે. ઘણા લોકો મેટ્રિમોનિયલ સાઈટનો ઉપયોગ અન્ય લોકોને છેતરવા માટે કરે છે. આવા લોકો સામેના વ્યક્તિની લાગણી સાથે પણ રમત કરે છે અને પૈસાની બાબતમાં છેતરપિંડી કરે છે. આવો આઘાત સહન કરવો પણ મુશ્કેલ થઈ જાય છે.
તેથી ઓનલાઇન લાઇફ પાર્ટનર શોધતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી થઈ જાય છે. જો તમે પણ ઓનલાઇન જીવનસાથી શોધી રહ્યા છો તો આ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખજો. ઓનલાઈન સંપર્કમાં આવ્યા પછી આ રીતે આગળ વધશો તો તમને કોઈ છેતરી શકશે નહીં.
ઉતાવળ ન કરો
ઘણી વખત લગ્ન લાયક ઉંમર થઈ ગઈ હોય તો લોકો લગ્નની બાબતમાં ઉતાવળ કરી બેસતા હોય છે. આવી ઉતાવળનો લાભ ફ્રોડ લોકો લઈ લેતા હોય છે. તેથી ઓનલાઇન જીવનસાથી પસંદ કરતી વખતે ધીરજ રાખો અને કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન કરો. કોઈપણ પ્રોફાઈલ ને ઉતાવળમાં એક્સેપ્ટ ન કરો. તેના વિશે સારી રીતે જાણકારી મેળવીને જ આગળ વધો.
પર્સનલ જાણકારી શેર ન કરો
યુવતીઓ સાથે આવું ઘણી વખત થાય છે. લાગણીમાં આવીને યુવતીઓ પોતાના પર્સનલ ફોન નંબર, ઇમેલ, બેંક એકાઉન્ટ, ઘરનું એડ્રેસ સહિતની અંગત જાણકારી પણ કોઈ પણ અજાણી વ્યક્તિને આપી દે છે. આવું ક્યારેય કરવું નહીં. ઓનલાઇન સાઇટ પર મળેલા વ્યક્તિને બરાબર જાણ્યા વિના તેને કોઈપણ માહિતી ન આપો.
સોશિયલ મીડિયા ચેક કરો
ઓનલાઇન ડેટિંગ કે મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા તમે જેના સંપર્કમાં આવ્યા હોય તે વ્યક્તિ સાથે વાત કરો અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને ચેક કરો. સોશિયલ મીડિયા દ્વારા તમે તેની લાઇફ સ્ટાઇલ અને આદતો વિશે જાણી શકો છો.
વિડીયો કોલ
ઓનલાઇન સંપર્કમાં આવ્યા પછી ફક્ત ચેટિંગના આધારે મહત્વનો નિર્ણય ન લેવો. તમને કોઈ વ્યક્તિ પસંદ આવી છે તો તેની સાથે વીડિયો કોલમાં પણ વાત કરો. વિડીયો કોલમાં વાત કરવાથી તમે તે વ્યક્તિને જોઈ શકો છો, સારી રીતે જાણી શકશો કે તે વ્યક્તિ જે જણાવે છે તેવી સ્થિતિ છે કે નહીં અને ખરેખર તેની ઈચ્છા શું છે.
મુલાકાત વખતે સાવધાન રહો
ઓનલાઇન એકબીજાના સંપર્કમાં આવ્યા પછી અને વાતો કર્યા પછી જ્યારે તમે તે વ્યક્તિને રૂબરૂ મળો છો તો સાવધાન રહેવું. પહેલી મુલાકાતમાં એકલા મળવાનું ટાળવું. હંમેશા મળવા માટે પબ્લિક પ્લેસ પસંદ કરો. પહેલી મુલાકાતમાં પોતાની નજીકની વ્યક્તિને સાથે રાખો. શક્ય હોય ત્યાં સુધી એકલામાં મળવાનું ટાળો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે