Relationship Tips: શું રોજ એક કિસ કરવાથી અંગતજીવનની ખરાબ સ્થિતિ સુધરી શકે ? શું એક કિસ બોરિંગ લાગતા જીવનમાં રોમાંસ અને રોમાંચ ભરી શકે ? શું રોજ પોતાના પાર્ટનરને એક કિસ કરવાથી ઝઘડા બંધ થઈ શકે ? આ બધા જ પ્રશ્નનો જવાબ હા છે... આ વાત અમે નથી કહી રહ્યા તાજેતરમાં થયેલી એક સ્ટડીનું તારણ કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Relationship Tips: છોકરીઓને છોકરાના શરીરના કયા અંગો સૌથી વધુ આકર્ષક લાગે ?


રોજ 6 સેકન્ડની એક કિસ પોતાના પાર્ટનરે કરવાથી જીવનમાં શું ફેરફાર થઈ શકે તેના પર ઈટલીમાં 3 વર્ષ સુધી 30 હજાર કપલ પર એક સ્ટડી થઈ હતી. આ સ્ટડીનું તારણ સામે આવ્યું છે કે રોજ પોતાના પાર્ટનરને 6 સેકન્ડની એક કિસ કરવાથી કપલ વચ્ચેની સમસ્યાઓ ઓછી થવા લાગી, તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં સુધારો થવા લાગ્યો. તેઓ ઓફિસના ટેન્શનને ભુલી ઘરમાં ટેન્શનફ્રી રહેવા લાગ્યા.


આ પણ વાંચો: Divorce: શા માટે ભારતમાં વધી રહ્યું છે છૂટાછેડાનું પ્રમાણ ? આ છે 5 સૌથી મોટા કારણો


આ રિસર્ચ કરનાર નિષ્ણાંતોનું કહેવું છે કે, રોજ 6 સેકન્ડની કિસ કરવાની શરુઆત કરનાર કપલ્સનું કહેવું હતું કે તેમના સંબંધોમાં પહેલા કરતાં સુધારો થવા લાગ્યો. તેમની પાસે એવા કપલ્સ પણ આવ્યા હતા જેમના લગ્નને 10 વર્ષથી વધુ સમય થયો હતો અને તેમના સંબંધમાં પહેલા જેવી મીઠાશ ન હતી. જ્યારે આવા કપલે પણ રોજ 6 સેકન્ડની કિસ કરવાની થેરાપી શરુ કરી તો તેઓ પહેલા કરતાં વધારે પોતાના પાર્ટનરની ફિઝિકલી અને મેન્ટલી વધારે નજીક આવવા લાગ્યા.


આ પણ વાંચો: Relationship Tips: શું તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ છે? તો આ ટીપ્સ છે સમસ્યાનું સમાધાન


6 સેકન્ડની કિસની સાથે 20 સેકન્ડ હગ કરવાની થેરાપીનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ બંને ટેસ્ટનું કારણ એક જ હતું કે આ બંને સામાન્ય લાગતી ક્રિયાથી પતિ-પત્નીના જીવનમાં કેવો સુધાર થાય છે તે જોવાનો. ડોક્ટરોની રિસર્ચ પછી સાબિત થઈ ગયું કે રોજ એક કિસ અને પાર્ટનરને હગ કરવાથી પતિ-પત્નીના સંબંધો સુધરે છે અને વર્ષો પછી પણ તેઓ એકબીજાની વધારે નજીક આવી શકે છે.