Relationship Tips: હું તને પ્રેમ કરું છું... આ વાત કહેવામાં પુરુષો ખૂબ અચકાય છે. ખાસ તો લગ્નના થોડા વર્ષ પછી તો પુરુષ પોતાની પત્નીને આઈ લવ યુ કહેવાનું છોડ દે છે. પ્રેમ મનમાં તો હોય છે પરંતુ પુરુષોને પ્રેમ છે તે વાત કહેવામાં સંકોચ થાય છે. પરંતુ તેની સામે પત્નીની ઈચ્છા હોય છે કે તેનો પતિ તેના પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં જો તમે આઈ લવ યુ કહ્યા વિના જ જો તમારી પત્નીને સ્પેશિયલ ફીલ કરાવવા માંગો છો તો આજે તમને 4 એવા કામ જણાવીએ જેને કરવાથી તમારા પ્રેમનો મેસેજ તમારી પત્ની સુધી કહ્યા વિના જ પહોંચી જાશે. જ્યારે પણ તમે તમારી પત્ની પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા ઈચ્છો ત્યારે આ કામ કરજો. તમારી પત્ની તમારા પ્રેમને સમજી પણ જાશે અને તેની ફરિયાદો પણ દુર થઈ જાશે.


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડને કરવી હોય ઈંપ્રેસ તો આ 4 વાતનું રાખવું ધ્યાન, તમારા પર થઈ જાશે લટ્ટુ


ખાસ વાનગી બનાવો


પત્ની રોજ રસોડામાં કલાકો સુધી રહે છે અને પરિવાર માટે ગરમાગરમ ભોજન બનાવે છે. તેવામાં જો ક્યારેક તેનો પતિ તેના માટે આ ખાસ કામ કરે તો તેનાથી મોટું ગિફ્ટ કોઈ ન હોય શકે. તમારી પત્નીની મનપસંદ વાનગી બનાવીને તમે તમારી પત્નીને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. 


સમય પસાર કરો


આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં લોકો ઘણીવાર પોતાના પાર્ટનરને સમય આપી શકતા નથી. તેવામાં પ્રેમ વ્યક્ત કરવા માટે સમય આપવો એ પણ બેસ્ટ રસ્તો છે. તમે પત્ની સાથે સમય પસાર કરવા તેને બહાર લઈ જઈ શકો છો, ફિલ્મ જોવા જઈ શકો છો કે પછી ડીનર ડેટ પર જઈ શકો છો. 


આ પણ વાંચો: દરેક વ્યક્તિને ખુશ કરવા જશો તો પોતે રહેશો દુ:ખી, આ 4 ટીપ્સ ફોલો કરી બદલી દો સ્વભાવ


વખાણ કરો


દરેક વ્યક્તિને તેના વખાણ થાય તે પસંદ હોય છે. જો તમે તમારા પાર્ટનરની ખૂબીઓના વખાણ કરશો અને તેને ખાસ ફીલ કરાવશો તો તે તમારા પ્રેમને સારી રીતે સમજી લેશે. વખાણ પત્નીની સુંદરતાના કરી શકો છો, તેના ભોજનના કરી શકો છો અથવા તો તેની સારી ક્વોલિટીને વખાણી શકો છો. 


આ પણ વાંચો: Marriage Tips: લગ્નજીવનને સફળ બનાવવાનો આ છે વિદ્યા બાલનનો ગુરુ મંત્ર


નાની નાની વાતોનું ધ્યાન રાખો


જો તમે તમારા પાર્ટનરને આઈ લવ યુ કહ્યા વિના પ્રેમ વ્યક્ત કરવા માંગો છો તો નાની નાની વાતોની કેર કરો. તેની કોઈપણ નાની વાત હોય તેનું ધ્યાન રાખશો તો તમારી પત્નીની જે પણ ફરિયાદ હશે તે દુર થઈ જાશે.