Viral Video: આ દુનિયામાં જે પણ અજીબોગરીબ ઘટનાઓ બને છે, સોશિયલ મીડિયા યુઝર્સ તેમના વિશે ઘરે બેસીને જાણતા હોય છે કારણ કે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. માત્ર બે દિવસ પહેલા એટલે કે 20મી ઓક્ટોબરે સમગ્ર દેશમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે દિવસભર ઉપવાસ રાખે છે અને રાત્રે ચંદ્ર અને પછી તેમના પતિનો ચહેરો જોઈને ઉપવાસ તોડે છે અને કંઈક ખાય છે. તેના તમામ વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે જે જોયા પછી તમારું મગજ ફરી જશે.ચાલો તમને વીડિયો વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વાયરલ વીડિયોમાં?
અત્યારે જે વાયરલ વીડિયો જોવા મળી રહ્યો છે તેમાં રાત્રે છત પર એક કાકા ઉભેલા જોવા મળી રહ્યાં છે. તેના હાથમાં એક થાળી અને લોટો છે. તો કાકાના બીજા હાથમાં એક ચાળણી છે, જેની અંદર દીવો પ્રગટી રહ્યો છે. ચાંદને જોયા બાદ તે હાથને ફેરવતા ચાળણી તે તરફ કરે છે જેના માટે તેણે વ્રત રાખ્યું છે. કાકા જ્યારે તે ચાળણી ફેરવે છે ત્યારે દીવાલ પર મિયા ખલીફાની તસવીર જોવા મળે છે. એટલે કે તેમણે મિયા ખલીફા માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.


અહીં જુઓ વાયરલ વીડિયો




આ વીડિયોને એક હેન્ડલ પર @BappiLaher57499 નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું- પ્રભુ હવે તો તમારે આ દુનિયામાં જન્મ લેવો પડશે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે તો કોઈ રસપ્રદ કોમેન્ટ કરી રહ્યાં છે.