Relationship Tips: આજના સમયમાં રિલેશનશિપને જાળવી રાખવું મુશ્કેલ થઈ ગયું છે. એક નાનકડી ભૂલ પણ બ્રેકઅપનું કારણ બની શકે છે. ખાસ કરીને લગ્ન થયા ન હોય ત્યાં સુધી સંબંધ નાજુક સ્થિતિમાં હોય છે. જ્યારે બે લોકો એકબીજાની નજીક આવે છે ત્યારે તો બધું સારું લાગે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ જીવનના સત્ય અને સારી ખરાબ આદતો સામે આવે છે. જ્યારે આવી વાતો સામે આવે છે ત્યારે બંને વ્યક્તિ પાસે ઓપ્શન હોય છે કે તે વ્યક્તિને સ્વીકાર કરે કે છોડી દે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ખાસ તો છોકરાઓની વાત કરીએ તો તેમની કેટલીક આદતો છોકરીઓને બિલકુલ પસંદ નથી હોતી. આ આદતો એવી છે જેને શરુઆતમાં છુપાવો તો પણ સમય જતા તે છોકરીઓની સામે આવી જ જાય છે. જે છોકરાને આ આદતો હોય તેને મોટાભાગે ફીમેલ પાર્ટનર છોડી દેતી હોય છે. કારણ કે આ આદતો ફીમેલ પાર્ટનર સહન કરી શકતી નથી તેથી જો સંબંધને ટકાવી રાખવો હોય તો છોકરાઓએ આ આદત છોડી દેવી જોઈએ. 


આ પણ વાંચો:


શંકા કરવી 


કોઈપણ સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. ખાસ કરીને રિલેશનશિપમાં હોય તે લોકોએ એકબીજા પર વિશ્વાસ કરવો પડે છે. તેવામાં જો કોઈ છોકરો પોતાની ફીમેલ પાર્ટનર પર કારણ વિના શંકા કરે તો છોકરી તેને રેડ ફ્લેટ માને છે અને સંબંધ ઝડપથી તોડી નાખે છે. તેથી વારંવાર છોકરી પર શંકા પણ કરવાની નહીં. 


આ પણ વાંચો:


કોમ્યુનિકેશન ગેમ 


રિલેશનશિપમાં હોવ ત્યારે કોમ્યુનિકેશન ગેપ ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા છોકરાઓ વાતચીત કરવાને મહત્વ આપતા નથી. પોતાની પાર્ટનર માટે તેઓ સમય કાઢીને વાત કરતા નથી. આવી આદત ધરાવતા છોકરાઓને પણ છોકરીઓ ઝડપથી બાય બાય કહી દે છે. 


ખોટું બોલવું 


આ આદત યુવતીઓને બિલકુલ પસંદ નથી. જ્યારે તમે ખોટું બોલો છો તો તમારા સંબંધને નબળો પાડો છો. રિલેશનશિપમાં ટ્રાન્સપરન્ટ રહેવું જરૂરી છે. કોઈ વાત થોડી મિનિટ માટે ખરાબ લાગી શકે છે પરંતુ પાર્ટનરને સાચી વાત કરી દેવી જરૂરી છે. ખોટું બોલનાર વ્યક્તિ કોઈ પણ છોકરીને પસંદ નથી. 


આ પણ વાંચો:


નશો કરવો 


આજના યુવાનોમાં સિગરેટ, દારૂ કે પછી ડ્રગ્સના વ્યસન જોવા મળે છે. દેખાદેખી કે ફેશન સમજી જો કોઈ વ્યક્તિ નશાના રવાડે ચઢી જાય તો તે ફિમેલ પાર્ટનરને પણ ગુમાવી દેશે છે. જે વ્યક્તિ નશો કરતી હોય તેની સાથે કોઈપણ છોકરી પોતાના ફ્યુચરને જોતી નથી. તેથી આ આદત પણ જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી છોડી દેવી.