ફિમેલ પ્લેઝર સંબંધિત આ myths ને તમે તો સાચા નથી માનતા ને ? સાવ ખોટી છે આ વાતો
Female Pleasure: સમય બદલાવાની સાથે લોકોના વિચારો બદલી રહ્યા છે પરંતુ તેમ છતાં મહિલાઓના ચરમસુખની વાતને મહત્વ આપવામાં આવતું નથી. આ જ કારણ છે કે મહિલાઓના ચરમસુખને લઈને કેટલીક ખોટી માન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ચુકી છે. આજે તમને જણાવીએ ફિમેલ પ્લેઝર વિશેની કેટલીક અફવાઓ વિશે જેને લોકો સાચી માને છે.
Female Pleasure: ફિમેલ પ્લેઝર એવો મુદ્દો છે જેના વિશે વાત કરવાનું લોકો ટાળે છે. મહિલાઓના પ્લેઝર અંગે વાત કરવી જાણે ગુનો હોય તેવું લાગે છે. જો કે સમય બદલાવાની સાથે લોકોના વિચારો બદલી રહ્યા છે પરંતુ તેમ છતાં મહિલાઓના ચરમસુખની વાતને મહત્વ આપવામાં આવતું નથી. આ જ કારણ છે કે મહિલાઓના ચરમસુખને લઈને કેટલીક ખોટી માન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ચુકી છે.
આજે તમને જણાવીએ ફિમેલ સેક્સુઅલ પ્લેઝર વિશેની કેટલીક અફવાઓ વિશે જે સાવ ખોટી છે પરંતુ લોકો તેને સાચી માને છે.
આ પણ વાંચો:
માસિક સમયે કરી શકાય સેફ સેક્સ, આ સમયે શારીરિક સંબંધોથી મહિલાઓને થાય છે આ 3 ફાયદા
કામસૂત્રની આ 5 ટીપ્સ કોઈપણ ઉંમરના કપલની સેક્સ લાઈફને બનાવી શકે છે રોમાંચક
પાર્ટનરની સ્લો થયેલી સેક્સ ડ્રાઈવને બુસ્ટ કરશે આ ટીપ્સ, 50 વર્ષે પણ લાઈફ હશે તરોતાજા
મહિલાઓને એક ઉંમર પછી સેક્સુઅલ પ્લેઝર નથી મળતું
આ વાત ખોટી છે. ઉંમર અને સેક્સુઅલ પ્લેઝરને કંઈ સંબંધ હોતો નથી. જેમ જેમ હોર્મોન બદલાય છે તેમ ઈચ્છાઓ બદલે છે પરંતુ તે બંધ થઈ જાય તેવું થતું નથી.
ચરમસુખ ફક્ત ઈંટરકોર્સ સુધી મર્યાદિત
ચરમસુખ શારીરિક અને માનસિક અનુભવ છે. પ્લેઝર પ્રાપ્ત કરવાની બીજી રીતો પણ છે જરૂરી નથી કે પાર્ટનરને ઈંટરકોર્સથી જ સુખ આપી શકાય. માસ્ટરબેડ, કડલિંગ વડે પણ પ્લેઝર ફીલ થાય છે.
સેલ્ફ પ્લેઝર ખોટું છે
ઘણા લોકો રિલેશનશિપમાં હોવા છતા માસ્ટરબેશન કરે છે. આ વાતને પાર્ટનર સાથે ચીટિંગ તરીકે ન જોવી જોઈએ. સેલ્ફ પ્લેઝરમાં કંઈ જ ખોટું નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)