Positive Parenting: બાળકની સામે માતાપિતાએ ન કરવા આ 5 કામ, ખરાબ વાતો શીખવા લાગશે બાળક
Positive Parenting: માતાપિતા પોતાના બાળકના સૌથી પહેલા શિક્ષક હોય છે. મોટાભાગની વાતો બાળકો ઘરમાં માતાપિતાને જોઈને જ શીખે છે. તેથી માતાપિતાએ બાળક થયા પછી પોતાના વર્તનને લઈ સભાન રહેવું જરૂરી થઈ જાય છે. ખાસ કરીને આ 5 કામ બાળકની સામે ક્યારેય કરવા નહીં.
Positive Parenting: બાળક પોતાના માતા પિતાને રોલ મોડલ તરીકે જોતા હોય છે. ઘરમાં જે પ્રકારનું વાતાવરણ હોય અને ઘરના લોકો જેવું વર્તન કરતા હોય તેનું અનુકરણ બાળકો કરવા લાગે છે. મોટાભાગની વસ્તુઓ બાળકો ઘરમાંથી જ શીખતા હોય છે કારણ કે તે પોતાના માતા પિતાને આ કામ કરતા જુએ છે. જે કામ તેની નજરની સામે થતું હોય તેને ઝડપથી બાળક ફોલો કરવા લાગે છે. તેથી બાળક થયા પછી માતા પિતાએ સમજી વિચારીને ઘરમાં વર્તન કરવું જોઈએ.
આ પણ વાંચો: એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાંથી બહાર નીકળવા ફોલો કરો આ 5 ટીપ્સ, બચી જશે લગ્નજીવન
દરેક વ્યક્તિમાં કેટલીક સારી અને ખરાબ આદતો હોય છે પરંતુ માતા-પિતા બન્યા પછી કેટલીક આદતોને અને કેટલાક કામને બાળકોની સામે કરવાનું ટાળવું જોઈએ. જો માતા પિતા આ 5 કામ પોતાના બાળકની સામે કરે છે તો બાળક ખોટી દિશામાં આગળ વધી જાય છે અને ખરાબ આદતોને ઝડપથી અપનાવે છે.
બાળકની સામે ન કરવા આ 5 કામ
આ પણ વાંચો: Relationship Tips: તમારી સાથે આવું થતું હોય તો સમજી લેજો તમારો થઈ રહ્યો છે ઉપયોગ
ક્રોધ કરવો
માતા પિતાએ બાળકોની સામે પોતાનો ક્રોધ ક્યારેય વ્યક્ત કરવો નહીં. ખાસ કરીને નાની નાની વાત પર ગુસ્સો કરવો અને રાડો પાડવી આવું વર્તન ઘરમાં કરવું નહીં. જો તમે બાળકની સામે આવું વર્તન કરશો તો બાળકનું વર્તન પણ ક્રોધી અને ગુસ્સા વાળું થવા લાગશે.. બાળકની સામે હંમેશા ધીરજ અને શાંતિપૂર્ણ રીતે વાતચીત કરવી જોઈએ અને પોતાના ઈમોશનને કંટ્રોલ કરવા જોઈએ.
આ પણ વાંચો: Extramarital Affair: પત્ની સાથે ભૂલથી પણ ન કરો આ 8 કામ, બીજા સાથે ચાલુ કરી દેશે અફેર
અપશબ્દો બોલવા
ઘણા લોકોને આદત હોય છે કે સામાન્ય વાતચીતમાં પણ અપશબ્દો બોલે. આવી આદત ઘરમાં નાનું બાળક હોય તો તુરંત છોડી દેવી. અપશબ્દો અને નકારાત્મક ભાષા બાળકના ભવિષ્ય માટે યોગ્ય નથી. તેથી ઘરમાં બાળકની સામે બોલવા ચાલવામાં હંમેશા યોગ્ય શબ્દ જ વાપરો. અપશબ્દોનો પ્રયોગ બિલકુલ ન કરો.
આ પણ વાંચો: Parenting Tips: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ શેર કરી બેસ્ટ પેરેન્ટિંગ ટિપ્સ
ઝઘડો
પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય તે સામાન્ય છે પરંતુ પતિ પત્ની જ્યારે માતા પિતા બની જાય તો તેમણે સ્થળ અને સમય અંગે સભાનતા રાખવી જોઈએ. નાના બાળકની સામે ક્યારે રાડારાડી કે ઝઘડો કરવો નહીં. જો બાળક માતા પિતાને ઝઘડો કરતા જુએ છે તો તેની માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડે છે અને તે પણ ઝઘડો કરવાની વાતને સામાન્ય સમજવા લાગે છે.
આ પણ વાંચો: આ 3 રીતે પાર્ટનર સાથે બનાવો સ્ટ્રોંગ બોંડ, પાર્ટનરને વધી જશે ઈંટિમસીમાં ઈંસ્ટ્રેસ્ટ
અનુશાસનહીનતા
જો તમે બાળકની સામે અનુશાસનમાં રહેતા નથી તો પછી જ્યારે તમે તેને નિયમ અનુસાર રહેવાનું કહેશો તો તે માનશે નહીં. સતત ટીવી જોવું, અનહેલ્ધી આહાર સહિતની આદતો બાળકો માતા-પિતા પાસેથી જ શીખે છે. તેથી જો બાળકને ડિસિપ્લિનમાં રહેવાનું શીખવાડવું હોય તો પોતે પણ ડિસિપ્લિનમાં રહેવા લાગો.
આ પણ વાંચો: રિલેશનશીપમાં આ 5 લક્ષણ જોવા મળે તો સમય બગાડ્યા વિના કરી લેવું બ્રેકઅપ
ખોટું બોલવું
જો તમે બાળકની સામે ખોટું બોલો છો તો બાળક પણ ખોટું બોલવાનું શરૂ કરી દેશે.. બાળક પણ એવું માનશે કે ખોટું બોલવું સામાન્ય વાત છે. તેના જીવનમાં ઈમાનદારી અને સત્યનું મહત્વ નહીં રહે.. તેથી કોઈપણ કારણ હોય બાળકની સામે ક્યારેય ખોટું બોલવું નહીં. બાળકને હંમેશા સાચું બોલવાની લઈને પ્રોત્સાહન આપો.