Relationship Tips: નવા નવા લગ્ન થયા હોય તો મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. પતિ કે પત્ની સાથે કેવી રીતે રહેવું, પરિવારના લોકો સાથે કેવી રીતે રહેવું, બધાને ખુશ કેવી રીતે રાખવા વગેરે. ઘણી વખત મેરીડ લાઇફની શરૂઆતમાં કરેલી ભૂલ જીવનભર નડે છે. તો સાથે જ લગ્નની શરૂઆતમાં અતિ ઉત્સાહમાં કરેલી ભૂલ પણ પસ્તાવો કરાવે છે. આજે તમને ચાર એવી ટીપ્સ વિશે જણાવીએ. જેને અપનાવી લેશો તો નવા લગ્ન જીવનનો આનંદ પણ માણી શકશો અને મેરીડ લાઈફ સારી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: નવા લગ્નના ઉત્સાહમાં ન ભૂલવી ભાન, ફર્સ્ટ નાઈટમાં આ 5 ભૂલ કરવાનું ટાળવું


વધારે અપેક્ષા ન રાખો 


પોતાના પાર્ટનર પાસેથી વધારે પડતી અપેક્ષાઓ ન રાખો. અપેક્ષા રાખવામાં કંઈ ખોટું નથી પરંતુ જો તમે વધારે પડતી અપેક્ષા રાખશો અને પાર્ટનર તે અપેક્ષા ને પૂરી નહીં કરે તો તકલીફ પડશે. તેથી લગ્નની શરૂઆતમાં અપેક્ષાઓ ઓછી રાખો. જેમ જેમ સમય પસાર થશે તેમ પાર્ટનર વિશે બધું જાણી લેશો. ત્યાર પછી તમારી અપેક્ષાઓ વિશે જણાવો. 


આ પણ વાંચો: પાર્ટનર સાથે લીવ ઈનમાં રહેવાનું વિચારો તે પહેલા જાણી લો તેના ફાયદા અને નુકસાન વિશે


વાતચીતમાં સ્પષ્ટતા રાખો 


નવા નવા લગ્ન થયા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓને સમસ્યા થાય છે. તેઓ સ્પષ્ટ રીતે પોતાની વાત કરી શકતી નથી અને પછી તકલીફ પડે છે. આવું ન થાય તે માટે લગ્નની શરૂઆતથી જ પોતાના મનની વાતને સ્પષ્ટતાથી બધાની સામે રાખવાનું રાખો. પોતાના પાર્ટનરને પણ ખુલીને બધી વાત કરો. 


આ પણ વાંચો: Toxic Nature: આ 5 સંકેતો પરથી સમજો કે તમે જાતે ખરાબ કરી રહ્યા છો તમારી મેન્ટલ હેલ્થ


વાત સાંભળો 


ઘણી વખત એવું થાય છે કે એક પાર્ટનર બીજા પાર્ટનર પર આવી થઈ જાય. એક પાર્ટનર પોતાની જ મરજી ચલાવે અને બીજાની વાત પણ ન સાંભળે. આ સ્થિતિ લાંબા સમય સુધી સારી નથી. તેથી હંમેશા પોતાના પાર્ટનરની વાત સાંભળવાનું રાખો. તેની વાતને પણ મહત્વ આપો. 


આ પણ વાંચો: Relationship Tips: છોકરાઓની આ હરકતો છોકરીઓને ગમે છે સૌથી વધુ, પણ ક્યારે કહેતી નથી


સમસ્યાનું નિરાકરણ લાવો 


જે વ્યક્તિ સાથે તમારે 24 કલાક રહેવાનું છે તેની સાથે મતભેદ થાય તે પણ સામાન્ય છે. નાની વાત હોય કે મોટી સમસ્યા ક્યારેય સમસ્યાનું સમાધાન લાવ્યા વિના વાત છોડવી નહીં. જ્યારે વાતનું સમાધાન નથી આવતું તો તે મનમાં રહી જાય છે. આવાજ આજની તો કાલ બહાર આવે છે. તેથી જ્યારે પણ સમસ્યા થાય તો બંનેએ સાથે મળી વાતચીત કરી સમસ્યાનું નિરાકરણ લાવવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)