Relationship Tips: નવા લગ્નના ઉત્સાહમાં ન ભૂલવી ભાન, ફર્સ્ટ નાઈટમાં આ 5 ભૂલ કરવાનું ટાળવું

Relationship Tips: જ્યારે લગ્ન નવા નવા થયા હોય ત્યારે પતિ અને પત્ની બંનેના મનમાં ઉત્સાહ અલગ જ હોય છે. ખાસ કરીને બેડરૂમ લાઇફને લઈને બધાની અપેક્ષા અલગ અલગ હોય છે. પ્રેમને લઈને પતિ પત્ની બંને ઉત્સુક હોય છે. પરંતુ આ ઉત્સાહના અતિરેકમાં કેટલીક વખત કરેલી ભૂલ જીવનભર પસ્તાવો કરાવે છે.

Relationship Tips: નવા લગ્નના ઉત્સાહમાં ન ભૂલવી ભાન, ફર્સ્ટ નાઈટમાં આ 5 ભૂલ કરવાનું ટાળવું

Relationship Tips: લગ્નની શરૂઆતનો સમય એવો હોય છે જ્યારે પતિ અને પત્ની બંનેના મનમાં ઉત્સાહ હોય છે. દરેક કપલ ઈચ્છે છે કે તે પોતાના પાર્ટનર સાથે બેસ્ટ સમય પસાર કરે. ખાસ કરીને જ્યારે લગ્ન પછી શારીરિક સંબંધો બનાવવાની વાત હોય તો પતિ અને પત્ની ઉત્સુક અને ડરેલા બંને હોય છે. બેડરૂમ લાઇફમાં શરૂઆતના સમયે ખાસ ધ્યાન રાખવું પડે છે. કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો જીવન ખુશી ખુશી પસાર થાય છે. નહીં તો પછી શરૂઆતમાં શરૂ થયેલી સમસ્યા જીવનભર પસ્તાવો કરાવે છે. આજે તમને પાંચ એવા મુદ્દા વિશે જણાવીએ જેને બેડરૂમમાં હંમેશા ધ્યાનમાં રાખવા. 

એકબીજાની મરજીનું સન્માન કરો

લગ્નની પહેલી રાતે શારીરિક સંબંધ બનાવવા એ જરૂરી નથી. ફિલ્મોમાં સુહાગરાતને જેવી દેખાડવામાં આવે છે તેવી જ હકીકતમાં પણ હોય તેવું પણ નથી. લગ્નની પહેલી રાત માટે તમારા પાર્ટનરની શું અપેક્ષા છે અને શું મરજી છે તે વાતને ખાસ ધ્યાનમાં રાખો. પહેલી રાતને લઈને યુવતીઓના મનમાં સંકોચ હોય છે. જો તમે સંબંધોને મજબૂત બનાવવા માંગો છો તો સૌથી પહેલા એકબીજા સાથે કમ્ફર્ટેબલ થઈ જાઓ. 

ભૂતકાળને લઈને પ્રશ્ન 

ઘણા લોકોની આદત હોય છે કે તેને પોતાના પાર્ટનરના ભૂતકાળ વિશે બધું જ જાણવું હોય છે. આ જાણકારી મેળવવાની શરૂઆત તેવો બેડરૂમથી જ કરે છે. પરંતુ બેડરૂમમાં જઈને કોઈને પોતાના પાસ્ટ વિશે વાત કરવાનું પસંદ નથી. જો તમે રોજ બેડરૂમમાં પાર્ટનર સાથે આ જ બાબતે ચર્ચા કરશો તો તમારો સંબંધ ખરાબ થઈ જશે. 

વર્જિનિટી પર પ્રશ્ન 

યુવક હોય કે યુવતી તેની ઈચ્છા હોય કે તેનો પાર્ટનર સૌથી પહેલા તેની સાથે જ શારીરિક સંબંધ બનાવે. પરંતુ આજના સમયમાં આ મુશ્કેલ છે. લગ્ન પહેલા રિલેશનશિપમાં હોવું તે સામાન્ય થઈ ગયું છે. ઘણા યુવાનો રિલેશનશિપમાં પણ શારીરિક સંબંધો રાખે છે. આવી સ્થિતિમાં લગ્ન પછી પોતાના પાર્ટનર સાથે પહેલાના રિલેશનશિપની વાત કરવામાં શરમનો અનુભવ થાય છે. તેથી વર્જીનિટી વિશે વાત કરીને પોતાના પાર્ટનરનો મૂડ ખરાબ કરવો નહીં. 

શારીરિક સંબંધોની ચર્ચા ન કરો 

નવા નવા લગ્ન થયા હોય તેઓને તેમના મિત્ર અને પરિવારના લોકો શારીરિક સંબંધો વિશે ખૂબ પ્રશ્ન કરે છે. પરંતુ એક નિયમ હંમેશા યાદ રાખો કે બેડરૂમ લાઇફને કોઈની સાથે શેર કરવી નહીં. કેટલીક વખત તમારી કરેલી વાતથી પાર્ટનર શરમમાં મુકાઈ જાય છે. તેથી બેડરૂમના સિક્રેટના બેડરૂમમાં જ રાખો અને કોઈ સાથે શેર ન કરો. 

વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીથી બચો 

બેડરૂમમાં પાર્ટનર સાથે જે અનમોલ ક્ષણ પસાર કરવાની હોય છે તેને માણવાની હોય છે. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને મજાક ખરાબ કરવી નહીં. આ પ્રકારે પર્સનલ મોમેન્ટ ના વિડીયો અને ફોટો લેવા જોખમી પણ સાબિત થઈ શકે છે. ફોનમાં રહેલો ડેટા જો લીક થઈ જાય તો સમસ્યા થઈ શકે છે. તેથી પોતાના પાર્ટનર સાથેની દરેક ક્ષણને દિલથી માણવાનું રાખો તેને કેમેરામાં કેદ કરવાનું ટાળો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news