Couple Goal: લગ્ન પહેલા યુવક-યુવતી બંનેના મનમાં કેટલાક પ્રશ્નો હોય છે. લગ્ન પછી બંનેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. તેથી જરૂરી છે કે લગ્ન પહેલાં જ કેટલીક વાતો વિશે યુવક અને યુવતી બંનેને ખબર હોય. જો આ વાતોથી કપલ અજાણ હોય તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ જો પહેલાથી જ આ વાત વિશે ખબર હોય તો લગ્ન પછી સુખી વૈવાહિક જીવનનો આનંદ માણી શકાય છે. આ કેટલીક એવી વાતો છે જેના વિશે લગ્ન પહેલા કોઈ જણાવતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવવિવાહિત કપલને ખબર હોવી જોઈએ આ વાતો


આ પણ વાંચો: પત્ની જાહેરમાં પતિ સાથે આવું વર્તન તો પતિ લઈ શકે છે ડિવોર્સ, કુનાલ કપૂરનો કેસ ઉદાહરણ


વધારે અપેક્ષા ન રાખવી


અપેક્ષા રાખવામાં કોઈ વાંધો નથી. પરંતુ લગ્ન પહેલા કપલ એકબીજાને લઈને એટલી બધી અપેક્ષાઓ બાંધી લેતા હોય છે કે લગ્ન પછી જ્યારે એ અપેક્ષા પૂરી ન થાય તો પછી ખરાબ લાગે છે. ઘણી વખત એવું પણ થાય કે તમે વિચાર્યું પણ ન હોય તેવી પરિસ્થિતિ સર્જાય. આવી સ્થિતિમાં સારું રહેશે કે તમે લગ્ન પહેલાં પાર્ટનરને લઈને અને લગ્ન જીવનને લઈને વધારે અપેક્ષાઓ ન રાખો.


આ પણ વાંચો: Online જીવનસાથી શોધતી વખતે આ રીતે આગળ વધશો તો તમને કોઈ છેતરી નહીં શકે..


વિચાર વ્યક્ત કરો


મહિલાઓની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તે પોતાના પાર્ટનર્સ સાથે પોતાના વિચારો શેર કરતી નથી. ઘણી વખત એવું હોય છે કે તમારા પાર્ટનર તમારા મનની વાત સમજી નથી શકતા. આવી સ્થિતિમાં મનની વાતને કહી દેવી સારી. લગ્નના શરૂઆતના દિવસોમાં પોતાના પાર્ટનર સાથે વાતચીત કરો ત્યારે પોતાના વિચારો વ્યક્ત કરતા રહો.


આ પણ વાંચો: Friendship Tips: આવા મિત્ર હોય તો દુશ્મનની જરૂર ન પડે, 4 આદતોવાળા મિત્રોથી રહો બચીને


પસંદ નાપસંદ જણાવી દો


અરેન્જ મેરેજ હોય તો યુવતીઓ પોતાની પસંદના પસંદ વિશે વાત કરવામાં સંકોચ અનુભવે છે. જેના કારણે આગળ જઈને તકલીફ પણ થાય છે. તેથી શરમ સંકોચને છોડી અને પોતાની પસંદના પસંદ વિશે વાત કરી લો. જેથી તમારા પાર્ટનરનું વર્તન તમને ખરાબ ન લાગે. 


આ પણ વાંચો: Relationship Tips: આ 4 વાત દરેક કપલે રાખવી જોઈએ યાદ, વર્ષો સુધી સંબંધમાં પ્રેમ અકબંધ


પાર્ટનરની વાતને સમજો


ઘણી વખત એવું જોવા મળે છે કે લગ્નમાં એક પાર્ટનર બીજા પાર્ટનર પર આવી રહે છે. આવું ક્યારેય ન કરો. ઘણી વખત પતિ પોતાની પત્નીની વાત સાંભળે તો છે પરંતુ તેને સમજતા નથી. આ ભૂલ પણ ભારે પડી શકે છે. તેથી તમારી પત્ની જો કોઈ વાત કરે તો તેને સમજવાનો પ્રયત્ન કરો. 


આ પણ વાંચો: Married Life Tips: પતિના અફેર કરતાં પણ વધારે ગુસ્સો પત્નીને આવે છે પતિની આ 3 વાતો પર


એકબીજાને સમય આપો


લગ્ન પહેલા કપલ એકબીજા સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ લગ્ન પછી એકબીજાને સમય આપવાનું ઘટી જાય છે. લગ્ન પછી બંને પર જવાબદારી વધે છે પરંતુ તેની સાથે પર્સનલ લાઇફ માટે પણ સમય કાઢતા રહેવું. લગ્ન પછી પણ પોતાના પાર્ટનરને સમય આપો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)