Relationship Tips: દિવસ દરમિયાન ક્યાંય જવાનું થાય તો જગ્યાને અનુરુપ અને મૂડ અનુસાર કપડા બદલવામાં આવે છે. કારણ કે તમે જે કામ કરવા જાઓ છો ત્યાં કેવા કપડા પહેરો છો તેનું મહત્વ હોય છે. આ નિયમ બેડરુમમાં પણ લાગુ પડે છે. બેડરુમમાં પાર્ટનરની સામે જાવ ત્યારે પણ તેને મૂડને બનાવી દે તેવા કપડા પહેરવા જરૂરી છે. કારણ કે ફિઝિકલ રિલેશન દરમિયાન પણ કપડા મહત્વના હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા કપડા અને ફિઝિકલ ઈંટીમસી માટેના મૂડ વચ્ચે ખાસ કનેકશન હોય છે. જો તમે ગમે તેવા કપડા પહેરી સુવા જતા રહો છો અને પછી ફરિયાદ કરો છો કે પાર્ટનરને તમારામાં રસ નથી તો તેમાં તેનો વાંક નથી. કારણ કે કપડા પાર્ટનરનો મૂડ બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. 


આ પણ વાંચો:


Couple Life: સેક્સ પછી તમારી સાથે પણ થાય આવું તો સમજી લેજો નોર્મલ છો તમે


ફિમેલ પ્લેઝર સંબંધિત આ myths ને તમે તો સાચા નથી માનતા ને ? સાવ ખોટી છે આ વાતો


માસિક સમયે કરી શકાય સેફ સેક્સ, આ સમયે શારીરિક સંબંધોથી મહિલાઓને થાય છે આ 3 ફાયદા


આઉટફીટ કેવા લેવા ?


ઘણા યુવકો પોતાની પાર્ટનર માટે સેક્સી ડ્રેસ ખરીદે છે. કારણ કે તે પોતાની પાર્ટનરને હોટ અને સેક્સી અંદાજમાં જોવા માંગે છે. પરંતુ આ ઉત્સાહમાં તે પોતાની પાર્ટનરની પસંદ પુછતા નથી જેના કારણે પાર્ટનર પણ તેને કેરી કરવાનું ઈગ્નોર કરે છે. તેથી પાર્ટનર માટે આઉટફીટ ખરીદો ત્યારે તેની પસંદ નાપસંદ જાણી લો.


યુવકો માટે શું કરવું જરૂરી?


આઉટફીટનો નિયમ ફક્ત યુવતીઓને લાગુ નથી પડતો. પુરુષોએ પણ ફિઝિકલ થતા પહેલા કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ. જેમકે જો પરસેવો થયો હોય અને ફ્રેશ થવાની જરૂર જણાય તો શાવર લઈ અંડરગાર્મેન્ટ ચેન્જ કરી લેવા જોઈએ. જેથી બોડી ઓડોર દુર થઈ જાય. સાથે જ રાત્રે હંમેશા ફ્રેશ અંડરગાર્મેંટ પહેરવા. 


ઓવર ડ્રેસ ન થવું



ઘણા કપલ સેક્સી દેખાવાના ચક્કરમાં એવા કપડા પહેરી લે છે જેના કારણે ફિઝિકલ થતી વખતે પરેશાનીનો સામનો કરવો પડે છે. તેથી ઓવર ડ્રેસ અપ પણ ન કરવું.