Relationship: લગ્ન પછી યુવતીને ફક્ત પતિ સાથે જ નહીં પરંતુ તેના પરિવાર સાથે પણ ખાસ સંબંધ બનાવીને રહેવાનું હોય છે. સામાન્ય રીતે પતિ સાથેના સંબંધોને જ મહત્વ આપવામાં આવે છે પરંતુ લગ્ન પછી સાસરાના દરેક સંબંધને ખાસ બનાવવા માટે પ્રયત્ન કરવા પડે છે. ખાસ તો સાસરામાં સાસુ સાથે સંબંધ સારા હોય તે જરૂરી હોય છે. સાસુ વહુના સંબંધને લઈને વર્ષોથી સમાજમાં એક ધારણા છે. આ ધારણા ખૂબ સારી નથી. જોકે આજના સમયમાં પરિવારમાં સાસુ વહુના સંબંધમાં માતા અને દીકરી જેવો પ્રેમ જોવા મળે છે. પરંતુ કેટલાક ઘરોમાં સાસુ અને વહુને એકબીજાની સાથે સંબંધ નિભાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Negative Thoughts: બ્રેકઅપ પછીની એકલતા અને નેગેટિવીટી દુર કરવામાં મદદ કરશે આ 5 ટીપ્સ


સાસુ અને વહુનો સંબંધ ખટમીઠો હોય છે. જેમાં ક્યારેક પ્રેમ તો ક્યારેય ઝઘડા પણ થાય છે. કેટલીક વખત બેદરકારી અને ગેરસમજના કારણે સાસુ-વહુ વચ્ચે મોટા ઝઘડા પણ થઈ જતા હોય છે. તો કેટલાક ઘરમાં તો સાસુ અને વહુ વચ્ચે 36 નો આંકડો જોવા મળે છે. આવું ઘણી વખત સાસુ અને વહુની રાશિના પ્રભાવના કારણે પણ થતું હોય છે. 


આ પણ વાંચો: Relationship Tips: મહિલાઓને દાઢી-મુંછ વાળા પુરુષો શા માટે વધારે ગમે છે? જાણી લો કારણ


કેટલીક રાશિ એવી હોય છે જેમાં મહિલાઓને એકબીજા સાથે બિલકુલ બનતું નથી. આ રાશિની જોડી જો સાસુ વહુ હોય તો તેમની વચ્ચે હંમેશા 36 નો આંકડો રહે છે. આ રાશિની મહિલાઓને એકબીજા સાથે બિલકુલ બનતું નથી. એકબીજા સાથે ન બને તેવી રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ. 


મેષ અને કુંભ 


મેષ અને કુંભ રાશિની મહિલાઓને એકબીજા સાથે બિલકુલ બનતું નથી. બંને રાશિની મહિલાઓ જિદ્દી સ્વભાવની હોય છે. તે બંને પોતાના મનનું જ ચલાવવા માંગે છે. જેના કારણે ઘરમાં હંમેશા કલેશ થાય છે. જો આ રાશિની મહિલાઓ સાસુ વહુ હોય તો ઘરમાં માથાકુટ થતી રહે છે. 


આ પણ વાંચો: પરિણીત પુરુષ શા માટે કરે છે લફરું ? આ કારણોથી બીજી સ્ત્રીમાં પડે છે પુરુષને રસ


કન્યા અને તુલા 


આ રાશિની મહિલાઓ એકદમ પરફેક્ટ કામ ઈચ્છે છે. તેથી તેઓ બીજા કોઈની સાથે રહીને એડજસ્ટ કરી શકતી નથી. બંને રાશિની મહિલાઓ બીજા કરતા આગળ વધવાની રેસમાં લાગી જાય છે જેના કારણે પરિવારના લોકો માટે મુશ્કેલી સર્જાઈ જાય છે. 


મિથુન અને મકર 


મિથુન રાશિની મહિલાઓ ચંચળ સ્વભાવની હોય છે અને મકર રાશિની મહિલાઓ શાંતિ પસંદ કરનાર. જો આ બે રાશિની મહિલાઓને એકબીજા સાથે રહેવાનું થાય તો ટકરાવ થાય તે નક્કી છે. આ બે રાશિની મહિલાઓને જો એકબીજા સાથે ન બને તો તેમની વચ્ચે ઝઘડા પણ મોટા થાય છે અને ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. 


આ પણ વાંચો: આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...


સિંહ અને વૃશ્ચિક 


આ બે રાશિની મહિલાઓ પણ એકબીજા સાથે રહી શકતી નથી. આ રાશિની મહિલાઓ સૌથી વધુ ઝઘડા કરનાર હોય છે. તમને બધી જ જગ્યાએ પોતાની જ મરજી ચલાવી હોય છે. આ બે રાશિની મહિલાઓ જો સાસુ વહુ હોય તો તેનો અર્થ છે એક મ્યાનમાં બે તલવાર. આ રાશિની મહિલાઓ એક સાથે રહી શકતી નથી જો રહે તો રોજ યુદ્ધ કરે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)