Honeymoon: લગ્નની પહેલી રાતને લઈને યુગલોમાં ભારે ઉત્સાહ હોય છે. શું કરીશું, શું નહીં એ જ વસ્તુઓ ખયાલોમાં રહેતી હોય છે. જોકે, ઘણીવાર આવો અતિ ઉત્સાહ મોટી મુસીબત ઉભી કરી શકે છે. હાલમાં જ એક યુગલ સાથે કંઈક આવું જ બન્યું. જેમાં લગ્નની પહેલી રાતે એટલેકે, સુહાગરાતે વરરાજા એક સાથે નશાની ઢગલાબંધ ગોળીઓ ગઈને દુલ્હનના રૂમમાં આવ્યો. રૂમમાં આવતાની સાથે જ વરરાજાએ દુલ્હન સાથે શારીરિક સંબંધ બનાવવાની શરૂઆત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નશાની ગોળીઓ ખાઈને વરરાજાએ મનાવી સુહાગરાતઃ
પછી તો દુલ્હન બુમો પાડતી રહી પણ વરરાજાએ તેની છોડી નહીં. નશાખોર વરરાજા લાંબા ટાઈમથી દુલ્હનની સાથે અમાનવીય વર્તન કરતો રહ્યો. હાલત એ હદે ખરાબ થઈ કે, રાતો રાત દુલ્હનને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવી પડી. લગ્નની રાત્રે વરરાજાએ નશાની ગોળીઓ ખાઈને એ હદે શારિરીક સંબંધો બાંધ્યા કે રાત્રે ને રાત્રે દુલ્હનને હોસ્પિટલ લઈ જવી પડી. 


જાણો ક્યાં બની છે આ ખૌફનાક સુહાગરાતની ઘટનાઃ
આ ઘટના છે ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના એક નાનકડા ગામની. જ્યાં લગ્નની પહેલી રાતે જ વરરાજાએ કર્યો મોટો કાંડ. લગ્નની પહેલી રાત્રે નશાની ગોળીઓ ખાઈને વરરાજાએ નવી પરણેલી વહુ સાથે સેક્સ કરવાનું શરૂ કર્યું. રાત્રે એટલો નશો કર્યો હતો કે દુલ્હનને હોસ્પિટલમાં લઈ જવી પડી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. નશાખોર દુલ્હાએ નશાની હાલતમાં બળજબરીથી ક્રૂરતા પૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુલ્હનની હાલત એવી કરી નાંખી હતીકે, તેણે હોસ્પિટલમાં જ પોતાનો દમ તોડી દીધો. 


મળતી માહિતી મુજબ, હમીરપુર શહેરની રહેવાસી યુવતીનું લગ્ન ગત 3 ફેબ્રુઆરીના રોજ ઉરઇ ગામે કરવામાં આવ્યું હતું. છોકરીના કોઈ માતા-પિતા નથી. ભાઈ સરકારી કર્મચારી છે, જેના લગ્ન થયા છે. 4 ફેબ્રુઆરીએ યુવતી તેના સાસરે પહોંચી હતી.


યુવતીની ભાભીએ જણાવ્યું કે 7 ફેબ્રુઆરીના રોજ તે તેના પતિ સાથે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા કાનપુર ગઈ હતી, જ્યારે તેને તેની ભાભીના સાસરિયાઓનો ફોન આવ્યો, જેમણે આરોપ લગાવ્યો કે પોતાની બીમારી છુપાવીને છોકરીએ લગ્ન કર્યા છે. તેને ઉલ્ટી થઈ રહી છે અને તે અસ્વસ્થ છે. ભાભીના કહેવા મુજબ, તેઓ કાનપુરમાં લગ્ન છોડીને તે જ દિવસે ઉરઇ પહોંચ્યા, જ્યાંથી તેઓ પોતાની નણંદને લઈને સીધા કાનપુરના એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરી. જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી. પરંતુ રાહત મળી નથી. 


સેક્સ વધારનારી ગોળીઓ ખાઈને વરરાજાએ બાંધ્યો હતો સંબંધઃ
દુલ્હનની ભાભીએ જણાવ્યું કે તેણે ફોન પર તેની ખરાબ તબિયત અંગે જાણ કરી હતી. તેની તબિયત બગડવાનું કારણ પણ તેણે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, વરરાજાએ તેની સાથે નશાની વધારે પડતી ગોળીઓ ખાઈને સેક્સ સંબંધ બાંધ્યો છે. સેક્સ વધારનારી ગોળીઓ ખાઈને વરરાજાએ સેક્સ કર્યું હતું, જેનાથી તેની હાલત ખરાબ થઈ ગઈ હતી.


ડોક્ટરે કહ્યું બળાત્કારની જેમ મનાવવામાં આવી છે સુહાગરાત!
આ પછી યુવતીને ગાયનેકોલોજિસ્ટને બતાવવામાં આવી. ચેકઅપ બાદ ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું કે યુવતી સાથેના સંબંધો એવા હતા કે જાણે તેની સાથે ગેંગરેપ થયો હોય! યુવતીને આંતરિક ઈજાઓ થઈ, જેના કારણે ઈન્ફેક્શન ફેલાઈ ગયું અને 10 ફેબ્રુઆરીના રોજ બપોરે 3.30 વાગ્યે કાનપુરમાં યુવતીનું મૃત્યુ થયું, ત્યાં પોસ્ટમોર્ટમ થયા બાદ સોમવારે મૃતદેહ ઘરે પહોંચતા હોબાળો મચી ગયો હતો.


મૃતકના ભાઈનું કહેવું છે કે તે સાસરિયાઓ સામે રિપોર્ટ નોંધાવશે. કોટવાલ અનૂપ સિંહે જણાવ્યું કે આ સમગ્ર ઘટના ઉરઇમાં બની હતી. અત્યારસુધી અહીં કોઈએ ફરિયાદ કરી નથી.