Relationship Tips: રોજ સવારે પત્નીને ચુંબન કરીને ઓફિસ જવાથી તમારો પગાર-ઉંમર બંને વધી શકે? જાણો કઈ રીતે
એક સ્ટડી થયો હતો જેમાં પત્નીને ચુંબન કરવું કેમ જરૂરી છે તેના પર એક મજેદાર વાત સામે આવી છે. તમને નવાઈ લાગશે પરંતુ જો સ્ટડીના તારણો માનીએ તો જે લોકો રોજ પોતાની પત્નીને કિસ કરીને ઓફિસ જવા નીકળે છે તેમનો પગાર જ નહીં પરંતુ ઉંમર પણ અન્ય લોકોની સરખામણીમાં વધી જાય છે. જાણો આ મજેદાર સ્ટડી અને તેના ખુલાસાઓ વિશે.
પ્રેમને પ્રદર્શિત કરવામાં ચુંબનનો એક ખાસ ફાળો છે. જ્યારે બે વ્યક્તિ પોતાના મનની વાત રજુ કરે ત્યારે શબ્દો ન શોધી શકે તો ચુંબનનો સહારો લેતા હોય છે. જે સંબંધની ડોર પણ મજબૂત બનાવે છે અને ભાવનાત્મક રીતે પણ એકબીજાને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા સમય પહેલા એક સ્ટડી થયો હતો જેમાં પત્નીને ચુંબન કરવું કેમ જરૂરી છે તેના પર એક મજેદાર વાત સામે આવી છે. તમને નવાઈ લાગશે પરંતુ જો સ્ટડીના તારણો માનીએ તો જે લોકો રોજ પોતાની પત્નીને કિસ કરીને ઓફિસ જવા નીકળે છે તેમનો પગાર જ નહીં પરંતુ ઉંમર પણ અન્ય લોકોની સરખામણીમાં વધી જાય છે. જાણો આ મજેદાર સ્ટડી અને તેના ખુલાસાઓ વિશે.
સ્ટડીમાં લવલાઈફ વિશે ખુલાસા
જર્મનીમાં વર્ષ 1980માં લોકોના સાઈકોલોજી પર એક સ્ટડી કરવામાં આવ્યો હતો. બે વર્ષ સુધી કરાયેલા આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ પરિણીત લોકોની લવલાઈફ વિશે અનેક મોટા ખુલાસા કર્યા હતા. આ સ્ટડીમાં જણાવાયું હતું કે જે લોકો સવારે કામ પર જવા નીકળતા પહેલા પત્નીને કિસ કરે છે તેમના પગાર જ નહીં પરંતુ 5 વર્ષ ઉંમર પણ અન્ય પુરુષો કે જેઓ પત્નીને કિસ કરીને નથી નીકળતા તેમની સરખામણીમાં વધે છે.
પગારમાં વધારો?
આ સ્ટડીમાં રિસર્ચર્સે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે પત્નીને રોજ કિસ કર્યા બાદ ઓફિસ જનારા પતિ ઓફિસમાં એવા પુરુષોની સરખામણીમાં 20 થી 35 ટકા વધુ કમાય છે જે પત્નીની સાથે આવું વર્તન કરતા નથી. અત્રે જણાવવાનું કે આ સ્ટડી પરિણામો આ રિસર્ચમાં ભાગ લેનારા લગભગ 110 ટોપ મેનેજર લેવલના લોકો સાથે કરાયેલા સવાલોના જવાબના આધારે નક્કી કરાયા હતા. જે મુજબ પત્નીને રોજ ગુડબાય કિસ કરીને ઓફિસ જનારા પતિઓમાં લગભગ 87 ટકા લોકોએ પગારમાં વધારા સાથે જ ઓફિસમાં સારું પદ પણ મેળવ્યું.
કિસનું પગાર સાથે શું કનેક્શન?
આ સ્ટડીના રિઝલ્ટ્સને જર્મનીના મેગેઝીન 'Selecta'માં પ્રકાશિત કરાયા હતા. અત્રે જણાવવાનું કે આ સ્ટડી યુનિવર્સિટી ઓફ કિલમાં સાઈકોલોજીના પ્રોફેસર ડોક્ટર આર્થખ સ્જાબોએ કર્યો હતો. ડોક્ટર આર્થરે સ્ટડીમાં આવેલા પરિણામો પર વાત કરતા લોકોને આ પાછળનું કારણ પણ જણાવ્યું. ડોક્ટર આર્થરનું માનીએ તો એવા પતિ જે પત્નીને કિસ કર્યા વગર ઓફિસ જાય છે તેઓ શક્ય છે કે એવું એટલા માટે કદાચ કરતા હોય કારણ કે તેનો તેમના સાથી સાથે ઝઘડો થયો હોય કે પછી બંને વચ્ચે અંતર આવી ચૂક્યું હોય. જો કે આ બંને પરિસ્થિતિઓમાં પતિ પોતાના દિવસની શરૂઆત એક નકારાત્મક ઉર્જા સાથે કરે છે. તે મૂડી અને નિરાશા મહેસૂસ કરે છે. જેના કારણે તેનું મન પણ ઓફિસના કામમાં લાગતું નથી.
જ્યારે રિસર્ચમાં એ વાત પણ સાબિત થઈ કે એવા પુરુષ જે રોજ પત્નીને કિસ કરીને જ ઓફિસ જાય છે તેઓ પોઝિટિવ એટિટ્યૂડ સાથે પોતાના ઓફિસના કામકાજની શરૂઆત કરે છે. તેમના મનની આ શાંતિ અને સકારાત્મક ઉર્જા તેમના કામ પર પોઝિટિવ અસર નાખીને તેમને આગળ વધવાની તક આપે છે. તો તમારે પણ જો લાંબી ઉંમર અને પગારમાં વધારો જોઈતો હોય તો સવારે ઘરથી નીકળતા પહેલા પત્નીને ચુંબન કરવાનું ન ભૂલતા!
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)