Relationship Tips: લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ લગ્નજીવનને સુખેથી જીવવા માટે પ્રેમ, વિશ્વાસ, સમજદારી અને કેયરિંગ નેચરની જરૂર પડે છે. આ વસ્તુઓ વિના લગ્નજીવન લાંબો સમય ચાલતું નથી. જો લગ્નજીવનમાં આ વસ્તુઓની જગ્યા અન્ય વસ્તુઓ લઈ લે તો સમજી લેવું કે લગ્નજીવન જોખમમાં છે. આ 3 કારણ એવા છે જેના કારણે લગ્નજીવનમાં કંટાળો આવે છે અને સ્પાર્ક નથી તેવું લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો લગ્નજીવનમાં પાર્ટનર તમારી સાથે આવું વર્તન કરે તો આ નોર્મલ પરિસ્થિતિ નથી. જો લગ્નજીવનમાં પ્રેમને બદલે આ વસ્તુઓ આવી જાય તો વ્યક્તિને કંટાળો આવે છે અને લાંબા સમય સુધી જો સમસ્યાને ઠીક કરવામાં ન આવે તો સંબંધ જોખમમાં મુકાઈ જાય છે. 


ફિઝિકલ ઈંટીમસીની ખામી


આ પણ વાંચો: Relationship Tips: પાર્ટનરનું દિલ જીતી ફિઝિકલ ઈન્ટિમસી વધારવી હોય તો કરો આ કામ


સમય સાથે સંબંધોમાં બદલાવ આવે છે પરંતુ જો પતિ-પત્ની વચ્ચે ફિઝિકલ ઈંટીમસી ન હોય અથવા તો અચાનકથી પાર્ટનરે રસ ન રહે તો સમજવું કે સંબંધોમાં એ સ્પાર્ક રહ્યો નથી. જો પાર્ટનર તરફથી આવું વર્તન જોવા મળે તો તમારે આગળ વધી પોતાનો પ્રેમ વ્યક્ત કરવો જોઈએ. જેથી ગુમાવેલો પ્રેમ ફરીથી જાગી શકે.


એકલા સમય પસાર કરવો


જો તમારો પાર્ટનર તમારા કરતા વધારે તેના મિત્રો સાથે કે પછી એકલા સમય પસાર કરવાનું પસંદ કરે છે તો તે ઈશારો છે કે સંબંધમાંથી સ્પાર્ક ખતમ થઈ રહ્યો છે. આવામાં રિલેશનશીપને સુધારવા માટે સમય પસાર કરી પાર્ટનરના મનની વાત સમજવી જોઈએ. 


આ પણ વાંચો: પુરુષનો ફોટો જોઈને પણ સ્ત્રી કહી શકે તે ચીટર છે કે નહીં.... રીસર્ચમાં આવ્યું સામે


ઈગ્નોર કરવું


જો તમારો પાર્ટનર તમારા કોલ કે મેસેજને ઈગ્નોર કરે કે તમારી જરૂરી વાતોમાં પણ રિસ્પોન્સ ન આપે તો તે ઈશારો છે કે તમારા પાર્ટરને રસ રહ્યો નથી. જો આ મુદ્દા પર વારંવાર ઝઘડા થતા હોય તો પાર્ટનર સાથે વાત કરી અને તેની નારાજગીનું કારણ જાણો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)