Relationship Tips: પાર્ટનરનું દિલ જીતી ફિઝિકલ ઈન્ટિમસી વધારવી હોય તો કરો આ કામ, વર્ષો પછી પણ લગ્નજીવનમાં જળવાઈ રહેશે રોમાંસ
Relationship Tips: આ અંગે થયેલી એક રીસર્સમાં લગ્ન પછી ફિઝિકલ ઈન્ટિમસી ઘટવાનું કારણ અને ફિઝિકલ ઈન્ટિમસી વધારવાનો રસ્તો બંને જાણવા મળ્યા છે. રિસર્ચ અનુસાર જે વ્યક્તિ પોતાના રોજના કામોના પ્રેશર અંગે સાથી સાથે વાત કરે છે તે વધારે સારી રીતે ફિઝિકલ ઈન્ટિમસીનો આનંદ માણે છે.
Trending Photos
Relationship Tips: ઘણીવાર એવું જોવા મળે છે કે લગ્નના થોડા સમય પછી કપલ વચ્ચે ફિઝિકલ ઈન્ટિમસી ઘટી જાય છે. કારણ કે જવાબદારીઓ અને કામનું ભારણ ટેન્શન વધારે છે. પતિ અને પત્ની બંને જવાબદારીઓના કારણે પોતાના સાથીને લઈને નિરસ થઈ જાય છે. જેના કારણે ફિઝિકલ ઈન્ટિમસીમાં પણ રસ રહેતો નથી.
આ અંગે થયેલી એક રીસર્સમાં લગ્ન પછી ફિઝિકલ ઈન્ટિમસી ઘટવાનું કારણ અને ફિઝિકલ ઈન્ટિમસી વધારવાનો રસ્તો બંને જાણવા મળ્યા છે. રિસર્ચ અનુસાર જે વ્યક્તિ પોતાના રોજના કામોના પ્રેશર અંગે સાથી સાથે વાત કરે છે તે વધારે સારી રીતે ફિઝિકલ ઈન્ટિમસીનો આનંદ માણે છે. ટુંકમાં જો વ્યક્તિ પોતાના ટેન્શન, કામ અને કામના ભાર અંગે પાર્ટનર સાથે ચર્ચા કરે છે તો તેનો પાર્ટનર તેના ટેન્શનને દુર કરવા અને તેને આનંદનો અનુભવ કરાવવા માટે પ્રેરિત થાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સાથી સાથે બધું જ શેર કરે છે તો તેના સાથેના મનમાં તેના પ્રત્યે કેરની લાગણી વધે છે. પરિવારમાં બીમારી, સમસ્યા, નોકરીનું પ્રેશર વગેરે જેવી ઘટનાઓ યૌન જીવનની ગુણવત્તાને અસર કરે છે. જો કે રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે રોજની લાઈફમાં સ્ટ્રેસ હોય તો તે કોઈપણ વ્યક્તિના યૌન જીવનને પ્રભાવિત કરે છે.
રિસર્ચમાં ફિઝિકલ ઈન્ટિમસીને સ્ટ્રોંગ બનાવવા માટેનું તારણ એ સામે આવ્યું કે સંબંધોમાં બંને પાર્ટનરએ એકબીજા સાથે પોતાની જવાબદારીઓ અને મનની વાત શેર કરવી જોઈએ. જો કોઈ એક વ્યક્તિ જ પોતાના પર બધો ભારે રાખે છે તો તેનાથી સંબંધોને અસર થાય છે.
સંબંધોમાં પાર્ટનર સાથે વાત શેર ન કરવાથી તેને લાગે છે કે તમારી લાઈફમાં તેનું મહત્વ નથી જેના કારણે તેને સંબંધોમાં પણ રસ રહેતો નથી. પરંતુ તેનાથી વિરુદ્ધ નાની-નાની વાતો પણ જ્યાં શેર થાય છે ત્યાં કપલના સંબંધો વધારે સારા હોય છે.
રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મહિલાઓ વધારે સ્ટ્રેસમાં હોય છે ત્યારે તેઓ ફિઝિકલ ઈન્ટિમસીમાં રસ ધરાવતી નથી. તેથી જેમણે પોતાના લગ્નજીવનનો આનંદ માણવો હોય તેણે પોતાના પાર્ટનર સાથે દરેક વાત શેર કરવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે