Relationship Mistakes: આજના સમયમાં પતિ-પત્ની વચ્ચેની નાની વાત પણ ક્યારે મોટી બની જાય અને વાત છુટાછેડા સુધી પહોંચી જાય તે કહી શકાતું નથી. ઘણી વખત સામાન્ય લાગતી બાબતો લગ્નજીવનને તૂટવા સુધી લઈ જાય છે. આવું સૌથી વધારે ત્યારે થાય છે જ્યારે લગ્ન પછી કપલ એકબીજાનું સન્માન કરતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નજીવનમાં પણ પતિ-પત્ની એકબીજાની રિસ્પેક્ટ રાખે તે જરૂરી છે. જો બેમાંથી કોઈ એક વ્યક્તિ પણ બીજા સાથે ખરાબ વર્તન કરે અને તેની વેલ્યુ ન કરે તેમજ વાત પર ગુસ્સો કરે તો એકના એક દિવસ તેમના સંબંધો તૂટવાની આરે પહોંચી જ જાય છે. 


આ પણ વાંચો: વારંવાર થતા Mood swings થી છો પરેશાન? તો જાણો તેનું કારણ અને કંટ્રોલ કરવાની રીત


પતિ પત્નીના સંબંધોમાં ખાસ તો પત્નીએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી સ્ત્રીઓને આદત હોય છે કે તે પોતાના પતિ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. જેના કારણે ધીરે ધીરે સંબંધ નબળો પડવા લાગે છે. આજે તમને જણાવીએ કે જો લગ્ન પછી પણ પતિના જીવનમાં ખાસ સ્થાન બનાવવું હોય તો પત્નીએ કઈ કઈ ભૂલ કરવાનું ટાળવું. 


પતિ સાથે પત્નીએ ક્યારેય ન કરવું આવું વર્તન


આ પણ વાંચો: આવા છોકરાઓને 'હા' કહેવામાં વાર નથી લગાડતી છોકરીઓ, જાણો કઈ છે આ ક્વોલિટી


પોતાના પરિવાર સામે પતિનું અપમાન


ઘણી વખત પત્ની પોતાના પતિનું અપમાન પિયરના લોકો સામે કરે છે જે ખૂબ જ ખોટી આદત છે. પતિ સાથે મોટો ઝઘડો થયો હોય તો પણ પિયરના લોકો સામે પત્નીનો સન્માન જાળવવું જોઈએ. જો પત્નીનું સન્માન જાળવતી નથી તો પછી પત્નીના પિયરના લોકો પણ તેનું માન સન્માન જાળવતા નથી જેના કારણે પતિના આત્મસન્માનને ઠેસ પહોંચે છે.


સાસુ સાથે ખરાબ વર્તન


સાસુ શબ્દ આવે એટલે મનમાં નેગેટિવ ઈમેજ બનવા લાગે છે. પરંતુ દરેક કિસ્સામાં સાસુ ખરાબ હોતી નથી. જો તમારા સાસુ પણ તમારી સાથે કોઈ વાતને લઈને નારાજ છે તો તેને લઈને સાસુ સાથે ખરાબ વર્તન ન કરો કારણ કે વ્યક્તિ માટે તેની માં સૌથી ઉપર હોય છે જો તમે આવું કરશો તો પતિની નજરમાં તમારી ઈજ્જત નહીં રહે.


આ પણ વાંચો: Marriage Tips: બસ આ 3 વાતોનું ધ્યાન રાખી લીધું તો લગ્નજીવન હંમેશા રહેશે ખુશખુશાલ


કમાણીને લઈને મેણા ટોણા


જરૂરી નથી કે દરેક સ્ત્રીનો પતિ કરોડપતિ જ હોય. જો તમારા પતિની આવક લિમિટેડ છે અથવા તો ઓછી છે તો આર્થિક તંગીને લઈને રોજ પતિને મહેણા ટોણા મારવા નહીં. ઘર ચલાવવાની જવાબદારી પત્નીની હોય છે તમે ઓછા ખર્ચે પણ ઘરને સારી રીતે ચલાવી શકો છો તેથી પૈસાની વાતને લઈને પતિ સાથે ખરાબ વર્તન ન કરવો. 


પિયર જવાની જીદ


લગ્ન પછી દરેક સ્ત્રીને ઈચ્છા હોય કે તે પોતાના પિયર જાય પરંતુ વારંવાર પિયર જવાની જીદ કરવી યોગ્ય નથી. ખાસ કરીને જો પતિને પિયરમાં બોલાવવામાં ન આવે તો પત્નીએ પણ પિયર જવાની જીદ કરવી નહીં અને પતિનું સન્માન જાળવવું. 


આ પણ વાંચો: ઝઘડા પછી અબોલા તોડવા બેસ્ટ છે આ 3 ટોપિક, પાર્ટનર બધું ભુલીને વાતચીત કરી દેશે શરુ


ઝઘડાની વાત પિયરમાં કરવી


ઘણી પત્નીને આદત હોય છે કે નાના-મોટા ઝઘડા ની વાત પણ પોતાના પિયરમાં જઈને કરે. આવી ભૂલ ક્યારેય ન કરવી. પતિ પત્ની વચ્ચેની વાતને પતિ પત્ની વચ્ચે જ રહેવા દેવી જો તમે તમારા પરિવારને ઝઘડામાં ઇન્વોલ્વ કરશો તો પતિની ઇમેજ ખરાબ થશે અને સાથે જ તમારા સંબંધો પણ ખરાબ થવા લાગશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)