સુહાગરાતે ભારે પડી શકે છે આવી ભૂલ! રોમાન્સ તો દૂર, છુટ્ટુ ગ્લાસ મારશે રીસાયેલી રોણી
Wedding First Night: લગ્ન અંગે પુરુષો અને મહિલાઓમાં અલગ-અલગ અપેક્ષાઓ અને ધારણાઓ હોય છે. પોતાના આગામી દાંપત્ય જીવનને લઈને દરેક ઉત્સુક રહે છે અને શાનદાર શરૂઆત કરવા ઈચ્છતા હોય છે. આજે અમે તમને 5 એવી ભૂલ વિશે જણાવીશું જે કપલ્સે લગ્ન બાદની પ્રથમ રાતે કરવાથી બચવું જોઈએ.
Dulha Dulhan Suhagrat: લગ્નનો દિવસ દરેક કપલ માટે તેની જિંદગીની સૌથી ખાસ અને રોમેન્ટિક ક્ષણમાંથી એક હોય છે. જાણીતા લેખક ડેવ મ્યૂરર કહે છે કે એક સારા લગ્ન તે નથી હોતા જ્યારે પરફેક્ટ કપલ એકસાતે આવે છે. પરંતુ તે છે જ્યારે ઈમ્પરફેક્ટ કપલ પોતાના મતભેદોનો આનંદ લેતાં શીખે છે. લગ્નને લઈને પુરુષો અને મહિલાઓમાં અલગ-અલગ અપેક્ષાઓ અને ધારણાઓ હોય છે.
પોતાના આગામી દાંપત્ય જીવન માટે દરેક ઉત્સુક રહે છે અને શાનદાર શરૂઆત કરવા ઈચ્છે છે. આજે અમે તમને 5 એવી ભૂલ વિશે જણાવીશું જે કપલ્સે લગ્ન બાદની પ્રથમ રાતે કરવાથી બચવું જોઈએ. તો ચાલો અમે તમને બતાવીશું કે વૈવાહિક જીવનની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ અને કઈ ભૂલોથી બચવું જોઈએ.
સેક્સની ઈચ્છા:
મોટાભાગની મહિલાઓ માટે લગ્નનો દિવસ બહુ થકાવી નાંખનારો હોય છે. તેમાં ભાવનાત્મક રૂપથી પણ થાક લાગે છે. છોકરીઓને બ્રાઈડલ ડ્રેસ સહિત તમામ ચિંતાઓમાંથી પસાર થવું પડે છે. પરંતુ મજાકથી અલગ, લગ્નના દિવસે વરરાજા અને નવવધૂ બંને બહુ થાકેલા હોય છે. આથી સારું એ રહેશે કે તમે લગ્નની રાત્રે સેક્સની જગ્યાએ રિકનેક્ટ થવા પર ધ્યાન આપો. એકબીજા સાથે વાતચીત કરો અને આરામ કરો.
શરીર વિશે વિચારવાનું બંધ કરી દો:
લગ્નના દિવસે તમારી બોડી વિશે બહુ વધારે ન વિચારશો. તમે પોતાની બ્રાઈડલ ડ્રેસની ફિટિંગને લઈને પરેશાન થઈ શકો છો. તે પછી પાર્ટનરની સાથે પરફેક્ટ દેખાવાની ચિંતા પણ તમને ઘેરી શકે છે. શરીર પર આટલું ધ્યાન આપવાથી માનસિક તણાવ થશે. જે આ ખાસ દિવસને બરબાદ કરી શકે છે. જો તમે લગ્નના દિવસે ઈન્ટીમેટ થઈ રહ્યા છો તો તેની ખરાબ અસર ત્યાં પણ જોવા મળશે.
આ વસ્તુની રાખો તૈયારી:
લગ્નની રાતે આવી અનેક વસ્તુ હોય છે જે ખરાબ થઈ જાય છે. તમને એલર્જી થઈ શકે છે. માથામાં દુખાવો થઈ શકે છે. ડાઈજેશનની સમસ્યા થઈ શકે છે કે તમે તેની દવા પણ ભૂલી શકો છો. આવી ઈમરજન્સી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારી સાથે મેડિકલ કિટ જરૂર રાખો. તમે કોઈ મિત્ર કે સંબંધીને તેની જાણ કરી શકો છો. જેથી જરૂરિયાત પડે તો તમને તે વસ્તુ સરળતાથી મળી જાય.